12. ૧૨. નિકલ્યા

12. ૧૨. નિકલ્યા — illustration 1

ઈઝરાયેલી માણહું મિસરમાથા સુટીજ્યા તિને ઘણાં ખુશ હોતા. હાય ચેં વેઠયા ની રહયાં, ને ચેં વાયદાના દેહમાં જતલાં. ઈઝરાયેલી માણહું મિસરના માણહું પાહે જયુ માગ્યું ચું બધું એતરે લગી કી હોનુ ને સાંદી ને બીજુ મોહંગુ વસ્તુ હોદે આપ્યુ. થોલાંક બીજા દેહના માણહું જ્યે ઈસવર પોર ભરહો કરતલાં. ચેં હોદે ઈઝરાયેલી માણહું ભેગાં મિસર સોળીકને ઢિંજયા.

12. ૧૨. નિકલ્યા — illustration 2

ઈસવર તીનુને દીહો ઉસા મેઘસ્તંભથી આગેવાની કરતલો ને રાતે અગ્નિસ્તંભ બણી જતલો. ચેં જતલાં તેર ઈસવર તીનુ ભેગો હોતો ને સલાહ આપતલો. ચેં જયુ કરવાનું હોતુ ચું તીનાનુ માનવાનુ એતરુદ હોતુ.

12. ૧૨. નિકલ્યા — illustration 3

થોલાંક ટેમ પસેણ ફારુન ને તીનાના માણહુંનુ મન બદલાયુ ને ચેં પાસાં ઈઝરાયેલી માણહુંને તીનુના વેઠયા બણાવા માંગતલાં. ઈસવર ફારુનનુ મન હઠીલુ કર્યું કાહા કી માણહું ભાલી ને હમજી હકે કી ચુ એખલોદ હાસો ઈસવર સે. ચુ યહોવા ફારુન ને તીનાના દેવુ કરતે વધાર તાકેતવાલો સે.

12. ૧૨. નિકલ્યા — illustration 4

તીને ફારુન ને તીનાની લહકેર ઈઝરાયેલી માણહુંને પાસાં પોતાના ગુલામ બણાવા લેધે પસોલ પડયા. ઈઝરાયેલી માણહું ભાલ્યુ કી મિસરની લહકેર આવા બાઝી રહી, તેર તીનુને હમેજ પડી કી ચેં ફારુનની લહકેરને રાતલા દરિયા ની વસમાં ફસાઈ જ્યા. ચે ઘણાં બીહણી જયા ને કહવા બાદજયા કી " હમુ કાહા મિસર સોળયુ હમુ મરવા બાઝી રહ્યા.”

12. ૧૨. નિકલ્યા — illustration 5

મૂસો ઈઝરાયેલી માણહુંને કહયુ કી "બીહવા ની, ઈસવર આજે તોહરી લેધે લળાય કરહે ને તહુંને બસાવહે.” ને ઈસવર મૂસાને કહયુ “માણહુંને કેહ કી ચેં રાતલા દરિયા ઘમી અઘા વધે."

12. ૧૨. નિકલ્યા — illustration 6

પસેણ ઈસવર મેઘસ્તંભ સેટો કરીકને ઈઝરાયેલી માણહું ને મિસરના માણહુંની વસે મેકયો. હિનાથી મિસરના માણહું ઈઝરાયેલી માણહુંને ભાલી ની હકે.

12. ૧૨. નિકલ્યા — illustration 7

ઈસવર મૂસાને કહયુ કી તાહરો હાથ દરિયા ઘમી લાંબો કરીકને પાણીના બે ભાગ કરી દે. ને ઈસવર વાય મોકલ્યો ને દરિયાનુ પાણી ડાબી ને જમણી ઘમી ધકેલાવા બાદજયુ. હિનાથી દરિયાની વસે રોહો બણી જયો.

12. ૧૨. નિકલ્યા — illustration 8

ઈઝરાયેલી માણહું બેહો પાહ પાણીની ભીત ને કોરી જમીન પોર સાલ્યા.

12. ૧૨. નિકલ્યા — illustration 9

પસેણ ઈસવર મેઘસ્તંભ સેટો કરી દેધો. હિનાથી મિસરના માણહું ઈઝરાયેલી માણહુંને જતા ભાલી હકે. મિસરના માણહું તીનુ પસોલ પડવા નક્કી કર્યું.

12. ૧૨. નિકલ્યા — illustration 10

તીને ચેં દરિયાને રોહે ઈઝરાયેલી માણહું પસોલ પડયા, પુન ઈસવર મિસરના માણહુંને ગભરાય નાસ્યા, ને તીનુના ઘોડાગાડા ફસાઈ જ્યા. ને ચે આયળ્યા “ઈહાથા ઢાહો. ઈસવર ઈઝરાયેલી માણહું લેધે લળે.”

12. ૧૨. નિકલ્યા — illustration 11

ઈઝરાયેલી માણહું દરિયાની પેલી પાહ વારુ રિતે પોહતી જયા પસેણ ઈસવર મૂસાને પાસો આફાનો હાથ લાંબો કરવા કહયુ. ચુ હહીં કર્યું ને તરેત પાણી મિસરના માણહું પોર ફિરી વળ્યુ ને મિસરની આખી લહકેર ડુબાય જેય.

12. ૧૨. નિકલ્યા — illustration 12

ઈઝરાયેલી માણહું ભાલ્યુ કી મિસરના માણહું મરી જયા તેર ચેં ઈસવર પોર ભરહો કર્યો કી મૂસો ઈસવરનો પ્રબોધક હોતો.

12. ૧૨. નિકલ્યા — illustration 13

ઈઝરાયેલી માણહું ઈના લેધે હોદે આનંદ કર્યો કી ઈસવર તીનુને મોત ને ગુલામીમાંથી બસાયાં. હાય ચેં ઈસવરની સેવા કરવા લેધે સુટા હોતા. ઈઝરાયેલ માણહું તીનુની નવી સ્વતંત્રતા ઉજવવા ઘણાં ગીતુ ગાયાં ને મિસરના માણહુંની લહકેરથી ચેં બસ્યા તિને ચે ઈસવરના વખાણ કર્યા.

12. ૧૨. નિકલ્યા — illustration 14

ઈસવર ઈઝરાયેલી માણહુંને વરેહ સાલ પાસ્ખા ઊજવવા હૂકમ કર્યો. ચેં ફોમ રાખી હકે કી ઈસવર કકીહી તીનુને મિસરના માણહું પોર જીત અપાવી, ને તીનુની ગુલામીમાંથી સોળાયા. ચેં તીનાને ઘેટુ મારીકને આથા વગેરના રોટા ભેગુ ખાયકને ઊજવતલાં.

બાયબલના વાતરા નિરગમન ૧૨:૩૩-૧૫:૨૧

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).