10. ૧૦. દોહ મમરકી
મૂસા ને હારુન ફારુન રાજા પાહે પોહચ્યા. ને ચે કહયુ."ઈઝરાયેલનો ઈસવર કેહે કી,માહરા માણહુને જવા દે!" પુન ફારુન રાજો તિનુનુ ની હામલ્યુ .ઈઝરાયેલીને સોડવાને બદલે ચુ તિનુની પાહે વધાર મજુરી કરાવી.
ફારુન માણુને ની જવા દેવા કરીકને નકાર કરતો રીયો તિને ઈસવરે મિસરમાં દોહ ઘણી મોટી મંદવાઙ મોકલી. મંદવાઙ પોરથી ઈસવર ફારુને કહયુ કી ચુ ફારુનથી ને મિસરમાંના બધા ઈસવરો કરતે વધાર તાકેત વાલો હોયો.
ઈસવર નાઈલ નામના કોતળાને લોહીવાલો બણાવી દેધો, પુન ફારુન રાજો હજુ હોદે ઈઝરાયેલીને જવાદ ની દેતો.
ઈસવર આખા મિસર પોર દેડકા મોકલ્યા. ફારુન મુસાને દેડકા સેટા કરવા કાલાવાલા કરી. બધા દેડકા મરી જયા તે હોદે ફારુન આફાનો જીવ કાઠો કર્યો ને ઈઝરાયેલીને મિસરમાંથી જવા ની દેધા.
તિને ઈસવર જુળાની મરકી મોકલી. તિના પસેણ ચુ મખોળાની મરકી મોકલી ફારુન મૂસા ને હારુનને બોલાયકને કહયુ ભાલ ચુ ઈયે મરકી રોકહે તે ઈઝરાયેલીને મિસરમાંથી જવા દેહ, જેર મૂસા પ્રાર્થના કરી તેર ઈસવર મિસરમાથી મખોળા સેટા કર્યા. પુન ફારુન આફાનો જીવ કાઠો કર્યો ને માણુને જવા ની દેધા.
તિના પસેણ ઈસવર મિસરીઓના ડગરા ને ડોબા માંદા હોય જયા ને મરવા બાંજયા. પુન ફારુન જીવ કાઠો કર્યો. ને ચુ ઈઝરાયેલીને ની જવા દેધા.
તેર ઈસવર મુસાને ફારુન હાંમે વાયમાં રખોડો ઉડાળવા કહયુ. જેતાર ચુ અહી કર્યુ તેર મિસરી પોર ઘણાદ દુ:ખ આપે હેહલા ગુમળા પેદા હોયા પુન ઈઝરાયેલીને કચુ ની હોયુ. ઈસવર ફારુનનો જીવ કાઠો કર્યો ને ફારુન ઈઝરાયેલી માણુને ની જવા દેધા.
તિના પસેણ ઈસવર કરા મોકલ્યા, તિનાથી મિસરનુ બધુ ધાન ને જે બાહેર નિકલ્યા તિનુને મારી નાખ્યા. ફારુન રાજો મૂસાને ને હારુનને બોલાયા ને કહયુ કી “મેં પાપ કર્યુ સે, ને તહુ જાય હકો.“એતરે મૂસો પ્રાર્થના કરી ને હરેગમાંથા કરા પાડવાનુ બંધ હોય જયુ.
પુન ફારુન પાસો ખોટુ કર્યુ ને આફાનો જીવ કાઠો કર્યો. ચુ ઈઝરાયેલીને ની જવા દેધા.
તિને ઈસવર મિસર પોર તીડા મોકલ્યા, કરાથી જયુ ધાન બસી જેલુ ચુ તિડા ખાય જયા.
તિના પસેણ ઈસવર અંધારુ મોકલ્યુ ચુ તિન દાહળા હુદી રીયુ. એતરુ બધુ અંધારલુ હોતુ કી મિસરીયો પોતાનુ ઘોર સોડી ની હકયા, પુન ઈઝરાયેલી જાહા રહતલા સાહા ઈજોળુ હોતુ.
ઈયુ નોવ મરકી પસેણ હોદે, ફારુન હજુ હોદે ઈઝરાયેલીને સોડવાનો નકાર કર્યો. હજુ ફારુન ની હામેલતલો. તિને ઈસવર સેહલી મરકી મોકેલવા નકકી કર્યુ. ચુ ફારુનનુ મન બદલી નાખહે.
બાઈબલની વાર્તા નિરગમન 5-10
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).