40. ૪૦. ઈસુને વધ:સ્તંભે ઠોકી મારવામાં આવ્યાં
ઈસુની ઠઠ્ઠા-મશ્કરી ને કનડગત કયરા પછી, સિપાઈ એમને વધ:સ્તંભ પર ઠોકી બેસાડવા આઘે લઈ ગ્યા. એમણે ઈસુને જેની પર એમને ઠોકી બેસાડવાના હતા ઇ ભારેખમ વધ:સ્તંભ એમની પાહે ઊંચકાવ્યો.
સિપાઈઓ ઈસુને “ખોપરી” નામના સ્થાનકે લાવ્યા અને એમના હાથ અને પગ વધ:સ્તંભના લાકડા પર તિક્ષ્ણ(અણીદાર) ખીલા ખોડી જડી દીધા. એમ છતાંય પીડા ભોગવતા ઈસુના મુખમાંથી વાણી સરી પડી કે, “હે બાપ, આ લોકોને માફ કરો કેમ કે, ઇ લોકો જે કંઈ કરી રહ્યા સે તે તેઓ ઇ જાણતા નથ. પિલાતે આદેશ કર્યો કે, એના માથા પર “યહૂદીઓનો રાજા” એવા લખાણનું કલંકનામું તૈયાર કરી ટીંગાળવામાં આવે.
સૈનિકોએ ઈસુના લુંગડા ઉતારી એના માટે ચિઠ્ઠીઓ નાખી કે કોણ ઇ પેહરણ લેહે?. અને જેનું નામ આયવુ એણે મસીહના પેહરણ લઈ લીધા. “એમણે આવુ કર્યું એટલે ઇ પુરાતન આગમ-નિગમના ભાખ્યો લેખ પુરા થ્યો કે, એમણે અંદરો-અંદર મારાં કપડાં વહેંચ્યા અને મારા પહેરણને હાટુ એમણે જુગડાની ચિઠ્ઠીઓ નાખી.”
ઈસુને બે લુંટારાઓની વચમાં જડવામાં આવ્યા. એમાંનો એક લુંટારો હતો જે ઈસુની નિંદા કરતો હતો. ઇ બીજા લુંટારાએ સંભાળ્યું ત્યારે એણે કીધુ કે, “શું તને ઈશ્વરની બીક લાગતી નથી? આપણે તો ગુન્હો કયરો સે એટલે એની સજા ભોગવીએ છીએ પણ આ મસિહા તો નિર્દોષ સે. એમ કેહતાં ઇ લુંટારાએ ઈસુને કીધુ કે , “કૃપા કરીને, તમે તમારા રજવાડામાં મને યાદ રાખજો.” ઈસુએ એને કિધુ કે, “આજે તું મારી હાર્યે પારાદેશમાં (ગુરુજીના દેશમાં) હોઈશ.”
યહૂદી પુરોહિતો-મહંતો અને બીજા જે ટોળામાં હતા ઇ હંધાય ઈસુની ઠેકડી ઉડતા કહેતા હતા કે, “જો તું હાચો-હાચ ઈશ્વરનો દીકરો હોય તો વધ:સ્તંભ ઉપરથી હેઠે ઊતરી આવ! અને પોતાની જાતને બચાવી લ્યે. ઇ પછી અમે તારા પર ભરોહો કરીશું કે. તું ઇશ્વરનો દીકરો સે.”
ળા બપોરની હતી. એમ છતાં આખાય મલકમાં કાળો અંધાર છવાય ગ્યો. ખરા બપોરે ૩.૦૦ વાગ્યાને સુમારે ગાઢ અંધકાર છવાયો.
વેળાએ ઈસુએ બુલંદ અવાજે પોકારીને કીધુ કે, “હે બાપ! હું મારો આત્મા તમારા હાથમાં સોંપી દઉં સુ અને ઈ જ વેળાએ માથું નમાવીને એમણે પોતાનો પ્રાણ છોડી દીધો. જ્યારે તેઓ મરણ પામ્યા, ત્યારે એક મહાભૂકંપની ધ્રુજારી આવી. યરુશાલેમનું પવિત્ર મંદિર ધણધણી ઉઠ્યું. એની અંદરનો મહામોટો પડદો જે મંદિરના ગર્ભગ્રુહ (ઈશ્વરની હાજરી) અને લોકોની હાજરી વચ્ચે હતો. ઇ પડદો ઉપરથી હેઠે લગી બે ભાગમાં ચિરાય ગ્યો.
ના બલિદાનના મૃત્યુ દ્વારા ઈસુએ લોકોને ઈશ્વર પાહે સરળતાથી આવવાના માર્ગને ખુલ્લો કરીને સંતો- પુરોહિતોના ઠેકાને (દરમિયાનગીરી) નાબુદ કર્યો. જે સિપાઈ ઈસુની રખેવાળી કરી રહ્યો હતો એણે હંધુય ભાળ્યું અને મક્કમતાથી કીધુ કે, “ખરેખર, ઈસુ નકલંક હતા. હા, ઇ જ ઈશ્વરના દીકરા, જે આવનાર મસિહ સે તે, ઇ જ હતા.”
યે યૂસફ અને નીકોદેમસ નામના બે યહૂદીઓ કે જેઓ સાચો-સાચ ઈસુ પર ભરોસો કરતા હતા કે, ઈસુ એ જ આવનાર ખ્રિસ્ત-મસિહ- તારનાર છે, એમણે પિલાત પાસે જઈને ઈસુનું મડદું માગ્યું એટલે કે તેઓ ઈસુના મડદાને કપડાથી લપેટીને પહાડને વેતરી બનાવેલી કબરમાં યહૂદી પરંપરા પ્રમાણે મૂકી શકે. એ કબરમાં મુખ્યદ્વાર ઉપર એક મહા-મોટો પાણાની શીલા બેસાડી એને બંધ કરવામાં આવી.
બાઇબલની એક વાર્તા :માથ્થી 27:27-61; માર્ક 15:16-47; લૂક 23:26-56; યોહાન 19:17-42
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).