44. ૪૪. પિતર અને યોહાન એક ભિક્ષુક્ને સાજો કરે છે
એક દાહડે ખરા બપોરે પિતર અને યોહાન મંદિરમાં જઈ રહ્યાં હતાં. જ્યારે તેઓ મંદિરના દરવાજે પૂગ્યા ત્યારે એમણે એક અપંગ ભિક્ષુક્ને ભિક્ષા માંગતા ભાળ્યો.
પિતરે ઇ અપંગ ભિક્ષુક ઉપર નજર કરીને કીધુ, “મારી કને તને દેવા હાટુ તો કાંઈ નાણું નથી. પણ મારી કને જે સે ઇ હું તને આપું સુ. એમ કહીં પિતરે ભિક્ષુક્ને કીધુ કે, ઈસુના નામમાં ઊઠ ઉભો થા અને હાલતો થા!”
ઇ જ વેળાએ ઈશ્વરે ઇ અપંગ ભિક્ષુક્ને સાજો કરી દીધો, અને ઇ હાલતો- ને કૂદતો ચારેકોર ફેર-ફુદરડી ફરતો, અને ઈશ્વરના ગુણલા ગાવા લાગ્યો. મંદિરના પટાંગણમાં(ચોકમાં) જી લોકો હતા ઇ હંધાય અચંબો પામી ગ્યા.
જે અપંગ ભિક્ષુક સાજો થ્યો હતો એને જોવાને હાટુ લાગલું ટોળુ એકઠું થઈ ગ્યું. પિતરે એમને ઉદ્દેશીને કીધુ, “તમે હંધાય આ વાતથી કેમ ચક-ચકિત થ્યા સો ? કે આ માણસ કેવીરીતે સાજો થ્યો હશે? આ ઘટના અમારી શક્તિથી બની નથી. પણ કેવળ ને કેવળ ઈસુના શક્તિથી આ વ્યક્તિ સાજો થયો સે."
"તમે જ રોમન રજવાડાના રાજ્યપાલને બુમ-બરડા પાડી-પાડીને કીધુ હતું ને કે, ઈસુને હણી નાખવામાં આવે. તમે જીવન દેનારને હણી નાખ્યો, પણ ઈશ્વરે એમને મૂએલાઓમાંથી જીવતા કર્યા. તમે જાણતા નહોતા કે તમે ખરેખર હું કરી રહ્યા હતા, પણ જુઓ ઈશ્વરે તમારા ઇ નઠારા કામોની ભવિષ્યવાણી હાચી ઠેરવવા હાટુ તમારો ઉપયોગ કર્યો. ઇ હાટુ કે, તમે હવે તો મન બદલાવો અને ઈશ્વર પાહે પાછા ફરો જેથી કે,તમારા અપરાધ માફ કરી દેવામાં આવે.”
પિતર અને યોહાનના મહા પરાક્રમી વિશ્વાસના કાર્યોથી મંદિરના મહંતો અને આગેવાનો હેરાન-પરેશાન હતા એટલે એમણે તેઓને બંદી બનાવ્યા. અને જેલમાં નાખી દીધા. પણ ઘણાએ બોધ પર વિશ્વાસ કયરો અને વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધીને ૫,૦૦૦ થઈ ગઈ.
બીજા દાહડે, યહૂદી સેનાપતિએ પિતર અને યોહાનને મહાપુરોહિત અને બીજા ધાર્મિક સંતો-પુરોહિતો સામે લઈ ગ્યા. એમણે પિતર અને યોહાનને પૂછ્યું કે, “તમે આ અપંગ ભિક્ષુકને કોની શક્તિથી સાજો કયરો સે?”
પિતરે તેઓને ઉત્તર દેતા કીધુ, “આ માણસ ઈસુ મસિહની શક્તિથી સાજો થઈને હાલ તમારી આગળ ઊભો સે. તમે ઈસુને વધ:સ્તંભે જડી હણી નાંખ્યા, પણ ઈશ્વરે એમને મૂએલામાંથી ફરી પાછા સજીવન કરી દીધા. તમે એમનો તિરસ્કાર કયરો, પણ જાણી લ્યો કે, તારણ પામવા હાટુ ઈસુ વિના બીજો કોઈ જ મારગ નથી.”
ાનો હેપતાય ગ્યા. પિતર અને યોહાનમાં આટલી હિંમત આવી ક્યાંથી? અધિકારીઓ જાણતા હતા કે આ લોકો(શિષ્યો) તો સાવ સાધારણ અને અભણ માણસો સે. પરંતુ પાછું એમને એ પણ સ્મરણમાં આવ્યુ કે, આ ઇ જ લોકો સે કે, જેમની હાર્યે ઈસુ રહેતા હતા. એટલે પછી તેઓએ પિતર અને યોહાનને ચીમકી આપી અને પછી છોડી મુક્યા.
લની એકવાર્તા : પ્રેરિતોનાં કૃત્યો ૩ઃ૧-૪ઃ૨૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).