42. ૪૨. ઈસુ સ્વર્ગે સિધાવે છે
જે દિવસે ઈસુ મૂએલામાંથી સજીવન થ્યા, ઇ પછી એમના બે શિષ્યો નજીકના એક નગરમાં જઈ રહ્યાં હતાં. જે કંઈ ઈસુ હાર્યે થ્યું એની ચર્ચા તેઓ અંદરો-અંદર કર્યે જાતા હતાં. એમને ભરોસો હતો જ કે, ઇ જ આવનાર મસીહ(તારણહાર) હતા. પણ એમને તો હણી નાખવામાં આવ્યા હતા. પણ એમાં ઓલી બાઈઓએ કીધુ કે, ઇ ફરી સજીવન થ્યા સે. આ ગુંચવણમાં તેઓ કાંઈ નક્કી કરી હકતા નહોતા. કરે તો કઈ વાત પર તેઓ ભરોસો કરે!.
આજ વેળાએ ઈસુ એમની વચાળે પૂગ્યા પણ એમણે ઈસુને ઓળખ્યા નહિ. ઈસુએ એમને પૂછ્યું કે, તમો માંહોમાહે હું વાર્તાલાપ કરી રહ્યા સો? ત્યારે એમણે જણાવ્યું કે, પાછલી વેળાએ જે ઈસુ હાર્યે ઘટ્યુ ઇ વિશે. હારોહાર એમને અચંબો પણ લાગ્યું કે આ માણસને ખબર જ નથી કે, યરૂશાલેમ જેવી નગરીમાં હું ઘટ્યું સે.
ઇ પછી ઈસુએ ઈશ્વરના વચનોનાં ગ્રંથમાં મસિહ વિષે જે ભાખ્યું હતું ઇ ઈસુએ એમને સમજાવ્યું. અને એમને પાછું યાદ દેવડાવ્યું કે, ભવિષ્ય ભાગનાર સંતો- મહંતો કીધુ હતું કે, મસિહ જે આવનાર સે ઇ દુઃખો ભોગવશે, અને એમનો વધ કરવામાં આવશે એમ છતાંય ઈશ્વર એમને ત્રીજે દહાડે પાછા સજીવન કરશે. ઇ પછી તેઓ નગરીમાં પહોંચ્યા જયાં ઇ બે શિષ્યો રાત રોકાણ કરવા માંગતા હતા. ઇ પૂગ્યાં ન્યા લગણ તો લગભગ સંધ્યા ઢળી ગઈ હતી.
ઇ બેઉ શિષ્યોએ ઈસુને પોતાની હાર્યે રોકવા કીધુ. એટલે ઈસુ ન્યા રોકાણો. જ્યારે ઇ લોકો હાંજનું વાળુ ખાવા બેઠા, ત્યારે ઈસુએ રોટલાનો એક ભાગ લઈને એમના હાટુ ઈશ્વરનો આભાર માન્યો. અને એને તોડ્યો એટલે શિષ્યોની યાદ તાજી થાતા જ એમણે ઈસુને ઓળખી લીધા. ઇ તો ઇસુ જ સે. પણ તે જ વેળાએ ઈસુ એમની વચાળેથી અલોપ થઈ ગ્યા.
ઇ બે માણસોએ અંદરો-અંદર વાત કરતા કીધુ કે, “ઇ તો ઈસુ જ હતા!” ઇ જ્યારે જીવતા હતા ત્યારે એમણે ઈશ્વરના વચનોને આધારે આપણને ઇ હંધુય સમજાવ્યું હતું. ઇ જાણી એમનું હદય ધેલું થ્યું. અને એઓ તત્કાળ પાછા યરૂશાલેમ નગર તરફ હાલતા થ્યા. તેઓ ન્યા પૂગ્યા એટલે એમણે શિષ્યોને જણાવ્યું કે, “ઈસુ મરણમાંથી પાછા સજીવન થ્યા સે. અને અમારી સગ્ગી આંખોએ એમને ભાળ્યા સે. ”
ઇ વેળાએ આ બાબતે શિષ્યો માંહોમાંહ વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક ઈસુ એમની વચાળે પ્રગટ થ્યા. શિષ્યોએ વિચાર્યું કે, ઇ કોઈ ભૂત-પ્રેત હશે, ભ્રમ થ્યો હશે! પણ ઈસુએ એમને કીધુ કે, “તમે હંધાય કેમ ગભરાયા સો? અને શા માટે શંકા કર્યા કરો સો? આ મારા હાથ અને પગને ભાળો. કેમકે આત્માને શરીર હોતું નથી. જેમ મને છે.” આ કોઈ આશુરી ભૂત-પ્રેત નથી ઇ વાતને પ્રમાણિત કરવા એમણે કાંઈ ખાવાને માગ્યું. એટલે એમણે એમને શેકેલો રોટલી અને માછલીનો કટકો દીધો. અને એમણે ઇ હાથો-હાથ લઈને ખાધો.
ઇ પછી ઈસુએ કીધુ, “મેં તમને કીધુ જ હતું ને! કે, મારા વિશે ઈશ્વરના પવિત્ર ગ્રથમાં ભાખેલું જ છે. ઇ પછી ઈસુએ એમની અંત:ચક્ષુને ખોલી એટલે તેઓ સમજી શક્યા કે, “ઘણા વખત પ્હેલાં આ ભવિષ્ય ભાખેલું હતું કે, આવનાર મસીહ ઘણું દુઃખ ઉઠાવશે, હણાશે અને ત્રીજે દાહડે ઇ સજીવન થાશે.
વળી "પવિત્ર ગ્રંથમાં ઇ લેખ પણ સે કે, મારા શિષ્યો આ વિશે પ્રચાર-પ્રસાર કરશે અને ઇ હાંભળીને હંધાય પસ્તાવો કરશે અને પાપોની માફી મેળવવી ફરજીયાત સે ઇ લોકો હમજશે. આ મહાકાર્યનો આરંભ યરૂશાલેમથી થાશે, અને ઇ પછી હરેક મલકની કોમ અને હરેક જગાએ આ વાતનો પ્રચાર -પસાર થાશે અને તમે જ આ હંધીય વાતના સાક્ષી સો. ”
ઇ ઘટના પછી ચાળીસ દહાડા સુધી ઈસુ પોતાના શિષ્યોની આગળ પ્રગટ થતા રહ્યા. એક દહાડે એક જ વેળાએ ૫૦૦ કરતા વધારે લોકોની આગળ પ્રગટ થ્યા. એમણે આ અજાયબ રીતથી શિષ્યોની આગળ ઈ પ્રમાણિત કયરૂ કે, તેઓ પોતે જીવતા સે અને એમણે શિષ્યોને ઈશ્વરના રજવાડા વિષયક બોધ દીધો.
ઈસુએ પોતાના શિષ્યોને બોધ દેતા કીધુ કે, “સ્વર્ગના રજવાડા અને પૃથ્વીના હંધાય રજવાડા ઉપર સર્વેસર્વ અધિકાર મને અપાયો સે. એટલે હવે તમે જાઓ અને આ ધરા-માની હંધીય જાતિઓના લોકોને શિષ્યો બનાવો. અને એમને બાપ, દીકરા અને પવિત્ર આત્માના નામથી પવિત્ર બાપ્તિસ્મા(જળસંસ્કાર) દયો, વળી જે-જે આદેશો મેં તમને દીધા સે ઇ હંધાય પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જૂઓ જગતના અંત સુધી હું સર્વકાળ (હરહંમેશ) તમારી હાર્યે જ સુ. ”
ા ફરીથી જીવતા થયાને ચાળીસ દાહડા વિત્યા પછી એમણે એમના શિષ્યોને કીધુ કે, “જ્યાં લગી મારા પિતા તમને પવિત્ર આત્મા વડે તમારા પર સામર્થ્ય ન મોકલે ન્યા લગણ યરૂશાલેમ નગરમાં જ રહેજો. એમ કહી રહ્યા પછી શિષ્યોને ભાળતા ઈસુને સ્વર્ગમાં ખેંચી લેવામાં આવ્યા. અને ઘનઘોર વાદળોઓએ એમને ઢાંકી દીધો. સ્વર્ગે સિધાવી ઈસુ ઈશ્વરના જમણા હસ્તે બિરાજમાન થ્યા અને ન્યાંથી ઇ હંધીય રીતે રાજ ચલાવી રહ્યા સે.
લની એક વાર્તા :માથ્થી ૨૮:૧૬-૨૦; માર્ક ૧૬ઃ૧૨-૨૦; લૂક ૨૪ઃ૧૩-૪૩; યોહાન ૨૦ઃ૧૯-૨૩; પ્રેરિત ૧ઃ૧-૧૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).