46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 1

શાઉલ એક જુવાનિયો માણસ હતો. જે લોકોના પહેરણની રખેવાળી કરતો હતો. જેઓએ સ્તેફનને હણી નાંખ્યો તેઓ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરતો નહોતા. શાઉલ પણ એમાનો એક જ કરતા હતો. અને એટલે જ એ વિશ્વાસીઓને કનડગત કર્યા કરતો હતો. એ યરૂશાલેમના ઘેર-ઘેર જઈને પુરુષો અને બાઈઓને કેદી બનાવતો હતો કે, જેથી એ તેઓને જેલમાં પૂરાવી શકે. ધર્મોધ્યક્ષે પુર્રોહિત શાઉલને મંજૂરી આપી દીધી હતી કે, એ ખ્રિસ્તીઓને બંદી બનાવવા હાટુ દમસ્ક નગરમાં જાય. અને એમને અહીં યરૂશાલેમમાં લઈ આવે.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 2

જ્યારે શાઉલ દમસ્કના મારગે હાલતો હતો ત્યારે આકાશમાંથી એક મોટા ઝબકારાના પ્રકાશે એને પાડી નાંખ્યો. શાઉલે કોઈકને એમ કહેતા સાંભળ્યો કે, “શાઉલ! શાઉલ! તું મને કેમ કનડે છે?” શાઉલે હેલતાઈને પૂછ્યું, “પ્રભુ, તમે કોણ છો?” ઈસુએ જવાબ દીધો, “હું ઈસુ છું કે, તું જેને હેબતાઈને કનડયા કરે છે તે !”

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 3

જ્યારે શાઉલ ઊઠ્યો, ત્યારે એ કાંઈ ભાળી શકતો નહોતો. એના સાથીદારોને એને દમસ્ક બાજુ ટીંગાટોળી કરીને લઈ જવો પડ્યો. શાઉલે ત્રણ દહાડા લગી કાંઈ ખાધું કે પીધું નહિ.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 4

દમસ્કમાં અનાન્યા નામનો પ્રભુનો એક શિષ્ય વસતો હતો. ઈશ્વરે એને જણાવ્યું,કે, “જે ઘરમાં શાઉલ રોકાયેલો છે ન્યા જા. અને એના પર તારો હાથ મૂક. એટલે એ ફરીથી ભાળતો થાશે. ” પણ અનાન્યાએ કીધું “અરે! મારા પ્રભુ આ માણસે તારા વિશ્વાસીઓને કેવી કનડગત કરી ને કાળો કેર વર્તાવ્યો છે?એ બારામાં મે સાંભળ્યું છે .ઈશ્વરે એને ઉત્તર દીધો, “તું જા! મેં એને પસંદ કર્યો છે કે, એ યહૂદીઓ તથા અન્ય જાતિના લોકોને મારું નામ જણાવે. અને એ એમ કરતા મારા નામને હાટે એને ઘણા કષ્ટો ઉઠાવવવા પડશે. ”

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 5

એ સાંભળીને અનાન્યા શાઉલ કને ગ્યો, ને એના માથા ઉપર તેનો હાથ મુક્યો, અને એને કીધું કે, “મારગમાં હાલતા તને જે પ્રગટ થ્યા, એમણે મને તારી કને મોકલ્યો છે. જેથી તારોઅંધાપો દૂર થાય અને તું પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકે. શાઉલ તરત જ પાછો દેખતો થઈ ગ્યો અને અનાન્યાએ એને બાપ્તિસ્મા(જળસંસ્કાર) આપ્યું. એ પછી એણે ભોજન કર્યું અને એનામાં પાછી સ્ફૂર્તિ આવી.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 6

એ સમયે, શાઉલ દમસ્કમાં રહેતા યહૂદીઓને પ્રચાર કરવા લાગ્યો કે, “ઈસુ જ ઈશ્વરના દીકરા છે!” યહૂદી લોકોને બહુ જ નવાઈ લાગી કે, જે માણસ વિશ્વાસીઓને હતા-નહતા કરવાની પેરવીમાં હતો, એને જ ઈસુની લગની લાગી ગઈ. શાઉલ બહુ નક્ક્ર્તાતાથી યહૂદીયોમાં એ સાબિત કરતો હતો કે, ઈસુ એ જ ખ્રિસ્ત એટલે કે, તારણહાર છે.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 7

ઘણાં વખત પછી, યહૂદીઓએ જ શાઉલને પતાવી દેવાની યોજના ઘડી કાઢી. એમણે નગરના મુખ્ય માર્ગો અને પ્રવેશદ્વારો પર નજર રાખવા માણસોને ઊભા કર્યા. કે જેથી એનું કાસળ કાઢી શકાય. પરંતુ શાઉલે એ યોજનાની ખબર પડી ગઈ અને એ સાબધે થઈ ગયો. એમાં એના સાથીમિત્રોએ બચવામાં છુપી મદદ કરી. એક રાત્રે કરંડિયામાં છુપાવી એને કોટની પાર રવાના કર્યો. દમસ્કથી નીકળીને પણ એણે અન્ય જગ્યાઓમાં ઈસુનો પ્રચાર-પ્રસાર કરવાનું શરુ જ રાખ્યું.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 8

શાઉલ શિષ્યોને મળવા હાટુ યરૂશાલેમમાં ગ્યો. પરંતુ શિષ્યો શાઉલના ભૂતકાળને કારણે(પહેલાના જીવનને લીધે ગભરાયેલા હતા. પછી બર્નાબાસ નામના એક શિષ્યે પહેલ કરી. શાઉલને પ્રેરિતોની મુલાકાત કરાવી. અને એ પણ જણાવ્યું કે, શાઉલે કેવી રીતે હિંમતથી દમસ્કમાં ઈસુને પ્રગટ કર્યા હતા. એ હંધીય ઘટનાઓ વર્ણવી એટલે શિષ્યોએ શાઉલનો પણ શાઉલનો સ્વીકાર કર્યો.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 9

કેટલાક વિશ્વાસીઓ જે યરૂશાલેમમાં થયેલી કનડગતથી ગભરાઈને ભાગી ગયા હતા. તેઓ દૂર એવા અંત્યોખ નગરમાં ચાલ્યા ગ્યા. અને ન્યા એમણે ઈસુને પ્રગટ કર્યો. અંત્યોખમાં યહૂદીઓની સંખ્યા વધારે ન હતી, પણ પ્રથમ વેળા તેઓમાંથી ઘણા વિશ્વાસીઓ તરીકે પોતાને જાહેર કર્યા. બાર્નાબાસ અને શાઉલ આ નવા-સવા વિશ્વાસીઓની કને ગયા. જેથી તેઓ તેમને ઈસુના વિશે ઊંડાણથી સમજાવી શકે. અને ખ્રિસ્તી સમુદાય તરીકે એમને બરાબર સ્થિર કરી શકે. અંત્યોખમાં વિશ્વાસીઓ સૌ પ્રથમ “ખ્રિસ્તી” તરીકે ઓળખ પામ્યા.

46. ૪૬. પાઉલ ખ્રિસ્તનો અનુયાયી બને છે — illustration 10

એક દહાડે, જ્યારે અંત્યોખના હંધાય ખ્રિસ્તીઓ ઉપવાસ સહિત પ્રાર્થના કરી રહ્યા હતા, એ વેળાએ પવિત્ર આત્મા એ તેમને કીધું કે, “બાર્નાબાસ અને શાઉલને મારુ કામ કરવા હાટુ તમારાથી અલગ કરો(છુટા પાડો)( અલગ તરવો),જે હેતુ માટે મેં એમને તેડ્યા છે. એ પૂર્ણ થાય એટલે અંત્યોખની મંડળીએ બાર્નાબાસ અને શાઉલ હાટુ પ્રાર્થના કરી અને એમને બીજા વિસ્તારો હાટુ ઈસુને પ્રગટ કરવા મોકલ્યા. બાર્નાબાસ અને શાઉલે ઘણી બધી કોમના લોકોને ઈસુની શુભ સુવાર્તા સુણાવી. અને એનાથી ઘણા લોકોએ ઈસુ પર વિશ્વાસ જાહેર કર્યો.

બાઇબલની એક વાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૮ઃ૩; ૯ઃ૧-૩૧; ૧૧ઃ૧૯-૨૬; ૧૩ઃ૧-૩

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).