49. ૪૯. ઈશ્વરનો નવો કરાર
ઈશ્વરના દૂતે મરિયમ નામની કુમારિકાને કીધુ કે, તું ઈશ્વરના દીકરાને જણશે. ઇ વેળાએ મરિયમ કુંવારી હતી. ને એણે એક દીકરાને જણ્યો. અને ઈશ્વરના કિધા પ્રમાણે એણે એનું નામ ઈસુ પાડ્યું. ઇ હાટુ કે, ઈસુ પૂર્ણ રીતે માણસ અને પૂર્ણ રીતે ઈશ્વર બેઉ છે.
ઈસુએ અનેકાનેક અદ્દભુત ચમત્કારો કયરા. ઇ પરચાઓથી પ્રમાણિત થાય સે કે તે ઈશ્વર છે. તેઓ પાણી પર હાલ્યા, દરિયાની મહાઆંધીને શાંત કયરી, ઘણાય બિમારોને સાજા કયરા, આસુરી આત્માઓને હાંકી કાઢ્યા, મરેલાઓની જીવીત કયરા, વળી પાંચ રોટલી અને બે નાની માછલીમાંથી ૫,૦૦૦ કરતા વધારે માણસોને ખાતાં વધે એવો ચમત્કાર કયરો.
ઈસુ એક મહાન માસ્તર પણ હતા. અને ઇ અધિકાર હાર્યે બોલતા હતા. એમણે શિક્ષણ આપતા શિખવ્યું કે, તમે બીજાને એવી રીતે પ્રેમ કરો કે, જેવો તમે તમારી જાત્યને કરો સો.
એમણે શીખવતા સમજાવ્યું કે, તમારે હંધીય ચીજો અને સંપતિ કરતા પણ વધારે પ્રેમ ઈશ્વર પર રાખવો જોઈએ.
ઈસુએ કીધુ કે, ઈશ્વરનું રજવાડું આ હંધાય સંસાર સધળી વસ્તુઓથી વધારે મૂલ્યવાન છે. ઈશ્વરના રજવાળામાં જીવવું એ કોઈ પણ માણસને હાટુ બહુ મોટી વાત છે. ઈશ્વરના રજવાડામાં પેસવા હાટુ, તમારે તમારા પાપથી મુકત થવા હાટુ ઉદ્ધાર(મોક્ષ) મેળવવો ખુબ જ જરૂરી છે.
ઈસુએ કીધુ કે, ઘણા લોકો તેમને સ્વીકારશે અને એમનો ઉદ્ધાર થાશે. પણ એવા ઘણાંય હશે તેઓ એવું માનશે નહિ. એમણે કીધુ કે, કેટલાંક લોકો સારી ફળાઉ જમીન સરીખા હોય છે કે, તેઓ ઈસુની આ સુવાર્તાનો સ્વીકાર કરીને ઉદ્ધાર(તારણ) પામશે. પણ બીજા કોરા પાણા જેવી રેતાળ જમીન જેવા હશે કે, જ્યાં ઈશ્વરની વાતોના બીજ એમાં ખુપતા નથી, અને કોઇ ફસલ પાકતી નથી. એવા લોકો ઈસુના બોધનો અનાદર કરે છે અને અંતે તેઓ ઈશ્વરના રજવાડામાં પ્રવેશ કરી શકતા નથી.
ઈસુએ શિક્ષણ દેતા ઇ શિખવ્યું કે, ઈશ્વર પાપીઓની ઉપર ઘણો પ્રેમ રાખે છે ને, તેઓ એમને માફ કરવા તલપાપડ છે. વળી તેમને પોતાનાં સંતાન બનાવવાની ઇચ્છે રાખે છે.
ઈસુએ બોધમાં એમ કીધુ કે, ઈશ્વર પાપને ધિક્કારે છે. જ્યારે આદમ અને હવાએ ઈશ્વરનો અનાદર કરી પાપ કયરું ત્યારે એના પરિણામે ઇના હંધાય સંતાનો પર એની અસર થઈ. ઇ અસર તો એટલી બધી ખતરનાક હતી કે, અત્યારે જગતનો એક-એક માણહ પાપ કરે છે અને ઇ પાપને લીધે માણહ ઈશ્વરથી દૂર છે. એટલે મનુષ્ય પાપી અવસ્થાની વૃતિને કારણે ઈશ્વરનો શત્રુ બની ગ્યો.
એમ છતાંય ઈશ્વરે આ પાપી જગતમાના મનુષ્યની ઉપર એટલો બધો પ્રેમ કયરો કે, એમણે પોતાના એકના એક દીકરાને દઈ દીધો, એટલે જે કોઈ એમના પર ભરોહો કરે એને પાપનો દંડ ભોગવવો ના પડે, પણ ઇ ઈશ્વરની હાર્યે એમના રજવાડામાં હરહંમેશને હાટુ વસે.
પોતાની પાપી વૃતિને લીધે તમે અપરાધી ઠરી ચુક્યા છો અને તમને મૃત્યુદંડ થાય એમાં કાંઈ ખોટું નથી. ખરેખર તો આને કારણે ઈશ્વર તમારા પર કોપાયમાન થવા જોઈએ. પરંતુ આપણા હંધાયના અપરાધનો કોપ ઈસુ પર કાઢ્યો. જ્યારે ઈસુ વધ:સ્તંભ ઉપર વધેરાયા ત્યારે એમણે આપણા પાપની હાટુ ઇ સજા ભોગવી.
ઈસુએ કદીએ કોઈ પાપ કર્યું જ નહોતું, એમ છતાંય નકલંક એવા એમણે આપણી સજા એમના માથે ઓઢી અને આપણી જગાએ એમણે ઇ કલંકીત મરણ પસંદ કયરું એમણે વધઃસ્તંભ પર સંપૂર્ણ બલિદાનના રૂપમાં આપણા તથા હંધાય મલકના હરેકને હાટુ પોતાની પવિત્ર જાતને અર્પણ કરી દીધી. ઈસુ એટલે સ્વેચ્છાએ (રાજીખુશીથી) પોતાનું અર્પણ કયરું કે ઈશ્વર આપણા ગમે-તેવા અને કોઈ પણ પ્રકારના પાપોની માફી દઇ હકે, એટલે હુંધી કે, આપણા ભયાનક, માફ નો કરી હકાય એવા નરાધમ અપરાધો પણ ઈસુના દીધેલા બલિદાનને લીધે માફ થઈ હકે છે.
તમારા સતકાર્યો તમને બચાવી શકતા નથી કે, જેનાથી પવિત્ર અને સર્વશક્તિમાન ઈશ્વર હાર્યે તમે સંબંધ સ્થાપિને વ્યવહર કરી હકો! ફક્ત ઈસુ જ તમારા પાપોને ક્ષમા કરી શકે છે. તમારે ભરોસો કરવો જ રહ્યો કે, ઈસુ ઈશ્વરનો દીકરો છે, જે તમારી જગ્યાએ વધ:સ્તંભ પર વધેરાય ગ્યા. અને ઇ પછી ઈશ્વરે એમના બલિદાનનો સ્વીકાર કરી એમને મૂએલામાંથી (મરણમાંથી) સજીવન કયરા.
જે કોઈ ઈસુ પર ભરોહો કરશે અને ઈસુ ઇ જ પ્રભુ સે એમ સ્વીકારશે એનો જ ઉદ્ધાર(મોક્ષ) થાશે. પરંતુ જે કોઈ ઈસુ પર ઈ રીતે ભરોસો કરતો નથી એવા કોઈ પણ જણને ઈશ્વર બચાવશે નહિ. ઇ વાત બહુ ખાસ નથી કે, તમે અમીર કે ગરીબ, પુરુષ કે બાઈ, ઘરડાં કે યુવાન, કે પછી ક્યા મલકના રહેવાસી છો? બસ ઇ વાત મોટી છે કે, તમે ઈસુ પર ભરોસો કરો. જેથી ઈશ્વર તમારી હાર્યે સાવ અંગત(અંતરંગ) સંબંધ સ્થાપી શકે.
ઈસુ તમને એમના પર ભરોસો કરવા અને બાપ્તિસ્મા(જળસંસ્કાર) લેવા હાટુ નોતરે છે. શું તમે ઇ ભરોહો કરો છો કે, ઈસુ જ મસિહા (મોક્ષદાતા) છે અને ઇ જ ઈશ્વરના એકના એક દીકરા છે.! શું તમે ભરોસો કરો છો કે, તમે પાપી છો અને એને લીધે ઈશ્વરના દંડને યોગ્ય છો. શું તમે ભરોસો કરો છો કે ઈસુ તમારા ભૂંડા હા અતિભૂંડા પાપોને હરવા હારું વધ:સ્તંભ પર વધેરાયા ને મરણ પામ્યા?
એટલે જો તમે ઈસુ પર અને એમણે જે કાંઈ આપણે માટે મહાન કામ કયરું એના પર શ્રદ્ધા રાખો છો અને કબૂલ કરો છો કે ઈસુ ઇ પ્રભુ છે તો તમે મોક્ષ પામો છો અને તમે હવે એક ખ્રિસ્તી છો! ઈશ્વરે તમને શેતાનના અંધરીયા રજવાડામાંથી બહાર ખેંચી કાઢીને તમને એમના અજવાળાના રજવાડામાં મુક્યા છે. અને જો કોઈ માણહ ખ્રિસ્તમાં સે તો ઇ નવું સર્જન છે. જૂનું હંધુય વહી ગયું સે અને જુઓ હંધુય નવું થયું સે.
જો તમે એક ખ્રિસ્તી છો તો જે કાંઈ ઈસુએ તમારે હાટુ કયરું એના લીધે ઈશ્વરે હવે તમારા હંધાય ગુન્હા, અપરાધો, પાપો માફ કરી દીધા છે. હવેથી ઈશ્વર તમને શત્રુ ગણતા નથી પણ તમને એમના ગાઢ-ભેરું માને સે.
હવે તમે ઈશ્વરના ભેરું સો અને પ્રભુ ઈસુના શિષ્ય છો તો ઈસુ તમને એમના વચનોમાંથી ઉત્તમ વાતો શિખવાડેશે . તમને પાપના પ્રલોભનથી ઉગારશે. ઈશ્વર ભરોસાપાત્ર છે અને તમને પાપ અને એના પ્રલોભનની સામે લડવાને હાટુ તમને શક્તિ દેશે.
ઈશ્વર કહે છે કે, તમે બીજા ખ્રિસ્તીઓ સાથે મળીને પ્રાર્થના કરો, એનું વચન વાંચો, અને એની આરાધના કરો. અને જે એમણે આપણા જીવનને હાટુ કયરું સે ઇ બીજાને પણ સાક્ષી તરીકે જણાવો. આ હંધીય બાબતો ઈશ્વર હાર્યે એક અંગત અને ગાઢ સંબંધ નિભાવવામાં તમારી મદદમાં આવે છે.
બાઇબલની એકવાર્તાઃ રોમીયો ૩ઃ૨૧-૨૬, ૫ઃ૧-૧૧; યોહાન ૩ઃ૧૬, માર્ક ૧૬ઃ૧૬; કલોસ્સીઓ ૧ઃ૧૩-૧૪; ૨ કરિંથીઓ ૫ઃ૧૭-૨૧; ૧ યોહાન ૧ઃ૫-૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).