45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 1

પરથમના ખ્રિસ્તી સમુદાયમાં એક માણસ હતો એનું નામ સ્તેફન હતું. તે એક સારી શાખ ધરાવતો, જાણકાર અને પવિત્રઆત્માથી ભરપૂર હતો. સ્તેફને ઘણા અજાયબ કામો કિધા હતા. વળી એ લોકોને બહુ સારી રીતે સમજાવતો હતો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 2

એક દહાડે જ્યારે સ્તેફન ઈસુ વિષે બોધ આપી રહ્યો ત્યારે, કેટલાક યહૂદીઓ એની હાર્યે વાદ-વિવાદ કરવા લાગ્યા. આ યહૂદીઓ ઈસુને માનતા ના હોતા એટલે ગુસ્સામાંથી તેઓ સ્તેફનની હાર્યે જીભા-જોડી પર ઊતરી આવ્યા. અને એને ફાંદામાં નાંખીને ધાર્મિક આગેવાનો આગળ જૂઠો ઠેરવતા કિધુ કે, “અમે આ માણસને આપણા પયંગબર મૂસા અને ઈશ્વરની વિરુદ્ધ નિંદા સાથે ટી પ્પણી કરતા સાંભળ્યો છે!” એટલે ધાર્મિક આગેવાનોએ સ્તેફનને કેદી બનાવી ધર્મના વાડા મહા-પુરોહિત આગળ રજુ કર્યો, જ્યાં એમણે સ્તેફન વિરુદ્ધ જૂઠા તહોમદારો ઊભા કરીને એને ખોટો ઠેરવ્યો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 3

વડા મહા-પુરોહિતે સ્તેફનને પૂછ્યું, “શું આ બધી વાતો સાચી છે?” સ્તેફને એમને ઇબ્રાહિમના સમયથી લઈને ઈસુના સમય સુધી ઈશ્વર દ્વારા થઈ ગયેલી મહાન વાતો યાદ કરાવતા ઉત્તર આપ્યો કે કેવી રીતે ઈશ્વરના લોકોએ એમની આજ્ઞાનો અનાદર કર્યો. ત્યારે એણે કહ્યું, “તમે કઠોર મનના અને બળવો કરનારા લોકો છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરતા રહો છો જેવી રીતે તમારા પયંગબરોને મારી નાખીને ઈશ્વરનો વિરોધ કર્યો. પણ તમે એમનાથી પણ ખરાબ કામ કર્યું! તમે ખ્રિસ્તને એટલે કે તારણહરને હણી મારી નાખ્યા!”

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 4

જ્યારે આ કડવી પણ સત્યવાન ધાર્મિક આગેવાનોએ સાંભળી એટલે તેઓ ખુબ જ કોપાયમાન થ્યા. તેઓએ પોતાના કાન જાણે કે બંધ કરી લીધા અને જોર-જોરથી દેકારો કરતા તેઓ સ્તેફનને નગરીની બહાર ઢસડી ગ્યા. અને એનું ઢીમ ઢાળી દેવા હાટુ એના પર પથ્થરમારો શરુ કર્યો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 5

પથ્થરોના મારથી જ્યારે સ્તેફન મરી રહ્યો હતો, એ વેળાએ તેણે ઊંચા અવાજે પોકાર્યું, “હે ઈસુ પિતા મારા આત્માને કબૂલ કરો.” એ પછી એણે ઘૂટણીયે પડીને મોટો ઘાંટો પાડતા પોકાર્યું કે, “હે પ્રભુ, આ દોષ એમના માથા પર ના નાંખતા.”એટલું બોલીને તે મરણ પામ્યો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 6

શાઉલ નામનો એક જુવાનીયો સ્તેફનને હણવામાં સહમત હતો. અને એ લોકોના પહેરણની રખેવાડી કરી રહ્યો હતો. જેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા. એ જ દહાડે, યરૂશાલેમમાં ઘણા લોકો ઈસુની પાછળ ચાલનારા એમના અનુયાયીઓની કનડગત(સતાવણી) કરવા લાગ્યા, એટલે વિશ્વાસથી લોકો અહી-તહી અન્ય સ્થળોએ ભાગી છૂટ્યા. એમ છતાંય એ જ્યાં પણ ગયા ન્યા એમણે ઈસુની શુભ સુવાર્તાનો પ્રચાર-પ્રસાર કર્યે જ રાખ્યો

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 7

ઈસુનો એક શિષ્ય કે, જેનું નામ ફિલિપ હતું એ વિશ્વાસીઓમાંનો એક હતો. એ પણ સતાવણીના કારણે યરૂશાલેમ છોડીને ભાગી ગ્યો હતો. એ સમરૂન નગરીમાં ગ્યો. ન્યા એણે ઈસુની સુવાર્તાનો પ્રચાર-પ્રસાર કર્યો. એથી ઘણા લોકો ઉદ્ધાર પામ્યા. એક દહાડે, ઈશ્વરના દૂતે ફિલિપને વન-વગડાના મારગે જવાનો આદેશ આપ્યો. જ્યારે એ મારગે હાલતો હતો ત્યારે ફિલિપે કૂશ મલકના એક મોટા અમલદારને પોતાના રથ પસાર થતા ભાળ્યો. એ વેળાએ પવિત્ર આત્માએ ફિલિપને જણાવ્યું કે, “જા અને આ વ્યક્તિ હાર્યે વાર્તાલાપ કર!.”

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 8

જ્યારે ફિલિપ રથની કને ગયો ત્યારે એણે ખોજાને યશાયા પુરોહિતનું પવિત્ર ગ્રંથ વાંચતા ભાળ્યો. એ વાંચી રહ્યો હતો કે, “તેઓ એમને ઘેટાંની જેમ વધ કરવા હાટુ લઈ ગ્યા તેમ છતાંય તેઓ ઘેટાંની જેમ શાંત રહે તેમ શાંત જ હતા, એમણે જીભે એક પણ હરફ સુધ્ધાં ના ઉચ્ચાર્યો. તેઓએ એમની હાર્યે અન્યાયથી વ્યવહાર કર્યો અને એનો અનાદર કર્યો. અને આખરે તેઓએ એનો પ્રાણ હરી લીધો.”

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 9

ફિલિપે ખોજાને પૂછ્યું, “તમે જે વાંચી રહ્યા છો શું તમે સમજી પણ રહ્યા છો?” ખોજાએ ઉત્તર દેતા કિધુ “ના હો. જ્યાં લગી મને કોઈ સમજાવે નહિ ત્યાં લગન હું કેમ સમજી શકું. મહેરબાની કરીને મારી હાર્યે આવ અને બેસ. શું યશાયા પુરોહિત આ હંધુય પોતાના વિશે લખે છે કે, કોઈ બીજાના હાટું ક્યે છે?

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 10

ફિલિપે ઈથિયોપિયાના મલકના એ માણસને સમજાવતા કિધુ કે, યશાયા પુરોહિત ઈસુના વિષે લખે છે. ફિલિપે પવિત્ર ગ્રંથના બીજા ખંડોના સારાંશનો ઉપયોગ કરીને ઈસુની આખે-આખી સુવાર્તા એને સંભળાવી દિધી.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 11

મારગમાં જાતા ફિલિપ અને ઈથિયોપિયાના મલકના રહેવાસી જ્યાં થોડુ પાણી હતું ન્યાં પૂગ્યા. એટલે ઈથિયોપિયાના રહેવાસીએ કિધુ, જુઓ! અહીંયા થોડુ પાણી છે! શું મને હાલ જ બાપ્તિસ્મા(જળસંસ્કાર) મળી શકે?” એટલે એણે રથ થોભાવવાનો આદેશ કર્યો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 12

એ પછી એ બેઉ પાણીમાં ઊતર્યા, અને ફિલિપે ખોજાને બાપ્તિસ્મા(જળસંસ્કાર) કારવ્યું. જ્યારે તેઓ પાણીમાંથી બહાર નીકળ્યા ત્યારે પવિત્ર આત્મા અચાનક જ ફિલિપને અન્યત્ર લઈ ગયા. ન્યા એણે લોકોને ઈસુની સુવાર્તાનો પ્રચાર-પ્રસાર કર્યે રાખ્યો.

45. ૪૫. ફિલિપ અને કૂશ મલકનો અધિકારી — illustration 13

ઈસુને પામીને ખુબ જ હરખાયો અને પોતાના ઘર તરફની મુસાફરીએ હાલતો થ્યો.

લની એક વાર્તાઃપ્રેરિતોનાં કૃત્યો 6:8-8:5; 8:26-40

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).