39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 1

ઇ વેળા મધરાત થઈ ગઈ હતી. સિપાઈઓ ઈસુને મહાઅધ્યક્ષની હવેલીએ લઈ ગ્યા. કે જેથી ન્યા એમની હાર્યે વાર્તાલાપ કરી હકાય. પિતર આઘેરો રહી એમનો પીછો કરી રહ્યો હતો. જ્યારે ઈસુને હવેલીમાં લઈ જવામાં આવ્યા, ત્યારે પિતર બહાર બેસીને તાપણું તાપતો હતો.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 2

હવેલી અંદર યહૂદીના પુરોહિતો ઈસુ ઉપર આળનો મુકદમો ચલાવી રહ્યા હતા. તેઓ ઘણાંય એવા જૂઠા સાક્ષી પૂરનારા લઈ આવ્યા. પણ એમની સાક્ષી એક-મેકથી મળતી આવતી નોહતી, આથી યહૂદીના પુરોહિતો અને મહાઅધ્યક્ષ ઈસુને કલંકીત જાહેર કરી હક્યા નહિ. ઇ હંધાયમાં ઈસુએ કાઈ બોલ્યા નહીં પણ મૂંગા રહ્યા.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 3

અંતે મહાઅધ્યક્ષે ઈસુની હામે જોઈને પુયછુ કે, “હું તું ખરેખર ઈશ્વરનો દીકરો સે? જે આવનાર મસિહા (મોક્ષદાતા) સે ઇ તું સે ?”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 4

ઈસુએ જવાબ દેતા કીધુ કે, “હા હું એ સુ! તમે મને ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો અને સ્વર્ગથી ઊતરતા ભાળશો. ” મહાઅધ્યક્ષ કોપાયમાન થઈને પોતાન પહેરણ ફાડ્યા અને પોકારી-પોકારીને ધાર્મિક આગેવાનોને કીધુ કે, “હવે આપણને વધારાના પુરાવાની જરૂર નથી! તમે જ તમારા કાને ઇને કહેતા હાંભળ્યો સે કે, હું ઈશ્વરનો દીકરો સુ. હું જ આવનાર મસિહા (મોક્ષદાતા) સુ. તો પસી તમારા હંધાયનો નિર્ણય શો છે ઈ જણાવો.”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 5

હંધાય યહૂદી આગેવાનોએ, મહાપુરોહિત-સંતોએ એકી અવાજે ઉત્તર દેતા કીધુ કે, “ઇ મરણજોગ જ છે. ” એટલે એમણે ઈસુની આંખો પર પટ્ટો બાંધ્યો, અને એના પર તિરસ્કારથી થૂંક્યા, એમને માર માર્યા અને એમની ઠઠ્ઠા-મશ્કરી કયરી.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 6

જ્યારે પિતર ધર્મઅધ્યક્ષની હવેલી બહાર બેઠો તાપતો હતો, ત્યારે ન્યા એક દાસી આવી ને એણે કીધુ કે, “તું પણ આ ઈસુની હાર્યે જ હતો ને!” પણ પિતરે હાવ ના પાડી. ઇ પછી, બીજી દાસીએ ન્યા આવીને ઇ જ વાત ફરી કયરી. અને પિતરે ફરી પાછી એમ જ ના પાડી દીધી. અંતે લોકોએ ભેગા થઈને કીધુ કે, “તું ઈસુની હાર્યે જ હતો ઇ અમે જાણીએ છીએ કેમ કે તમે હંધાય ગાલીલ પંથકના સો. ”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 7

એટલે પિતર શ્રાપ દેવા માંડ્યો અને સમ ખાઈને કેહવા લાગ્યો કે, “હું એ માણસને ઓળખતો જ નથ. ” ઇ જ વેળાએ કૂકડો બોલ્યો અને લાગલું ઈસુએ પિતર તરફ જોયું.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 8

પિતર ભોંઠો પડીને ન્યાંથી દૂર હાલ્યો ગ્યો. અને ભેંકણો તાણી રુદન કયરું. ઇ જ વેળાએ ઈસુને મરણદંડની સજા ફરમાવી. એમને પકડાવનાર દગાખોર યહૂદાએ આ હંધુય ભાળ્યું. અને ઇ મનમાં મૂજાણો અને પોતે આત્મઘાત કરીને મરણ પામ્યો.

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 9

બીજા દાહડે પ્રભાતે, યહૂદી પુરોહિતો ઈસુને રોમન રજવાડાના પિલાત કને લઈ ગ્યા. તેઓને એવો જ ભરોસો હતો કે પિલાત પણ ઈસુના કલંકને સાચુ ઠેરવી દોષી ઠેરવશે. અને અમારી જેમ તેઓ પણ ઈસુને મૃત્યુદંડની સજા ફટકારશે. પિલાતે ઈસુની પૂછપરછ કરતા પુયછું કે, “હું તું યહૂદીઓનો રાજા સે?”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 10

ઈસુએ વળતા ઉત્તર દેતા કીધુ કે, “એવું તો તમ જ કયો સો. પણ મારું રજવાળુ, તમારી ગોડ્યે આ જગતનું રજવાડું નથી. જો એમ જ હોત તો મારા આ ચેલાઓ તમારી હામે ધીંગાણું કરત. પણ હું ઈશ્વર વિષે સત્ય કહેણ કહેવા આયવો સુ અને જે સત્યનો જણ સે ઇ મારી વાણીને કાન ધરશે. ” પિલાતે કીધુ કે, “તો સત્ય હું સે?”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 11

ઈસુની સાથે સંવાદ કયરા પછી પિલાત ટોળા કને ગ્યો. અને કીધુ કે, “મને આ માણસમાં કાંઈ દોષ જણાતો નથ. ” પણ એની સામે યહૂદી પુરોહિતો, સંતો- મહંતોએ અને એમના ધર્માંધ ટોળાએ બુમા-બૂમ કરીને (કાગારોળ કરીને) કીધુ કે, “ઇને વધસ્તંભે ઠોકી ધ્યો!” પિલાતે ચોખવટ કરતા કીધુ કે, “જુઓ મને એનામાં કાંઈ પણ અપરાધ નજરે પડતો નથ. ” ઇ સાંભળીને તેઓએ કાળો દેકારો કયરો કે ઇને વધ:સ્તંભે જડી દયો. એટલે પિલાતે ત્રીજી વાર કીધુ કે, “જુઓ, હજીય મને એનામાં કોઇ કલંક દેખાણું નથ. ”

39. ૩૯. ઈસુ પર લગાવેલા આળનો મુકદમો કચેરીમાં હલાવવામાં આવે સે. — illustration 12

પિલાત ડરી ગ્યો કારણ કે, આ તો ધર્માંધ ટોળુ સે. આનો ભારોહો કરાય નહિ, ક્યાંક હલ્લો કરી ધ્યે તો! એટલે ના છૂટકે ઇ ઈસુને વધસ્તંભે ઠોકી દેવા સહમત થયા. એમ છેલ્લે લોકોના દેકારા ફાવી ગયા અને ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ કયરો. પછી રોમન રજવાડાના સૈનિકોએ ઈસુને અસહ્ય કોરડા માર્યા. અને એને રાજ પહેરણ પેહરાવ્યું અને માથે કાંટાનો મુંગટ પહેરાવ્યો. અને એની ઠઠ્ઠા-મશ્કરી (ઠેકડી) કરતા કીધુ કે, “જુઓ, જુઓ આ યહૂદીઓનો રાજા!”

લની વાર્તાઃમાથ્થી ૨૬ઃ૫૭-૨૭ઃ૨૬; માર્ક ૧૪ઃ૫૩-૧૫ઃ૧૫; લૂક ૨૨ઃ૫૪-૨૩ઃ૨૫; યોહાન ૧૮ઃ૧૨-૧૯ઃ૧૭

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).