47. ૪૭. ફિલિપી નગરીમાં પાઉલ અને સિલાસ
જ્યારે શાઉલ આખાય રોમન રજવાડાના મલકમાં મુસાફરી કરવા લાગ્યો ત્યારે એ પોતાના રોમન નામ “પાઉલ” નો ઉપયોગ કરવા લાગ્યો. એક દાહાડે, પાઉલ અને એનો મિત્ર સિલાસ ઈસુની સુવાર્તા પ્રચાર કરવા હાટુ ફિલિપી નગરીમાં ગ્યા. આ નગરી બહાર એક નદીને કાંઠે એક જગાએ તેઓ પૂગ્યા. જ્યાં લોકો પ્રાર્થના કરવા હાટુ એકઠા થ્યા હતા. ન્યા તેઓને લુદિયા નામની બાઈ મળી. જે એક વેપારી હતી. પણ એ ઈશ્વરને ચાહતી હતી. અને એની આરાધના કરતી હતી.
ઈશ્વરે લુદિયાનું અંતરંકરણને ખોલી દીધુ કારણ કે, એ ઈસુની સુવાર્તા પર ભરોસો કરતી હતી. વળી એણે અને એના કુટુંબે બાપ્તિસ્મા લીધું. એણે પાઉલ અને સિલાસને પોતાના ઘરે રહેવા નોતરું દીધું. એટલે તેઓ ભાઈને અને તેનું કુટુંબ સાથે રહ્યા.
પાઉલ અને સિલાસ મોટા ભાગે લોકોને પ્રાર્થના કરવાની જગ્યાએ મળ્યાં કરતા હતા. હરવખત જ્યારે તેઓ એમ મળતા હતા, ન્યા આશુરી -આત્માથી પીડિત એક છોકરી એમની વાંહે-વાંહે ફર્યા કરતી હતી. આશુરી આત્મા વડે એ છોકરી લોકોને એમનું ભવિષ્ય ભાખની હતી. એટલે એક જોષ જાનારી આધારે જ્યોતિષીના રૂપમાં એના માલિકોને સોનાની મરઘીની જેમ નાણા ઉપજાવી આપતી હતી.
જ્યારે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દાસી બૂમો પાડીને જોર-જોરથી કહેતી હતી કે, “આ માણસો સૌથી મોટા ઈશ્વરના સેવકો છે. તેઓ તમને મોક્ષ પામવાનો મારગ બતાવી રહ્યા છે. ”આ જ રીતે એ કર્યા કરતી એટલે એનાથી પાઉલ નિરાશ થઇ ગ્યો.
છેવટે એક દહાડે દાસીએ બૂમ-બરાડા પાડવાનું શરૂ કર્યું, તો એની અંદર રહેલા આશુરી આત્માને પાઉલે કહ્યું, “ઈસુના નામમાં તેનામાંથી બહાર નીકળી આવ. ” ને એ જ વેળાએ આશુરી શક્તિએ એને છોડી દિધી.
એટલે એ છોકરીના માલિકો ઘણા કોપાયમાન થ્યા. તેઓ જાણી ગ્યા કે, આશુરી આત્માની શક્તિ વગર હવે આ છોકરી લોકોનું ભવિષ્ય ભાગી શકશે નહિ. એનો સીધો અરથ એ થ્યો કે, હવે એ ભવિષ્ય ભાખવાને સમર્થે નથી રહી ને હવે એના તરફથી જે આવક એના માલીકોને થતી હતી એ થશે નહિ.
એટલે દાસીના માલિકો પાઉલ અને સિલાસને રોમન રજવાડાના અધિકારીઓની કણૅ લઈ ગ્યા. એમણે એમને માર માર્યા અને જેલમાં પૂરી દીધા.
એમણે પાઉલ અને સિલાસને જેલની અંદરના ગુપ્તખાનામાં નાખ્યા. એટલે સુધી કે, એમનાં પગોમાં ભારેખમ બેડીઓ પહેરાવી દીધી. એમ છતાંય તેઓ મધરાતે તેઓ ઈશ્વરના ગુણલા ગાતા હતાં.
અચાનક જ ન્યા એક ભયંકર ભૂંકપ આવ્યો. જેલના હંધાય દરવાજા ખૂલી ગ્યા. અને હંધાય કેદીઓની બેડીઓ તૂટી ગઈ.
રખેવાળ સિપાઈ જાગી ગ્યો. એણે ભાળ્યું કે, જેલના દરવાજા તો ખુલ્લી ગ્યા છે. એના મોતિયા મરો ગ્યા ડરના માર્યા એણે વિચાર્યું કે, હંધાય કેદી ભાગી છૂટ્યા છે. એટલે સરકારના ડરથી એણે પોતાને મારી નાખવાની યોજના બનાવી. (એ બહુ સારી રીતે જાણતો હતો કે, કેદીઓ ભાગી જશે તો રોમન અધિકારીઓ એને જીવતો નહિ જાવાદે. ) પરંતુ પાઉલે એને એમ કરતા ભાળ્યો ને બૂમ પાડી, “થોભી જા! પોતાને આત્મઘાત કર માં! અમો અહીં જ છીએ. ”
રખેવાળ સિપાઈ થરથરતો પાઉલ અને સિલાસની કણે આવ્યો, અને પૂછ્યું “ઉદ્ધાર પામવા હાટુ હું શું કરું?” પાઉલે ઉત્તર દિધો, “જો તું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો કરીશ તો તું અને તારા ઘરના હંધાય ઉદ્ધાર પામશો. ”ત્યારે એ રખેવાળ સિપાઈ પાઉલ અને સિલાસને પોતાના ઘરે લઈ ગ્યો. અને એમના ઘા ધોયા. પાઉલે રખેવાળ સિપાઈના ઘરના હંધાયને ઈસુની સુવાર્તા સંભળાવી.
રખેવાળ સિપાઈએ અને એના પૂરા કુટુંબે ઈસુ પર ભરોસો કર્યો અને બાપ્તિસ્મા લીધું. એ પછી રખેવાળ સિપાઈએ પાઉલ અને સિલાસને ભોજન પીરસ્યું અને હારે આનંદ કર્યો.
બીજા દાહાડે નગરના અધિકારીઓએ પાઉલ અને સિલાસને છોડી મુક્યા. અને એમને ચેતવ્યા કે, તમે ફિલિપી નગરીને છોડીને હાલતા થાવ. પાઉલ અને સિલાસ લુદિયા અને બીજા સાથી વિશ્વાસીઓની મુલાકાત-સંગત કરીને ફિલીપી નગર છોડી દીધું. ઈસુની સુવાર્તા પવનવેગે ફેલાતી ગઈ. અને ખ્રિસ્તી સમુદાય વધતો ગયો.
પાઉલ અને બીજા ખ્રિસ્તી આગેવાનોએ ઇસુનેપ્રગટ કરતા સુવાર્તાનો પ્રચાર-પ્રસાર અને ઊંડું શિક્ષણ આપવા નગરયાત્રાઓ કરી. એમણે મંડળીના વિશ્વાસીઓને પ્રેરણા આપતા અને સુવાર્તા પચાર કરવા હાટુ ઘણા પત્રો પાઠવ્યા. એમાના ઘણા પત્રો પવિત્રગ્રંથ બાઇબલની પુસ્તકો બની ગ્યા.
બાઇબલની એકવાર્તાઃ પ્રેરિતોનાં કૃત્યો ૧૬ઃ૧૧-૪૦
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).