35. ૩૫. દયાળુ બાપનું કથાનક

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 1

એક દહાડે ઈસુ ઘણા બધા એવા કર ઉઘરાવનારાઓને અને બીજા પાપીઓને સંબોધી રહ્યા હતા ત્યારે ઇમને હાંભળવા હાટુ જેઓ એકઠા થ્યા હતા

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 2

ન્યા કેટલાંક ધાર્મિક પુરોહિતો પણ હતા. એમણે ભાળ્યું કે ઈસુ આ પાપીઓ હાર્યે પણ મિત્ર જેવો વેહવાર કયરી રહ્યા સે.. એટલે ઈ ધાર્મિક પુરોહિત લોકો અંદરોઅંદર ટીકા-ટિપ્પણી કરવા લાગ્યા. એટલે ઈસુએ એમને આ કથાનક હંભળાવતા કીધું કે,

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 3

એક માણહને બે દીકરા હતા. નાના દીકરાએ ઇના બાપને કીધુ,‘બાપા, માલમિલકતનો મારો જી ભાગ થાય ઈ મને હાલ જ દયો!’ ઇ જ વેળાએ એના બાપાએ પોતાની સંપત્તિ એના બેઉ દીકરાઓ વચાળે વહેંચી દીધી.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 4

નાના દીકરાએ ઉતાવળે એના ભાગમાં જી આયવું હતું ઇ હંધુય એકઠુ કરી દૂર દેશાવરમાં હાલ્યો ગ્યો. ન્યા ઇને પાપી લોકો અને નઠારા દોસ્તારોની વાંહે પોતાની સંપત્તિને ઉડાડી મારી.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 5

ઇ પછી જી મલકમાં ઇ નાનો દીકરો જઈ વસ્યો હતો ન્યા કારમો દુકાળ પયડો, એથી એની પાંહે ખાવા ધાન અને ખરીદવાના દોકડિયા નોહતા. એને માત્ર ભૂંડો ચરાવવાની મજૂરી મળી. ઇ એટલો બધો દુઃખી અને ભૂખથી ત્રાહિમામ હતો કે, ભૂંડો જે ખોરાક ખાતા હતા એ ખોરાકથી પેટનો ખાડો પૂરવા એને મન થયું.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 6

"અંતે, નાના દીકરાએ પોતાની જાતને ઢંઢોળતા કીધુ કે,‘હું અહીં આ હું કરી રહ્યો સુ? મારા બાપના ઘેર હંધાય જ નોકરો કને ખાવાને હાટુ પુરતુ ધાન છે. અને અહીં તો ભૂખે મારો જીવ જાય સે. હું મારા બાપની કને પાછો ઘેર જઈશ. અને એમના એક નોકરની જેમ રહીશ.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 7

છેવટે નાનો દીકરો પાછો પોતાના બાપને ઘેર જાવા તૈયાર થ્યો. જ્યારે ઇ હજી તો ઘણે વેગળે હતો ન્યા તો એના બાપે એને નીરખી લીધો અને બાપના હૃદયમાં દયા ઉપજી. ઇ પોતાના દીકરાની પાહે દોડ્યો અને એને ભેટી પડ્યો અને બથમાં લઇ ચુંબન કરવા લાગ્યો.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 8

દીકરાએ કીધુ, પિતાજી, મેં ઈશ્વર અને તમારી વિરુદ્ધ મહાપાપ કયરુ સે. હું તમારો દીકરો કહેવડાવવાને જરાય લાયક નથ.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 9

પરંતુ ઇના બાપે પોતાના નોકરોને કીધુ, ‘ઉતાવળે જાઓ અને હારા લૂગડા(પહેરણ) લાવો અને મારા દીકરાને પહેરાવો. ’એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગને જોડાથી સજાવો. જાનવાન વાછરડો લાવીને વધેરો કે આપણે હંધાય હરખથી આરોગીએ. આવો, આપણે ઉજાણી કરીએ કારણ કે આ મારો દીકરો મરણને શરણ થ્યો હતો પરતું હવે તે જીવતો થ્યો સે! ઇ ખોવાઈ ગ્યો હતો, પણ હવે ઇ મને જડ્યો( લાધ્યો) સે.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 10

અને ઈ લોકો ઉજાણી કરવા લાગ્યા. થોડી વેળા પછી મોટો દીકરો વાડીએથી કામ કરીને ઘરે પાછો ફર્યો. એને કાને ગીત-સંગીત અને નાચ-ગાનનો અવાજ પડ્યો અને અચંબામાં પડી ગયો કે આ હંધુય હું થઈ રહ્યું સે?.

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 11

જ્યારે મોટા દીકરાને જાણ થઈ કે, આ નાના દીકરાના ઘરે પાછા આવવાને લીધે, હંધાય ઉજાણી મનાવી રહ્યા સે, ત્યારે ઇ ઘણો કોપાયમાન થ્યો. અને ઇ ઘરમાં ગરવા ય રાજી નહોતો. એના બાપા બહાર આવ્યા અને એને મનાવતા કીધુ કે, તું પણ અમારી હાર્યે ઉજાણીમાં સામેલ થા. પણ એણે ધરાર ના પાડતા બાપાને હંભળાવી દીધુ કે,

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 12

‘આટ-આટલા વરહોમાં મેં તમારી હાટુ પ્રમાણિકતાથી ને ખંતથી કામ કયરું સે. મેં કદીય તમારી વાતને ઉથાપીને નથ. એમ છતાંય તમે ક્યારેય મારા મિત્રો હાર્યે ઉજાણી કરવા એક બકરીનું નાનું બચુડુય મને દીધુ નથ. પણ આ તમારો ઉડાઉ દીકરો તમારી સંપદાને નઠારા કામોમાં વેડફી મારીને ઘરમાં ગરી ગ્યો સે, તો એને હાટુ તમે જાનવાન વછરડાને વધેરી ઉજાણીએ ચડયા સો!

35. ૩૫. દયાળુ બાપનું કથાનક — illustration 13

એ વાત વાળતા કીધુ, ‘મારા કમાઉ દીકરા, તું તો રોજ મારી હાર્યે જ સે. અને જી કાંઈ મારું સે ઈ હંધુય તારું જ સે. ’પણ હવે આપણા હાટુ આનંદ કરવો એટલે યોગ્ય સે, કેમકે આ તારો ભાઈ કળટમાં ગ્યો તો, ઇ હવે જીવતો થ્યો છે. જે ખોવાયેલો હતો, પણ હવે ઇ આપણને જડ્યો સે!”

લની એક વાર્તા :લૂક 15:11-32

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).