43. ૪૩. મંડળીનો શુભારંભ

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 1

જ્યારે ઈસુનું સ્વર્ગારોહણ થ્યું ઇ વેળાએ શિષ્યો ઈસુના આદેશ પ્રમાણે યરૂશાલેમમાં જ રોકાણા. વિશ્વાસીઓનું ટોળું હંમેશા ન્યા જ પ્રાર્થના કરવા હાટુ એકઠું થતું હતું.

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 2

દર વરહે, કાપણીની મોંસમના ૫૦ દાહડા પછી, યહૂદી લોકો એક ખુબ જ અગત્યના દાહડાને મહાપર્વની જેમ ઉજવતા હતા. જેને પચાસમાનો દાહડા તરીકે ઓળખવામાં આવે સે. પચાસમાના દાહડાના પર્વને યહૂદી લોકો કાપણીના પર્વ તરીકે પણ મનાવતા હતા. સમસ્ત દુનિયામાં ઠેક-ઠેકાણે વસેલા યહૂદીઓ માદરે વતન યરૂશાલેમમાં આવીને આ પચાસમાના દાહડાને ઉજવતા હતા. આ વર્ષે યહૂદી પંચાંગ પ્રમાણે પચાસમાનો દાહડો ઇ ઈસુના સ્વર્ગ સિધાવ્યાને લગભગ એક સપ્તાહ પછી આવ્યો હતો.

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 3

જ્યારે હંધાય વિશ્વાસીઓ એક જ ઠેકાણે આરાધના કરવા એકઠા થ્યા હતા, ત્યારે અચાનક જ ઇ ઘર ધણધણી ઉઠ્યું આખું ઘર એક ઝંઝાવાતી પવન જેવા દેકારથી ભરાઈ ગ્યું. ને પછી આગના જેવી જીભો હંધાય વિશ્વાસીના ઉપર આવી. ઇ હંધાય પવિત્ર આત્માથી છલકાયા અને ઇ હંધાય નોખી નોખી ભાષાઓમાં બોલવા લાગ્યા.

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 4

જ્યારે યરૂશાલેમના લોકોએ આ દેકારો હાંભળ્યો ત્યારે ન્યા હું થઈ રહ્યું સે ઇ જાણવા હાટુ એક આખું ટોળુ ન્યા ભેગું થઈ ગ્યું. જ્યારે લોકો વિશ્વાસીઓને મુખે ઈશ્વરના પરાક્રમી કાર્યોને વર્ણવતા હાંભળ્યા ત્યારે એમની આંખો ફાટી ગઈ. તેઓ ખુબ જ અચંબિત થાતા વિશ્વાસીઓની વાતોનું વર્ણન પોત-પોતાની ભાષા-બોલીમાં થતું હાંભળીને ખુબ જ નવાઈ પામ્યા.

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 5

કેટલાક લોકોએ શિષ્યો પર દારૂના નશામાં ફજેતો કરી રહ્યા છે એવો દોષ કાઢ્યો. પણ ઈસુના એક શિષ્ય, પિતરે હિમંતભેર ઊભા થઈને તેઓને કહ્યું, “મારી વાત કાન ધરો ! આ લોકો કોઈ નશામાં નથી! આ તો અગાઉ ભાંખેલ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે કી જી યોએલ નામના પુરોહિત-સંતે ભાંખી હતી કે, ‘છેલ્લા દાહડાઓમાં, હું મારો આત્મા રેડી દઈશ. ’

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 6

"હે ઇસ્રાએલના લોકો, ઈસુ એક સંપુર્ણ મનુષ્ય હતા જેમણે ઈશ્વરીય શક્તિની સહાયથી ઘણા પ્રકારના ચિહ્ન અને ચમત્કારો કયરા હતા, જેને તમે તમારી સગ્ગી આંખે ભાળ્યા છે અને તમે સારી પેઠે જાણતા હોવા છતાંય. એમને તમે વધ:સ્તંભ પર જડી દીધા!"

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 7

"અને ઈસુ મૃત્યુ પામી કબરે દટાયા પણ ઈશ્વરે એમને મૂએલામાંથી સજીવન કરી દીધા. આ તો અગાઉ ભાખેલી ભવિષ્યવાણી પૂરી થયાની આ વાત છે. એમણે અગમ ભાખતા કીધુ હતું કે, ‘તું તારા પવિત્રને કબરમાં સડવા દેશે નહિ. ’અમો ઇ જ વાતના સાક્ષી છીએ કે ઈશ્વરે ઈસુને ફરીથી સજીવન કર્યો સે. "

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 8

"હાલ ઈસુ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો છે. અને જેમ એમણે વચન દીધુ હતું ઇ પ્રમાણે એમણે પવિત્ર આત્માને મોકલ્યા છે. જે વસ્તુઓ હવે તમે જોઈ અને હાંભળી રહ્યા છો, ઈ મુજબ એમણે પવિત્રઆત્માને મોકલી દીધા સે. " જે બિનાઓ બનતી તમે ભાળી રહ્યા છો ઇ તો પવિત્રઆત્માને આભારી સે.”

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 9

"તમે આજ ઈસુને વધ:સ્તંભે ઠોકી બેસાડ્યા. ” પણ આ વાત દિવા જેવી સે કે ઇશ્વરે જ ઈસુને પ્રભુ અને મસીહા(મોક્ષદાતા) બનાવ્યા સે. ”

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 10

જી વાતોનું વર્ણન પિતર કહી રહ્યો હતો, ઇ હંધાય બહુ ગંભીરતાથી હાંભળીને પ્રભાવિત થયા. એટલે એમણે પિતર અને બીજા પ્રેરિતોને પૂછ્યું, “ભાઈઓ, હવે અમારે હું કરવું જોઈએ?”

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 11

પિતરે એમને વળતો ઉત્તર દેતા કીધુ, “હરેકે પોતાનું મન પાપમાંથી ફેરવવું જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામથી બાપ્તિસ્મા(જળ-સંસ્કાર) લેવું જોઈએ એટલે તમારા પાપ-ગુન્હા માફ થઈ જશે. અને ઇ તમને પવિત્રઆત્માનું દાન આપશે. ”

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 12

પિતરે જે કીધુ એના પર લોકોએ ભરોસો કયરો અને ઈ જ દહાડે ૩૦૦૦ જેટલા લોકો ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરીને ઈસુના શિષ્યો બન્યા. એમણે બાપ્તિસ્મા(જળ-સંસ્કાર) લીધું અને યરૂશાલેમ નગરની મંડળીના સભાસદ બની ગયા.

43. ૪૩. મંડળીનો શુભારંભ — illustration 13

યો હરહંમેશા પ્રરિતોના બોધને ધ્યાનથી હાંભળતા હતા. એકબીજાની હારે સમય ગાળતા હતા, એકબીજાની હારે ભોજન લેતા હતા. અને હારે મળીને પ્રાર્થના કરતા હતા. તેઓ એકમેકની હારે મંડળીમાં ઈશ્વરને સ્તુતિના અર્પણો ચઢાવતા હતા. વળી જે કાંઈ પણ એમની કને હતું ઇ તેઓ અંદરો-અંદર વહેચતાં હતા. એકમેકની કાળજી રાખતા હતા. અને દરરોજ મંડળીમાં ઈસુ પર વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી જતી હતી.

લની એકવાર્તા :પ્રરિતોનાં કૃત્યો ૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).