36. ૩૬. રૂપાંતર

36. ૩૬. રૂપાંતર — illustration 1

એક દહાડે, ઈસુએ પોતાના ત્રણ ચેલાઓ, એટલે કે, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની હાર્યે લીધા. ( ઈસુને બાપ્તિસ્મા આપનાર યોહાન અને ઇસુનો શિષ્ય યોહાન આ બેઉ અલગ વ્યક્તિ છે.) એમને લઇને ઈસુ એક ઊંચા ગઢ પર એકાંતમાં(અવાવરુ જગાએ) પ્રાર્થના કરવા ગ્યા.

36. ૩૬. રૂપાંતર — illustration 2

જ્યારે ઈસુ પ્રાર્થનામાં મગ્ન હતા, ત્યારે એમનું મુખ સૂરજ સરીખું તેજમય બન્યું અને એમના પહેરણ અજવાસથી ઉજળા થઈ ગયા. એવા કે પૃથ્વી પર એના જેટલું કોઈ ઊજળું ના હોઈ શકે.

36. ૩૬. રૂપાંતર — illustration 3

ઇ વેળાએ મૂસા અને એલિયા જે પુરાણા સમયના સંતો-પુરોહિતો હતા એને એમણે એમના સમયમાં ઈસુનું બલિદાન અને મરણ યરૂશાલેમમાં થવાનું હતું ઇ હંધીય વાતો એમના અગમ-નિગમમાં ભાગી હતી.

36. ૩૬. રૂપાંતર — illustration 4

આ વેળાએ મૂસા અને એલિયા ઇ ગઢ પર ઊતરી આવી ઈસુની હારે સંવાદ કરતા હતા. એટલે પિતરે ઈસુને કીધુ, “આપણે અહીં વસવું જ હારું સે.” ચાલો, આપણે ત્રણ માંડવા રચીએ. એક પ્રભુ તમારે હાટુ અને બીજા બે મૂસા અને એલિયાને હાટુ.” પણ પોતે શું બકવાટ બાફી રહ્યો ઇ પિતરને ખબર ન્હોતી.

36. ૩૬. રૂપાંતર — illustration 5

હજી તો પિતર આ બકવાટ કરતો હતો એટલામાં તો એક ચળકતા વાદળીયાએ તેઓ પર ઢાંકપીછોડો કયરો. અને ઇ વાદળીયામાંથી એક વાણી હંભળાઈ, “આ મારો વ્હાલો દીકરો સે, જેને હું પ્રેમ કરું સુ અને હું એના પર પ્રસન્ન સુ. ઇ જી કહે કે ઇ તમે હંધાય હાંભળો અને માનો.” ત્રણેય ચેલકાઓ ઘણા ભયભીત થ્યા અને જમીન પર ઢળી ગ્યા.

36. ૩૬. રૂપાંતર — illustration 6

એટલે ઈસુ એમને અડક્યા અને કીધુ કે, “ગભરાશો મા, ઉભા થાવ.” જ્યારે એમણે ચારેકોર ચકર-વકર નજર કરી તો એમણે કેવળ ઈસુને જ ભાળ્યા.

36. ૩૬. રૂપાંતર — illustration 7

અને ત્રણ ચેલાઓ ગઢથી ઊતર્યાં. ત્યારે ઈસુએ એમને કીધુ, “જે કાંઈ અહીં ઘટ્યું સે ઇ કોઈને કેહશો મા. જુઓ હું થોડી વેળામાં જ મરણ પામીશ અને પછી પાછો જીવતો થઈશ. ઇ પછી તમે બીજા લોકોને આ હંધીય બીના જણાવજો.”

લની એક વાર્તા :માથ્થી ૧૭ઃ૧-૯; માર્ક ૯ઃ૨-૮; લૂક ૯ઃ૨૮-૩૬

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).