48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા)

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 1

જ્યારે ઈશ્વરે (પૃથ્વીનું) સૃષ્ટિનું સર્જન કયરું, ત્યારે હંધુય સંપૂર્ણ હતું. એમાં કોઈ પાપ કે એની દૃષ્ટતા હતી જ નહિ. આદમ અને હવા એક-મેકને પ્રેમ કરતા હતા, અને તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા. અને એમને કોઈ બિમારી લાગુ પડી શકતી નહોતી વળી તેઓ મૃત્યુને પણ આધીન ન હતા. કારણ કે મુત્યુ હતું જ નહિ. જેવું ઈશ્વરના મનમાં હતું એવું જ જગત પવિત્રતાઈને ધોરણે ચાલતું હતું.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 2

હવાને લલચાવવા હાટુ શેતાને એરુનો ઉપયોગ કરીને એદન વાડીમાં એની હાર્યે વાર્તાલાપ કર્યા. ઇ પછી આદમ અને હવા શેતાનના વાર્તાલાપની છેતરામણી ચુંગાલમાં ફસાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કયરુ. એટલે એની પાપી અસરથી, પૃથ્વી પર હરેક વ્યક્તિ બિમારીને આધિન થઈને મૃત્યુ વરે સે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 3

આદમ અને હવાના પાપ કર્યાને કારણે એક ખતરનાક વાત ઇ બની કે, તેઓ ઈશ્વરના શત્રુ બની ગયા. આનું પરિણામ ઇ આવ્યું કે, આદમની પેઢી સમસ્ત માનજાત પાપી સ્વભાવથી પેદા થાય છે. અને ઇ પણ ઈશ્વરનો શત્રુ છે. ઈશ્વર અને માણસની વચ્ચેનો અતુટ સંબંધ પાપને કારણે જ તૂટી ગ્યા. પરંતુ ઈશ્વરની કને ઇ સંબંધને ફરીથી બાંધવા હાટુ એક યોજના હતી.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 4

દેવે વચન દીધુ કે, હવાના વશંવેલામાંથી એક શેતાનના માથાને છુંદી નાખશે, અને શેતાન એના પગની એડીને(પેનીએ) ઘા દેશે. એનો અરથ ઇ થ્યો કે, શેતાન મસિહને મારી નાખશે, પરંતુ ઈશ્વર એમને ફરીથી સજીવન કરશે. ત્યાર બાદ મસિહ શેતાનની શક્તિને સદાયને માટે નામશેષ કરશે. એના કેટલાક કાળ પછી ઈશ્વરે પ્રગટ કીધુ કે, ઈસુ જ ખ્રિસ્ત(તારણહાર) સે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 5

જ્યારે ઈશ્વરે મહાજળપ્રલય વડે હંધીય પૃથ્વીનો નાશ કિધો, ત્યારે એણે એક મોટું વહાણ બનાવવાનું કીધુ જેથી જે ઈશ્વર પર ભરોસો કરીને એમાં બેસનારાને ઊગારી શકાય. એવી જ રીતે દરેક પોતે પોતાના પાપો ને કારણે મરણ યોગ્ય છે, પરંતુ ઈશ્વરે ઈસુને મોકલી આપ્યાં. ઇ હાટુ કે, જે કોઇ એમના પર ભરોસો કરે એને ઉગારી શકાય.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 6

યુગોથી પુરોહિતો લોકોને હાટુ ઈશ્વરને બલિ ચઢાવતા. જેથી એમને જાણ થાય કે, એમના પાપોનું પરિણામ કેવળ દંડ જ છે. પણ એ બલિ એમના પાપોના પરિણામને દૂર કરી શક્યું નહી. ઈસુ મહામોટા અને સર્વસર્વાં મહાપુરોહિત છે. બીજા પુરોહિતની ગોડ્યે નહી, પણ એમણે હંધાયને હાટુ પોતે જ પોતાનું હવિ બલિદાનમાં પરમેશ્વરની આગળ ચઢાવ્યું. જેથી જગતના લોકના હંધાય પાપોનું નિવારણ થાય. ઈસુ પૂરી રીતે જણાયેલા મહાપુરોહિત સે. એમણે હંધાયના પાપોના પરિણામનો દંડ પોતાના માથે ચડાવી લીધો.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 7

ઈશ્વરે ઇબ્રાહિમને કીધુ, “પૃથ્વીની હંધીય જાતિઓ તારા થકી આશીર્વાદ પામશે. ”ઈસુ, ઇબ્રાહિમના વંશમાં જનમ્યા હતા.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 8

એટલે હંધીય કોમ એમના વડે જ આશીર્વાદિત પામી છે, કેમકે હરેક જે ઈસુ પર ભરોસો રાખે સે, એના પાપોનું નિવારણ ઈસુ બને છે, અને ઇ મોક્ષ પામે છે. અને ઇ રીતે આપોઆપ વ્યક્તિ ઇબ્રાહિમનું આત્મિક સંતાન બની જાય છે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહિમને પોતાના દીકરા, ઇસાહકનું બલિ ચઢાવવાનું કીધુ તો ઈશ્વરે ઈસાહક બદલામાં બલી તરીકે એક ઘેટાને પુરું પાડયું. આપણે હંધાય આપણા પાપોને લીધે મરણને જ યોગ્ય છીએ. એમ છતાંય ઈશ્વરે એમના પુત્ર, ઈસુને આપણા બદલે મરવાને મોકલી આપ્યા.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 9

જ્યારે ઈશ્વરે મિસર મલકમાં છેલ્લી મહામારીની આફત મોકલી, ત્યારે ઈશ્વરે દરેક ઇસ્રાએલી પરિવારને આદેશ આપ્યો હતો કે, તેઓ એક બલીને માટે અલગ કરાયેલ સંપૂર્ણ ઘેટાંનું બલિદાન ચઢાવે અને એનું લોહી પોતાના ઘરની ડેલીએ દરવાજાની બારશાખો પર ચારેકોર ફેલાવી દે. જ્યારે ઈશ્વરે જેટલી ડેલીઓ ઉપર છંટકાવ થયેલા લોહીને ભાળ્યું. ત્યારે એમણે એટલા ઘરને છોડીને બાકીના લોહીના છંટકાવ વિનાના ઘરમાંના પ્રથમપિંડે જન્મેલા દીકરાનો નાશ કયરો. આ ઘટના પાસ્ખાપર્વ તરીકે ઓળખાય છે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 10

ઇસુ ઇ આપણા પાસ્ખાપર્વનું ઘેટું છે. તેઓ સંપૂર્ણ અને નિષ્કલંક હતા. અને એમને પાસ્ખાના ઉત્સવ સમયે મારી નાંખવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પણ માણસ ઈસુ પર ભરોસો કરે છે, ત્યારે ઈસુ એના પાપોનું મુલ્ય ચૂકવે છે અને ઇ માણહ ઈશ્વરના દંડથી ઉગરી જાય છે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 11

જયારે ઈશ્વરે ઇઝરાએલને વચન દીધુ હતું કે, તેઓ એમના પસંદ કરેલા ખાસ લોકો હતા. પરંતુ હવે ઈશ્વરે એક નવો કરાર કર્યો જે હંધાય લોકો હાટુ સે. આ નવા કરાર દ્વારા કોઈ પણ જાતિનો કોઈ પણ મનુષ્ય જો ઈસુમાં ભરોસો કરે તો ઇ ઈશ્વરના ખાસ લોકોમાનો એક બને છે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 12

મૂસા એક મહાન સંત-મહંત હતો, જેણે ઈશ્વરના વચનને પ્રગટ કર્યું. પણ ઈસુ તો હંધાય સંત-મહંત અને પુરોહિતો મહાન હતા. કારણ કે તેઓ સ્વયં ઈશ્વર છે, જે કાંઈ પણ તેઓ બોલ્યા અને કીધુ કે ઇ ઈશ્વરના શબ્દો અને મહાકામો હતા. અને એટલે જ ઈસુને ઈશ્વરનો શબ્દ કિધો સે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 13

ઈશ્વરે દાઉદ રાજાને વચન દીધુ હતું કે, એના વંશવેલામાંથી એક, પ્રભુના લોકો પર, સર્વકાળ રજવાળું ચલાવશે. કેમકે ઈસુ ઈશ્વરનો દીકરો મસિહ છે. એ ખ્રિસ્ત(તારનાર) છે. એ દાઉદ રાજાનો ખાસ વંશજ છે, જેનું રજવાડું હરહંમેશને સદાકાળ રહેશે.

48. ૪૮. ઈસુ એ જ આવનાર મસિહા(મોક્ષદાતા) — illustration 14

દાઉદ ઇઝરાયેલનો રાજા હતો, પરંતુ ઈસુ તો અખિલ બ્રહ્માંડના મહારાજા છે. તેઓ પુનઃપધારશે. અને પોતાના રજવાડામાં ન્યાય અને શાંતિ સ્થાપી હર હંમેશને માટે રાજ્ય કરશે.

બાઇબલની એકવાર્તાઃઉત્પત્તિ ૧-૩,૬,૧૪,૨૨; નિર્ગમન ૧૨,૨૦; ૨શમુએલ ૭; હિબ્રૂ ૩ઃ૧-૬, ૪, ૧૪-૫ઃ૧૦, ૭ઃ૧-૮ઃ૧૩, ૯ઃ૧૧-૧૦ઃ૧૮; પ્રકટીકરણ ૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).