9. ૦૯. ઇસવર મુસાને બોલાયો.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 1

યૂસફ મરી જયો પસેણ તિનાના બધા હંગા મિસર દેહમા રીયા. ને તિનુનો વંસજો ઘણા વરહુ હુદી સાહા રીયા ને તિનુને ઘણા પોર્યા હોયા. ચે ઈઝરાયેલી કહવાયા.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 2

ઘણાદ વરહુ પસેણ ઈઝરાયેલીની સંખ્યા ઘણીદ વધી જેય. મિસરીઓને હાય યૂસફ ને ચે તિનુને કકીહી મદેદ કરલી ચુ તિનુને યાદ ની રીયુ. ચે ઈઝરાયેલીથી બિહવા બાજ્યા કાહાકી ચે ઘણાદ હોય જેલા. તિને મિસર દેહમાં તિનાટેમે ફારુન રાજો રાજ કરતલો ચુ ઈઝરાયેલીને વેઠીયા બણાયા.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 3

મિસરીઓ ઈઝરાયેલી પોર મોટા બંગલા ને હેહેરુ બાંધવા લેધે ડબોણ કર્યુ. ઘણુદ કાઠુ કરવાથી તિનુની જીણગીની હાલેત બગળી જેલી, પુન ઈસવર તિનુને ભરકેત આપ્યો ને તિનુને ઘણાદ પોર્યા હોયા.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 4

ફારુન રાજો ભાલ્યુ કી ઈઝરાયેલીના ઘણાદ પોર્યા હોયા, તિને ચુ તિનાના માણહુને હુકેંમ કર્યો કી ચે ઈઝરાયેલીના બધા પોર્યાને નાઈલ કોતળામા નાખી દેકને મારી નાખો.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 5

એક ઈઝરાયેલી બયેર પોર્યાને જલમ આપ્યો. ચે ને તિનીનો આદમી તિના પોર્યાને બણી હકે તેહ હુદી ઘણોદ ટેમ હતાળી મેકલો.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 6

જેર પોર્યાના આચ બાહત તિનાને વધાર હતાળી ની હકયા , તેર ચે તિનાને એક ટોપલીમાં મેકયો ને બરુની વસમાં નાઈલ કોતળાની કિનારે તિરતો મેકયો. તેથી ચે તિનાને મરવાથી બચાવે. તિનાની મોટલી બોહનેહ તિનાને દેખતલી કી, તિનાનુ કો હોવહે?

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 7

ફારુન રાજાની પોરેય ટોપલીને ભાલીકને તિનામા ભાલ્યુ. જેર ચે પોર્યાને ભાલ્યો કી તરેત તિનાને ચે આફીનો પોર્યો હહી ગિણી લેધો, ચે ઈઝરાયેલી બયેરને ભાડે રાખી કી ચે પોર્યાની ભાલદેખ રાખે.ચે ઈયુ ની જાણતલી કી ચે ઈના પોર્યાની આચ હોવી. જેર પોર્યુ વારુ મોટુ હોયુ સાહા તિનાને આચાના દુધની જરુર ની હોતી, ચે તિનાને ફારુનની પોરેયને પાસો આપી દેધો, ચે તિનાનુ નામ મૂસા પડ્યુ.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 8

એક દાહળે જેર મૂસો મોટો હોય જયો તેર ચુ ભાલ્યુ કી એક મિસરી એક ઈઝરાયેલીને મારતલો.મૂસા તિનાનો સાથી ઈઝરાયેલીને બસાવવા કોસીશ કરી.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 9

તેર મૂસો વિચાર્યુ કી કોઈ તિનાને ની ભાલ્યુ, તેર ચુ તિના મિસરીને મારી દેધો ને તીનાની દેહી દાટી દેધી. પુન મૂસા જયુ કર્યુ ચુ કદુક ભાલી જયુ.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 10

મૂસા જયુ કર્યુ તિનાની ખબેર ફારુન રાજાને હોવી તેર ચુ તિનાને મારી નાખવા કોસિશ કરી. મૂસો મિસરમાંથો ઉજાળમાં ઢાય ચૂટયો કી સાહા ચુ ફારુન રાજાના સિપાયોથી વારુ રહી હકે.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 11

મૂસા મિસરથી ઘણોદ સેટો ઉજાળમાં ભરવાડ બણીકને રહયો. ચુ તિની જગામાં એક પોરેય હાતે વિહા કર્યા. ને તિનીને બે પોર્યા હોયા.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 12

એક દાહળે જેર મુસા ઘેટા સારતલો, તેર ચુ ભાલ્યુ કી એક ઝાળ હલેગતલુ. પુન ઝાળ હલગી ની જયુ. મૂસો વારુ ભાલી હકે તિના લેધે તિના પાહે જયો. જહી ચુ બલતલા ઝાળ થળુમ જયો, ઈસવરનો અવાજ કહયુ, “મૂસા તાહરા ચાટલ્યા કાઢ. ઈયે જગા તુ ઉભો હોય રીયો ચે પવિત્ર હોવી.”

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 13

ઈસવર કહયુ,“ મેં માહરા માણહુના દુ:ખ ને પીડા ભાલી. મેં તને ફારુન રાજા પાહે મોકલેહ. તિનાથી તુ ઈઝરાયેલીને મિસરની ગુલામીમાથા બાહેર કાઢી હકે. મેં તહુને કનાન દેહ આપેહ, તિને મે ઈબ્રાહિમ, ઈસહાક, ને યાકુબને વાયદો કરલો.”

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 14

મૂસો પુછ્યુ,“દેખ માણહુ ઈયુ પૂસહે કી મને કોય મોકલ્યો, તેર મેં કો કેહેહ?” ઈસવર કહયુ, “મેં જયુ હોયો ચૂદ સે. તિનુને કહજી કી “મેં હોયો” ચુ મને મોકલ્યો.“ તિનુને ઇયુ હોદે કહજી કી , મેં યહોવા હોયો. તોહરો ડાહલો બાહ ઈબ્રાહિમ, ઈસહાક ને યાકૂબનો ઈસવર. ઈયુ માહરુ બધા દાહળાનુ નામ સે”.

9. ૦૯. ઇસવર મુસાને બોલાયો. — illustration 15

મૂસો ફારુન પાહે જવા બિહતલો. કાહા કી ચુ વિચારતલો કી મને વારુ બોલતે ની આવડતુ, તિને ઈસવર મૂસાનો ભાચ હારુનને તિનાની મદેક કરવા મોકલ્યો. ઈસવર મૂસા ને હારુનને ચેતવ્યા કી ફારુન કાઠા જીવનો હોવહે.

બાઈબલનો વાતરો નિર્ગમન 1-4

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).