13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 1

ઈસવર ઈઝરાયેલ માણહુંને રાતલા દરિયામાંથી લીયાયો પસેણ તીનુને ઉજાળમાં સિનાઈ ડુંગોર ઘમી લીજયો. ઇના ડુંગોર પોર મૂસો હલેગતલુ ઝાડ ભાલલુ. માણહું ડુંગોર નીસાં પોતાના તંબુ બાંધ્યા.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 2

ઈસવર મૂસાને ને ઈઝરાયેલી માણહુંને કહયુ "તહું માહરા હૂકમ પાલહો ને માહરા કરાર પાલહો તે તહું માહરીખાસ મિલકત ને પુજારાનુ રાજ ને પવિત્ર દેશ બણહો."

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 3

તીન દાહળા પસેણ માણહું પોતે આત્મિક રીતે તીયાર હોયા. ઈસવર ગાજણ્યા ને વીજલી ને ધૂમાડા ને રણશીંગડાના ઉદ અવાજ ભેગો સિનાઈ ડુંગોર પોર ઉતર્યો. સાહા મૂસુ એતરોદ જવાની પરવાનગી હોતી.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 4

તેર ઈસવર તીનુને કરાર આપ્યો ને કહયુ “મે યહોવા તાહરો ઈસવર સે. મે તહુંને મિસરની ગુલામીમાંથી સોળાય લાયો. બીજા દેવુને ની ભજવા.”

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 5

“તહું મૂર્તિ ની બણાવા ને તીનીની ભકિત ની કરવા. કાહા કી મે યહોવા ભરહાવાલો ઈસવર સે. માહરુ નામ અમથુ ની લેવા. આરેમના દાહળાને પવિત્ર પાલવાનુ ની ભુલવા. તહું સોવ દાહળા તોહરા બધાં કામ કરો. હાતમો દાહળો તોહરી લેધે આરેમનો ને મને યાદ કરવાનો દાહળો સે.”

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 6

“તોહરા આચ બાહને માન આપો. ખૂન ની કરવા. સિનાલુ ની કરવા. સોરી ની કરવા. જુઠું ની બોલવા. તાહરા પડોશીની બયેર ને તીનાનુ ઘોર ને તીનાનુ જયુ હોય તીનાની આચા ની કરવા.”

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 7

પસેણ ઈસવર ઈયે દોહ હૂકમ સપોહળાની પટી પોર લખી ને મૂસાને આપી. ઈસવર બીજા ઘણા નિયમ ને રીત પાલવા આપી. માણહું હિયે નિયમ પાલહે તે ઈસવર વાયદો કરલો હહીં તીનુને ભરકેત આપહે ને તીનુને હાસેવહે. ચેં ની કરે તે ઈસવર તીનુને શિક્ષા કરહે.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 8

ઈઝરાયેલી માણહું જયુ મંડપ બણાવા માંગતલાં તીનાની બધી માહિતી ઈસવર આપી. તીનાને મુલાકાત મંડપ કહતલાં. તીનાના બે ઓયળા હોતા. તીનુને એક મોટા પડદાથી અલેગ કરલા. પડદા પસોલ મુખ્ય પૂજારો જાય હકે. કાહા કી સાહાં ઈસવર રહતલો.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 9

જયુ કોય ઈસવરના નિયમ તોડે ચુ મુલાકાત મંડપ અગોલ એક જનાવોરને લાવતલો ને તિનાનો ઈસવરને ભોગ સળાવતલા. પૂજારો તીના જનાવોરને મારતલો ને તીનાને વેદી અગોલ બાલતલો. જીના જનાવોરનો ભોગ સળાવતલા તીનાનુ લોહી માણેહના પાપને ઢાકતલુ ને ચુ માણેહ ઈસવર અગોલ સોખો ગિણાયતલો. ઈસવર મૂસાના ભાચ હારુન ને તીનાના વંશને પૂજારા બણાવા નક્કી કર્યું.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 10

બધાં માણહું ઈસવર જયે નિયમ આપલા તીનાની એખલાનીદ ભકિત કરવા ને તીનાના ખાસ માણહું બણવા લેધે એક હોય જયા. પુન ચેં ઈસવરને માનીકને રહવાનુ જયુ વાયદો આપલો તીના ટુકા ગાલા પસેણ ચેં મોટુ પાપ કર્યું.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 11

મૂસો ઘણાં દાહળા લગી ઈસવર ભેગો વાતે કરતો સિનાઈ ડુંગોર પોર રહયો. માણહું તીનાને પાસો આવાની વાટ જોઈકને થાકી જેલાં. તીને ચેં હારુન પાહે હોનુ લેકને આયાં ને તીનુ લેધે પુતલુ બણાવા કહયુ.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 12

હારુન તીનુ લેધે હોનાનુ વાસળાના ઘાટ જેહલુ પુતલુ બણાયુ. માણહું ખરાબ રીતે ભકિત કરવા બાદજયા ને ભોગ સડાવવા બાદજયા. ઈસવર તીનુથી રીહવાય જયો ને તીનુને નાસ કરવા નક્કી કર્યું.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 13

પુન મૂસો તીનુ લેધે પ્રાર્થના કરી ને ઈસવર તીનાની પ્રાર્થના હાંમલી ને તીનુને નાસ ની કર્યા. દેર મૂસો ડુંગોર પોરથો નીસો ઉતર્યો ને ચુ મૂર્તિ ભાલી તેર એતરો બધો રીહવાય જયો કી ઈસવર દોહ હૂકમ લખલા ચે શીલા પટી તોડી નાખી.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 14

તેર મૂસો તીના પુતલાને ખાંડીને ભુહકો કરી નાખી ને તીના ભુહકાને પાણીમાં ભેગવીકને માણહુંને પીવડાય દેધો. ઈસવર માણહું પોર મરકી મોકલી ને તીનુમાના ઘણાં મરી જયા.

13. ૧૩. ઈસરાયેલ હાથે ઈસવરનો કરાર — illustration 15

મૂસો બીજી આટો ડુંગોર પોર સળી જયો ને ઈસવરના માણહુંને માફ કરવા પ્રાર્થના કરી. ઈસવર મૂસાનુ હાંમલ્યુ ને તીનુને માફ કર્યું. મૂસો જયે સાપોરની શિલા પટી ભાંગી નાખલી તીની જગાએ ચુ બીજી આટો શિલા પટી પોર દોહ હૂકમ લખ્યા. પસેણ ઈસવર ઈઝરાયેલ માણહુંને સિનાઈ ડુંગોર પોરથી વાયદાના દેહ ઘમી લીજયો.

બાઈબલનો વાતરો નિરગમ ૧૯-૩૪

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).