37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 1

એક દહાડે, ઈસુને ખબર મળી કે, લાજરસ ઘણો માંદો સે. લાજરસ અને એની બે બહેનો, મરિયમ અને માર્થા, ઈસુના નજીકના ઓળખાણમાં હતા. જ્યારે ઈસુએ એવી ખબર હાંભળી ત્યારે એમણે કીધુ, “આ બીમારીનો અંત મૃત્યુને વરતો નથી. પણ એમાં ઈશ્વરના મહિમાનો હેતુ સમાયેલો છે.” ઈસુ એમના ઓળખીતા ભાઈબંધો(ભેરુઓ) ઉપર અનેરું હેત રાખતા હતા. એમ છતાંય ઈસુ જ્યાં રોકાણા હતા ન્યા બે દાહડા વધુ રોકાણ કર્યા.

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 2

જ્યારે બે દાહડા વિતી ગ્યા, એટલે ઈસુએ પોતાના શિષ્યોને કીધુ, “હાલો આપણે પાછા યહૂદિયા મલકમાં જઈએ.” શિષ્યોએ વળતી વાતે કીધુ કે, “ગુરુજી થોડા દાહડા પ્હેલા જ ન્યાના લોકોએ તમારું ઢીમ ઢાળી નાખવા મનસુબો કરેલ.” ઈસુએ કીધુ, “આપણો ઓળખીતો ભાઈબંધ લાજરસ નીંદરમાં પોઢી ગ્યો સે. અને હું ઈને જગાડવાને જવાનો સુ.”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 3

શિષ્યોએ ઈસુને કીધુ, “સ્વામી જો, લાજરસ નિંદરમાં હશે તો ઈ એની મેળે જાગી જાશે.” ત્યારે ઈસુએ એમને ચોખવટ કરતાં કીધુ કે, “લાજરસ મુત્યુને શરણ થ્યો સે. પણ હું હરખાઉં સુ કે હું ન્યા નોહતો કે, જેથી તમે મારા પર ભરોહો કરી હકો.”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 4

ઇ પછી જ્યારે ઈસુ લાજરસના ગામે પહોંચ્યા ત્યારે લાજરસને દટાયાને ચાર દાહડા થૈ ગ્યા તા. ઇ વેળાએ માર્થા ઈસુને મળવા બહાર આવી પૂગી. એણે ઈસુને કીધુ, “જો તમે અહીં હાજર હોત તો મારો એકનો એક ભાઈ મરત નહિ. એમ છતાંય મને ભરોસો સે કે, તમે ઈશ્વર કને જે કાંઈ માગશો, ઇ હંધુય ઈશ્વર તમારા હાટુ તો કરશે જ.”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 5

ઈસુએ કીધુ કે, “મુત્યુ પછીના જીવન તથા પૃથ્વી પરના જીવનનો સ્વામી હું છું. જો કોઈ મારા પર ભરોહો કરે સે ઈ જો કે મરણને શરણ જાય તો પણ ઇ મરણને આધીન થાહે નહિ. હુ તું આ સબંધી ભરોહો રાખી હકે સે? ” માર્થાએ ઉત્તર દેતા કીધુ કે, “હા, મારા પ્રભુ. હું ઇ ભરોહો તમારા પર રાખી હકું સુ. કારણ કે તમે ઈશ્વરના દીકરા સો.”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 6

ઇ પછી મરિયમ પણ ન્યા આવી. ઇ ઈસુને પગે પડી ગઈ અને બોયલી, “જો પ્રભુ તમે અહીં હોત તો મારો ભાઈ મરણને શરણ જાત નહિ.” ઈસુએ એમને પૂયછું કે, “તમે લાજરસને ક્યાં દફનાવ્યો સે?” એમણે એને કીધુ કે, “કબરે જઈને ભાળો.” ત્યારે ઈસુએ ન્યા જઈને રુદન કયરુ.

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 7

કબર એક પાણાની ગુફામાં હતી. એના મોઢીયા પર એક મોટો પાણો ઢાંકેલો હતો. જ્યારે ઈસુ, ઇ મોઢિયાના પાણા કને ગ્યા, ને એમણે આદેશ આપતા કીધુ કે, “પાણાને ખસેડો.” પરંતુ માર્થાએ કાકલુદીથી કીધુ અરે ! “એના મરણને તો ચાર-ચાર દાહડા વીતી ગ્યા. હવે તો એનું મડદું ગંધાતું હશે.”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 8

ઈસુએ એને ભરોહો દેતા કીધુ કે, “હું મેં તમને નહોતું જણાવ્યું કે, જો તું ભરોહો કરશે તો તું ઈશ્વરનો મહિમા ભાળશે?” એટલે એમણે ઇ પાણાને ખસેડી દીધો.

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 9

ઇ પછી ઈસુએ નજર ઉપર કરીને પ્રાર્થના કરતાં કીધુ કે, “હે બાપ, તમે આજ દિન હુંધી મારું હાંભળ્યું સે. એથી તમારો આભાર. હું જાણું સુ કે હરહંમેશ તમે મારી વાતને કાન ધરો સો, એમનામાં ભરોસો પેદા થાય ઈ હાટુ તમે મને અહિ મોકલ્યો સે, એટલા હાટુ આ લોકના ભરોસાને લઇને હું તમને વિનંતી કરું સુ. ઇ પછી ઈસુએ મોટેથી પોકાર કયરો, “લાજરસ કબરની ગુફામાંથી બહાર આવ!”

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 10

એટલે લાજરસ ઊઠીને બહાર આવ્યો! હજી ઇ મરણવિધિના પહેરણથી વીંટાળાયેલો હતો. ઈસુએ એમને કીધુ કે, “એના મરણવિધિના પહેરણ ખોલો અને હંધાય બંધન ખોલી દયો.” લાજરસ ને જીવતો ભાળીને લોકો હરખાયા. આ અનેરા પરચાને લીધે ઘણાય યહૂદીઓએ ઈસુ પર ભરોહો કયરો.

37. ૩૭. ઈસુ લાજરસને મૂએલામાંથી સજીવન કરે છે — illustration 11

તાંય યહૂદીઓના ધાર્મિક ધુરંધરો ઈસુની નિંદા અને ઈર્ષા કરતા હતા. એટલા હાટુ તેઓ એક-બીજા હાર્યે મળીને નઠારી યોજના કરવા એકઠા થ્યા. એમણે ઠરાવ કરતા કીધુ કે, કેવી રીતે આ ઈસુને અને જીવતા થયેલા લાજરસના કાંટાનું કાસળ આપણે કાઢી નાંખવું!

લની એક વાર્તાઃ યોહાન ૧૧ઃ૧-૪૬

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).