50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 1

લગભગ ૨,૦૦૦ વરહોના વા'ણા વચ્ચે જગતમાં વધુ ને વધુ લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળે છે. ખ્રિસ્તી સમુદાય વધતો જ રહ્યો છે. ઈસુએ જ વચન દેતા કીધુ સે કે, એ જગતની અંત વેળાએ પાછા પધારશે. ભલે ને ઇ આજ દિન લગ પાછા આવ્યા નથ. પણ ઇ એમનું વચન પૂરું કરશે જ!

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 2

જ્યારે આપણે હંધાય ઈસુની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે ઈશ્વર ઇચ્છે છે કે, આપણે એવું જીવન જીવીએ કે જે પાવન-પવિત્ર હોય. તથા એમના મહિમાને શોભે એવું હોય. તેઓ આપણી કનેથી ઈચ્છા રાખી રહ્યા છે કે આપણે બીજાને પણ એમના રજવાડા અંગે કેહતાં રહીએ. જ્યારે ઈસુ આ પૃથ્વીપટ્ટ પર વસતા હતા ત્યારે એમણે કીધુ કે, “મારા શિષ્યો આ જગતની માલી-પા હંધીય જગાઓએ જઈને લોકને ઈશ્વરના રજવાડા વિશે સુવાર્તાનો પ્રચાર-પ્રસાર કરશે અને પછી જ દુનિયાનો અંતની વેળા આવશે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 3

હજીએ ઘણી જાતિઓ એવી સે કે જેમણે ઈસુ વિશે હાંભળ્યું નથી. સ્વર્ગમાં જતી વેળાએ ઈસુ ખ્રિસ્તે કીધુ હતું કે, જેઓએ કદીયે સાંભળ્યું નથી. એવો લોકોને સુવાર્તા પ્રગટ કરો. એમણે કીધુ, “જાઓ અને હંધીય જાતિના લોકોને મારા શિષ્ય બનાવો! દુનિયારૂપી ખેતરોમાં આત્મારૂપ ફસલની કાપણી તૈયાર સે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 4

ઈસુએ એમ પણ કિધુ કે, “એક સેવક પોતાના સ્વામીથી ક્યારેય મોટો નથી હોતો. ”જેમ આ જગતના લોકોએ મને ધિક્કારર્યો, એવી જ રીતે મારા કારણે તમારો પણ ઇ લોકો ધિક્કાર કરશે અને તમને કનડશે અને તમને હણી નાખશે. આ જગતમાં તમારે દુઃખો ઉઠવવા પડશે, પરંતુ હૈયે હામ રાખજો મેં શેતાન શત્રુને કે, જે આ જગત પર રજવાડું ચાલવે છે એને વધ:સ્તંભ પર કારમી હાર આપી છે. જો તમે અંત લગી મારા પર ભરોહો રાખી હાલસો, તો ઈશ્વર તમને બચાવશે!

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 5

જ્યારે જગતના અંતની વેળા આવશે ત્યારે આ જગના લોકો હાર્યે શું-શું વિતશે ઇ વિશે ઈસુએ પોતાના શિષ્યોને એક કથા હંભળાવતા કીધુ, “એક માણએ ખેતરમાં સારા બીજ વાવ્યા. પણ જ્યારે એ ઊંઘતો હતો ત્યારે એના શત્રુ આવ્યો અને જંગલી બીયારણ ઘઉંના બી હારે ભેળવીને વાવી ગ્યો. ”

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 6

ને, જ્યારે અંકુર ફુટ્યા, તો એ ખેડૂતના મજુરે કીધુ, ‘સ્વામી, તમે તો ખેતરમાં સારું બીયારણ વાવ્યું હતું. તો પછી આ જંગલી બીયારણના બીજ ક્યાંથી ફૂટી નીકળ્યા?’ સ્વામીએ કીધુ, ‘કોઈ શત્રુએ ઇ બી વાવ્યા સે. ’

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 7

દાસોએ માલિકને ઉત્તર દીધો, ‘શું અમે ઇ જંગલી છોડવાં ઉખાડી દઈએ. ’ માલિકે કીધુ, ‘ના, એમ કરો માં! જો તમે એમ કરવા જાશો, તો સુકા હાર્યે લીલુ બળે એમ, હારા ઘઉંને પણ ઉખેડી દેશો. પણ કાપણીના મોસમ લગી રાહ જુઓ. અને પછી કાપણીની મોસમમાં પેહલા જંગલી છોડોને એક્ઠા કરી લઇ ઇને બળવા હાટુ એક બાજુ ઢગલો કરી ધ્યો. પરંતુ ઘઉં તો વખારે ભરવાં જ લઈ આવજો. ’”

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 8

શિષ્યો આ કથાનો મરમ સમજી શક્યા નહિ, એ હાટુ એમણે ઈસુને આ કથા વિગતે સમજાવવા વિનંતી કરી. ઈસુએ કીધુ, “જે ખેડૂતે સારા બીયારણની વાવણી કરી એને તમારે મસિહ તરીકે ઓળખવો, ખેતરને તમારે જગત માનવું. અને સારું બીયારણ એ ઈશ્વરના રજવાડાના લોકો તરીકે માનવા.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 9

જંગલી બીજને દુષ્ટજનો માનવા. અને અને જંગલી બીજ વાવનાર શત્રુને શેતાન ગણવો. કાપણીની વેળા ઇ જગતના અંતને બતાવે છે અને ફસલ લણવાવાળા ઈશ્વરના દૂતો ગણવા.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 10

જ્યારે આ જગતના અંતની વેળા આવશે તો જે લોકો શેતાનના છે ઈ હંધાય લોકોને સ્વર્ગદૂત એકી હાર્યે એકઠા કરશે. અને એમને ધોમ-ધગતા અંગારામાં નાખી દેશે. જ્યાં તેઓ દર્દનાક પીડા ભોગવશે, અને પોતાના દાંતને ગુસ્સાથી કચ-કચાવશે અને પોક મૂકી રુદન કરતા હશે. ઇ વેળાએ ન્યાયી લોકો પોતાના બાપ ઈશ્વરના રજવાડામાં સુરજની જેમ દિપતા હશે. ”

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 11

ઇસુએ એમ પણ કીધુ જગતના અંતની વેળા આવે ઈ પ્હેલાં ઈસુ પૃથ્વી પર પાછા આવશે. જેવી રીતે તેઓ આકાશવાટે ગ્યા હતા એમ જ તે પાછા આવશે. ઇ આકાશમા વાદળાઓ ઉપર સવાર થઈને આવશે. જ્યારે ઈસુ પાછા આવશે ઈ વેળાએ ઉદ્ધાર પામેલાઓ, મોક્ષ પામેલાઓ મૂએલાંમાંથી ઉઠશે અને એમને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 12

વળી ઇ વેળાએ જે ખ્રિસ્તીઓ જીવતા હશે તેઓ આકાશમાં ઉપર ઉડશે. વળી જેઓ મૂએલાંમાંથી જીવતા ઉઠ્યા તેઓ પણ એમની હાર્યે ભળી જશે. ઇ પછી ઈસુ સંપૂર્ણ શાંતીમાં પોતાનાં લોકોની હાર્યે હરહંમેશને હાટુ વસસે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 13

ઈસુએ વચન દીધુ હતું કે, જેટલા લોકો એમના ઉપર ભરોસો કરે છે, એમાંથી દરેકને ઇ રાજમુગટ પહેરાવશે. અને તેઓ હંધાય પૂરે-પૂરી નિર્મળ શાંતિમાં ઈશ્વરની હાર્યે વસસે અને રજવાડું કરશે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 14

પરંતુ જેમણે ઈસુ ઉપર જે ભરોસો નહિ કર્યો હોય ઇ લોકોનો ઈશ્વર ન્યાય કરશે. અને ઇ એમને નરકમાં ફેકી દેશે, ન્યા તેઓ અતિ વેદનામાં હરહંમેશ લગી રુદન કરશે, અને દાંત કચકચાવશે. અને કદીય ન હોલાવનાર આગ તેઓને સદાયને હાટુ બાળતી રહેશે. અને કીડાઓ એમને કનડવાનું બંધ કરશે નહિ.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 15

જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે ઇ શેતાન અને એના રજવાડાને પૂરે-પૂરી રીતે નામશેષ કરી દેશે. ને શેતાનને પણ નરકમાં હોમી દેશે જ્યાં ઇ અને જેમણે દેવને અનુસરવાને બદલે શેતાનને આધિન થવાનું પસંદ કયરું એમની હાર્યે સદાય બળતો રહેશે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 16

કેમકે આદમ અને હવાએ ઈશ્વરના આદેશનો અનાદર કરી નિયમ તોડ્યો. અને આ દુનિયામાં પાપે પ્રવેશ કર્યો, ઇ હાટુ ઈશ્વરે એને શ્રાપ દીધો અને એનો નાશ કરવાનું નક્કી કયરું. પણ એક દાહડે ઈશ્વર નવું નભ અને નવી પૃથ્વીને સ્વર્ગમાંથી નીચે ઉતારશે અને ઇ તો સંપૂર્ણ હશે.

50. ૫૦. ઈસુ પાછા આવી રહ્યા છે — illustration 17

વળી ઈસુ અને એમના લોકો આ નવ્યનભ નીચે નવી પૃથ્વીમાં રહેશે. એમાં જે કાંઈ હશે એ હંધાય ઉપર ઇસુ સદા-સર્વદા રજવાડું ચલાવશે. ઇ હરેક ની આંખના આંસુડા લૂછી નાંખશે. ને ન્યા કોઈ દુઃખ, બેચેની, રૂદન, ભૂંડાઈ, પીડા કે મરણ હશે જ નહિ. ઈસુ પોતાના રજવાડામાં શાંતિ અને નિતિમાનથી રાજ ચલાવશે, અને ઈસુ હરહંમેશા પોતાના લોકોની હાર્યે જ વસસે.

બાઇબલની એકવાર્તાઃ માથ્થી ૨૪ઃ૧૪;૨૮ઃ૧૮; યોહાન ૧૫ઃ૨૦, ૧૬ઃ૩૩; પ્રકટીકરણ ૨ઃ૧૦, માથ્થી ૧૩ઃ૨૪-૩૦,૩૬-૪૨; ૧ થેસ્સાલોનિકિયા ૪ઃ૧૩-૫ઃ૧૧; યાકૂબ ૧ઃ૧૨; માથ્થી ૨૨ઃ૧૩; પ્રકટીકરણ ૨૦ઃ૧૦, ૨૧ઃ૧-૨૨ઃ૨૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).