38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો!

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 1

દર વરહે-દહાડે યહૂદી પ્રજા પાસ્ખા પર્વની ઉજાણી કરતાં હતા. ઘણી સદીઓ પહેલાં ઈશ્વરે કેવી રીતે મહાકામ કરીને એમના પૂર્વજોને મિસરની વેઠમાંથી ઉગાર્યા હતા એની એંધાણીરૂપે આ ઉજાણી હતી. ઈસુએ હંધાયને હાટુ જ્યારે પોતાનો પરથમ પ્રચાર અને સત્સંગ શરૂ કયરો ઇના લગભગ ત્રણ વરહોના વ્હાણા વિત્યા પસી, ઈસુએ પોતાના ચેલાઓને જણાવ્યું કે, ઇ યરૂશાલેમ નગરમાં એમની હાર્યે આ ઉજાણીનું પરબ મનાવવા માંગે સે. ને અહીં જ તેમનો વધ કરવામાં આવશે.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 2

ઈસુના બાર ચેલા માનો એક ચેલો જેનુ નામ યહૂદા હતું જે હંધાય ચેલાઓના દાન-ઉધારણાનો હિસાબ રાખનાર ખજાનચી હતો. પરંતુ એને પૈસાથી પ્રેમ હતો. ઇ હરવખત એમાંથી પૈસાની ચોરી પણ કરતો હતો. ઇ વેળાએ ઈસુ અને એમના શિષ્યો યરૂશાલેમ પૂગ્યા. એટલે દગાખોર યહૂદા યહૂદીઓના પૂરોહિતો-મહંતો કને ગ્યો. ઈસુને પકડાવી દેવાની દલાલી પેટે રૂપિયા લેવાનો સોદો કયરો. ઇ પ્હેલેથી જ જાણતો હતો કે, યહૂદી પૂરોહિતો ઈસુને મસીહ(મોક્ષદાતા) તરીકે સ્વીકારતા નહોતા અને એમનું કળશ કાઢી નાંખવાની ફિરાકમાં જ હતા.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 3

મહા અધ્યક્ષ કે જી યહૂદી ધર્મગુરુ અને પુરોહિતોના વડા કેહવાય એમણે આ હંધાય પુરોહિતો અને ધર્મગુરુઓને ઈસુની વિરુદ્ધમાં ઘણી હાચી – ખોટી ઉશ્કેરણી કયરી હતી. તેઓએ ઈસુને પકડવાને હાટુ યહૂદાને દલાલી પેટે ત્રીશ ચાંદીના દોકડા દીધા. આગમવાણી દેનાર ઈશ્વરના સંતોએ જે આગમ ભાખ્યા હતા ઇ જ પરમાણે ધટનાઓ ધટી. યહૂદા ઇ દગાગીરીના કામ માટે સહમત થ્યો. દોકડા ગણ્યા, ને ન્યાંથી હાલતો થ્યો. ને ઈસુને પકડાવવા હાટુની તક શોધતો રહ્યો.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 4

યરૂશાલેમમાં નક્કી થયા પ્રમાણે ઈસુએ પોતાના ચેલાઓ હાર્યે “પાસ્ખા પર્વ”ની ઉજાણી કરી. રોટલી લીધી અને એને ભાંગી ને ઈસુએ કીધુ, “ લ્યો આમાંથી ખાઓ. આ રોટલીરૂપી મારું શરીર છે જી તમારા હારું અલગ કરવામાં આયવું સે. મારા સમરણમાં આમ કર્યા જ કરો. ” આ રીતે, ઈસુએ દર્શાવ્યું કે, એમના શરીરને બલિદાન તરીકે ઉપયોગમાં લઇ વધ કરાશે.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 5

ઇ પછી ઈસુએ પ્યાલો લીધો અને કીધુ કે, “ લ્યો, આમાંથી પીઓ. આ નવા કોલ-કરારનું મારું લોહી સે , જી હંધાયના પાપોની માફીને હારું વહેડાવવામાં આવ્યું સે. આ પણ મારા સમરણમાં કરતા જ રહેજો. ”

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 6

ઇ પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “તમારામાંથી જ કોઈ મને પકડાવી દેશે. ” ચેલાઓ તો અચંબિત થઈ ગયા, અને અંદરો-અંદર પૂછવા લાગ્યા. ઇ કોણ સે ? જે આવું નરાધમ કામ કરશે? ઈસુએ નિશાની દેતા કીધુ કે, “ અત્યારે જેને હું આ રોટલીનો ટુકડો દઉં સુ, ઇ જ મને દગો દેશે.” ઇ પછી એમણે યહુદાને રોટલીનો ટુકડો દીધો.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 7

ઈસુ પાહેથી રોટલી આરોગ્યા બાદ, શેતાન યહૂદામાં ગરયો. એટલે યહૂદા ન્યાંથી હાલતો થ્યો, કેમકે એને ઈસુને પકડવવામાં યહૂદી પૂરોહિતોની મદદ કરવાની હતી. ઇ તો કાળી રાતની વેળા હતી.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 8

વાળુ કયરા પસી, ઈસુ અને એમના ચેલાઓ જૈતૂન ગઢ પર ગ્યા. ન્યા ઈસુએ એમને કીધુ કે, “આજ આ કાળી રાત્રે તમે હંધાય મને છોડીને હાલ્યા જશો. કેમકે એવું વચન ભાંખેલું સે કે, ‘હું ભરવાડને હણીશ અને હંધાય ઘેટાં રઝળી પડશે. ’

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 9

પિતરે ઈસુને કીધુ કે, “ ઇ હંધાય તમને છોડીને જાશે પણ હું તમને કદી છોડીશ નહિ. ” ત્યારે ઈસુએ વળતા જવાબમાં પિતરને કીધુ કે, “શેતાને તારો કબજો કરવા ચાહ્યો છે, એમ છતાંય મે તારા હાટુ ઈશ્વરને પ્રાર્થના કયરી સે કે, તારો ભરોહો તૂટે નહિ. એમ છતાંય આજે પ્રભાતે બે વાર કૂકડો બોલે ઇ પહેલાં તું મારો ત્રણ વાર નકાર કરીશ કે તું મને ઓળખતો જ નથી.”

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 10

પિતરે વળતા જવાબ દેતા ઈસુને કીધુ કે, “જો કે મારે જાનથી જાવું પડશે તો પણ હું તમારો નકાર કરીશ નહિ. ” અને એમ જ હંધાય ચેલાઓએ આ જ વાત કયરા કરી.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 11

ી ઈસુ પોતાના ચેલાઓ હાર્યે જૈતુન ગઢ પાહે ‘ગેથશેમા’ નામની એક વાડીમાં ગ્યા. પસી ઈસુએ ચેલાઓને કીધુ કે, “અહી રહી પ્રાર્થના કરો કે, તમે પરીક્ષામાં આવી ન પડો. ” ઇ પછી ઈસુ ન્યા પ્રાર્થના કરવા હાલ્યા ગ્યા.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 12

ન્યા ત્રણ-ત્રણ વાર લગલગાટ પ્રાર્થના કરી. “હે મારા પિતા, જો શક્ય હોય તો, આ કારમી પીડાનો પ્યાલો મારાથી આઘો લઈ જાઓ. પણ જો માણહજાતના પાપોની માફી હાટુ બીજો કોઈ મારગ જ નો હોય, તો પછી તમારી મરજી પ્રમાણે થાઓ. ” આ વેળા ઈસુ ઘણી જ માનસિક યાતનાની તાણમાં હતા. એટલી તાણ કે એમનો પરસેવો લોહીના ટીપાંની જેમ નીતરી રહ્યો'તો. એમને શક્તિ દેવા હાટુ ઈશ્વરે એક દૂત મોકલી આયપો.

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 13

ે તેઓ પ્રાર્થના કરીને ચેલાઓ કને આવતા ત્યારે તેઓ ચેલાઓને નિરાંતે ઊંઘતા જ ભાળતા. એમ જ્યારે તેઓ આ વેળાએ આવ્યા, ત્યારે ઘોરતા ચેલાઓને પોકારીને કીધુ કે, “ઊઠો! મને પકડનાર આવી પુંગ્યો સે. ”

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 14

ાજ યહૂદા પોતાની હાર્યે યહૂદી સંતો-પુરોહિતો અને સિપાઈઓના એક મોટા કટકને(દળને) લઈને આવી પુંગ્યો. એમની પાહે ઉઘાડી તલવાર અને બડીયો હતા. યહૂદા ઈસુની કને આવી પુંગ્યો ને કીધુ, “નમસ્તે, ગુરુજી!” ને એણે ઈસુની ઓળખ દેવા હાટુ ઈસુને ચુંબન કયરું. યહૂદી સંતો-પુરોહિતો માટે આ એક એંધાણી હતી કે, ઇ જેને ચુંબન કરે ઈ એજ હોવો જોઈએ કે જેથી બીજો કોઈ પકડાય ના જાય. ઇ પછી ઈસુએ યહુદાને કીધુ કે, “શું તું મને ચુંબન કરીને પકડાવી દેવા ચાહે સે?”

38. ૩૮. ઈસુની હાર્યે દગો થ્યો! — illustration 15

એટલામાં સિપાઈઓએ ઈસુને ઘેરી લીધા, એટલે પિતરે પોતાની તલવાર કાઢી અને મહાઅધ્યક્ષના એક સેવકનો કાન વાઢી નાખ્યો. પણ ઈસુએ કીધુ કે, “તારી તલવાર તારા મ્યાનમાં પાછી નાંખ. જો હું મારી રક્ષાને હાટુ મારા બાપને વિનંતી કરું તો ઈ દૂતોના મહામોટા દળને ઘડીકમાં મોકલી ધ્યે. પણ, મારે હાટુ મારા બાપે જે નક્કી કયરુ સે ઇ પ્રમાણે કરવું ઇ જ મારી આધિનતા સે. ” ઇ પછી ઈસુએ ઇ સેવકનો કાન હાજો કરી દીધો. જ્યારે ઈસુને બંદીવાન બનાવ્યા ઇ વેળાએ હંધાય ચેલાઓ એમને છોડીને હાલતા થ્યા.

બાઇબલની એક વાર્તાઃમાથ્થી ૨૬ઃ૧૪-૫૬; માર્ક ૧૪ઃ૧૦-૫૦; લૂક ૨૨ઃ૧-૫૩; યોહાન ૧૨ઃ૬; ૧૮ઃ૧-૧૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).