34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે.

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 1

ઈસુએ તેમને સ્વર્ગના રજવાડા વિશે કેટલાક કથાનકો કીધા. દાખલા તરીકે, “સ્વર્ગનું રજવાડુ રાઈના એક દાણા સરીખું સે. કોઈ માણહે ઇ દાણો લઈને પોતાની વાડીમાં વાયવો. તમને ખબર સે કે, રાઈનો દાણો હંધાય બી કરતા ઝીણો હોય છે.”

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 2

“પણ જ્યારે રાઈનો છોડ વધે સે, તો ઇ વાડીના છોડોવાંઓમાં સૌથી મોટો છોડવો બની જાય છે. એટલો મોટો કે, પંખીઓ આવીને એની ડાળીએ બેહે સે.”

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 3

ઈસુએ બીજી કથા કહેતા કીધું કે, “સ્વર્ગનું રજવાડુ એક એવા ખમીર સરીખું સે કે જેને કોઈ બાઈએ રોટલીના થોડાક જ લોટમાં ભેળવી દીધું અને ઇ હંધાય લોટમાં સમૂળગું ભેળવાય ગ્યું.

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 4

સ્વર્ગનું રજવાડુ એક એવા ખજાના સરીખું સે કે, જેને કોઇ માણહે ઇ ખજાનો મેળવ્યો અને એને પોતાની વાડીમાં સંતાડી દીધો. ઇ ખજાનો કોઈ બીજા માણસને લાધ્યો અને એણે ઇ ફરીથી દાટી દીધો. હરખની હેલી ઇને એવી ચડી કે, એની કને જે કાંઈ હતું ઇ હંધુય એણે વેચી માર્યું અને પછી ઇ ધનથી એણે ઇ વાડી જ વેચાતી લઇ લીધી.”

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 5

“ઈશ્વરનું રજવાડુ અમૂલ્ય ઉત્તમો-ઉત્તમ મોતીડા સરીખું સે. જયારે કોઈ વેપારીને એ મોતિડું લાધ્યું ત્યારે એને મૂલવવા હાટુ ઇ વેપારીએ જઈને એનુ હંધુય વેચી માર્યું

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 6

એ પછી ઈસુએ, જેઓ પોતાના હાથે કરેલાં સત્કાર્યોને ભરોહે જીવતા હતા અને બીજા લોકોને નબળા માનીને તુચ્છાકારતા હતા એવા કેટલાક લોકોને આ કથાનક હંભળાવતા એમણે કીધુ કે, “બે જણ મંદિરમાં પ્રાર્થના-અર્ચના કરવા ગ્યા. એમાંથી એક કર-વેરો ઉઘરાવનારો, અને બીજો એક ધાર્મિક પુરોહિત હતો.”

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 7

“ધાર્મિક પુરોહિત આ પ્રમાણે પ્રાર્થના કરતા બોલ્યો કે, ‘હે ઈશ્વર તમારો જય હો, કે હું બીજા લોકોના જેવો નથ અને આ કર ઉઘરાવનારાના જેવો પાપી - લુંટારો, અન્યાયી, વ્યભિચારી અને લંપટ નથ.

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 8

પણ, હું અઠવાડિયામાં બે વાર ઉપવાહ કરું સુ અને મારી માલ-મિલકતના નફામાંથી દહ ટકા દાન કરું સુ.

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 9

ઑલો કરવેરો ઉઘરાવનાર માણહ પુરોહિતથી થોડેક આઘે ઊભો રહ્યો હતો, એણે આંખ ઉઠાવીને આકાશ ઉપર નજર ન કરતા પોતાની હાથની મુઠ્ઠીઓ વાળીને છાતી ફૂટીને પ્રાર્થના કરતા કીધુ કે, ‘ હે ઈશ્વર, મારા પર કૃપા કરો. મારા પર દયા કરો કારણ કે હું તો હાલ પાપી સુ.”

34. ૩૪. ઈસુ બીજી કથાઓ શિખવાડે છે. — illustration 10

ી ઈસુએ કીધુ કે, “હું તમને કહું સુ કે, ઈશ્વરે ઑલા કરવેરો ઉઘરાવનારની પ્રાર્થના હાંભળી અને એને ન્યાયી ઠરાવ્યો.. ઓલ્યા ધાર્મિક પુરોહિતની પ્રાર્થના ઈશ્વરને મન સારી ના લાગી. કારણ કે ઇ ઘમંડીની પ્રાર્થના હતી. જે ઘમંડી સે એવા હરેકને ઈશ્વર નમ્ર (નરમ) કરહે અને જી કોઈ પોતાને નીચો કરે છે ઇને ઈશ્વર ઉચો ઠેરાવશે.”

લ ની એક વાર્તાઃ માથ્થી ૧૩ઃ૩૧-૩૩, ૪૪-૪૬; માર્ક ૪ઃ૩૦-૩૨; લુક૧૩ઃ૧૮-૨૧;૧૮;૯-૧૪

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).