41. ૪૧. ઈશ્વર મરેલા ઈસુને સજીવન કરે છે
જ્યારે સિપાઈઓએ ઈસુને વધ:સ્તંભ પર ઠોકી બેહાડ્યા, ત્યારે અવિશ્વાસી યહૂદી પુરોહિતોએ પિલાતને કીધુ, “આ જૂઠા એવા ઈસુએ જીવતા કીધેલું કે, ઇ ત્રણ દાહડા પછી મરણમાંથી જીવતો થઈ ઉઠશે. એટલે કોઈકને કોઈકે તો એની કબરની રખેવાળી કરવી જોઈશે. પછી એવું નો થાય કે, શિષ્યો એના મડદાને ચોરી લઇ જાય અને પાછા અફવા ના ફેલાવે કે ઈસુએ મરણને હરાવી જીવીત થયો સે અને મૃત્યુંજય બન્યો સે. ”
એટલે પિલાતે કીધુ, “કબરની રખેવાળી કરવા હાટુ કેટલાંક જોરાવર સિપાઇયો લઈ જાઓ. અને એમણે કબરના ઢાંકેલા મોટા પાણા પર રજવાડી મ્હોર છપાવી (કોતરી) અને એની પર જોરવાર સિપાઈઓનું કટક બેહાડી દીધું. જેથી કોઈ પણ ઈસુના મડદાને ચોરીને અફવા ના ફેલાવે.
ઇસુને પવિત્ર વિધિથી દફન કરીયા ઇ પછીનો દાહડો પવિત્ર વિશ્રામવારનો હતો. જે જુના સમયમાં ઈશ્વરે ઠરાવેલ હતો ઇ દહાડે યહૂદીઓને કબર પાસે જવાની મનાઈ ફરમાવી હતી. વિશ્રામવાર પછીના દાહડે વહેલી પ્હોરે કેટલીક ઈસુપ્રેમી બાઈઓ તેમની કબર કને સુગંધી દ્રવ્યો લગાવવા આવી.
અચાનક જ ન્યા ભૂકંપ થ્યો. અને એક ઝબકારે ઈશ્વરનો સ્વર્ગદૂત ન્યા પ્રગટ થ્યો. એણે જ કબરના મુખ દ્વાર ઉપર ઢાંકેલા મહાકાય પાણાને હટાવી દીધો અને એના પર બેસી ગ્યો. જે સિપાઈઓ કબરની રખેવાળી કરી રહ્યા હતા. તેઓ ગભરાઈને ભાગી ગ્યા.
જ્યારે બાઈઓ કબર કને પૂંગી ત્યારે સ્વર્ગદૂતે એમને કીધુ કે, “ગભરાશો માં, ઈસુ તો અહીંયા નથી. જેમ એમણે જીવતા કીધુ હતું એમ તેઓ મરેલામાંથી સજીવન થ્યા સે. આવો અને આ ખાલી કબરને નીરખો. ”બાઈઓ કબરમાં જ્યાં ઈસુનું મડદું(ડીલ) રાખ્યું હતું ન્યા ગ્યા અને ભાળ્યું કે, ન્યા એમનું મડદું(ડીલ) હતું નહિ!
સ્વર્ગદૂતે ઇ બાઈઓને ઉદ્દેશીને કીધુ કે, “જાઓ અને શિષ્યોને ખબર દયો કે, એણે કીધેલું હતું એમ ઈસુ જીવતા થ્યા સે. ઇ હવે કબરમાં નથી પણ ઇ હંધાયની પ્હેલા ગાલીલ મલકમાં જાશે. ”
ઇ બાઈઓ ઘણાં ગભરાટની હારે પણ હરખની ધેલી થઈને આ શુભસંદેશ દેવા શિષ્યો કને દોડી ગઈ.
રે આ બાઈઓ સારી ખબર દેવાને મારગે જઈ રહી હતી, ત્યારે ઈસુ સ્વયં પ્રગટ થ્યા. અને બાઈઓએ એમની પૂજા-અર્ચના કરી. ઈસુએ એમને કીધુ કે, “ડરો માં, મારા શિષ્યોને કહો કે, તેઓ ગાલીલના મલકમાં જાય એટલે ન્યા તેઓ મને ભાળશે. ”
લની એક વાર્તા : માથ્થી ૨૭ઃ૬૨-૨૮ઃ૧૫; માર્ક ૧૬ઃ૧-૧૧; લૂક ૨૪ઃ૧-૧૨; યોહાન ૨૦ઃ૧-૧૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).