16. ૧૬. સોળાવાવાલા
યહોશુઆ મરી જયો પસેણ ઈઝરાયેલ માણહું ઈસવરના નિયમ ની પાલતલાં ને ચેં બાકી રહલાં કનાની માણહુંને દોયળી ની કાઢયાં. ઈઝરાયેલ માણહું હાસા ઈસવરની ભકિત કરવાને બદલે કનાની માણહુંના દેવુની ભકિત કરી. ઈઝરાયેલમાં રાજો ની હોતો તીને બધાં પોતાને જયુ ગમે ચું કરતલાં.
ઈઝરાયેલ માણહું ઈસવરના નિયમ ની પાલ્યા તીને ચુ તીનુને વિરુધ કરવાવાલાને તીનુ પોર જીત અપાળી ને તીનાને શિક્ષા કરી. ચે વિરુધ કરવાવાલા ઈઝરાયેલ માણહુંની વસ્તુ સોરી લીજયા ને તીનુની મિલક્તનો નાસ કર્યો ને ઘણાને મારી નાસ્યા. ઘણા વરહુ લગી ઈસવરનુ ની માન્યાં તીનુને વિરુધ કરવાવાલાથી ડબાય રીયા પસેણ ઈઝરાયેલ માણહું મન બદલ્યુ ને સુટવા લેધે ઈસવરને કાલાવાલા કરી.
તેર ઈસવર તીનુને વિરુધ કરવાવાલાના હાથમાંથી બસાવા લેધે સોળાવાવાલા મોકલી આપ્યા. ને તીનુના દેહમાં શાંતિ લાયા. પુન પસેણ માણહું પાસાં ઈસવરને ભુલી જયા ને પાસાં પુતલાની પૂજા કરવા બાદઝયા. તીને ઈસવર મિઘાની માણહુંને તીનુ પોર લાયો કી ચે તીનુને હરાવે.
મિઘાની માણહું ઈઝરાયેલ માણહુંનો બધો પાક હાત વરહુ લગી લીજયા. ઈઝરાયેલ માણહું ઘણાં બીહણી જયાં ને ભીગમાં હતાય રહયા કાહા કી મિઘાની માણહું તીનુને જોય ની કાઢે કરીકને. સેહલે ચેં સુટવા લેધે ઈસવરને કાલાવાલા કરી.
એક દાહળે ગિદિઓન નામનો એક ઈઝરાયેલી માણેહ હોગો હોગો ઘંઉ મોહેલતલો કી મિઘાની માણહું તીનાને સોરી ની લીજાય કરીકને. તેર ઈસવરનો દૂત આવીને ગિદિયોનને કહયુ “ તાકેતવાલો, ઈસવર તાહરી ભેગો સે. જા ને ઈઝરાયેલ માણહુંને મિઘાની માણહુંના હાથમાંથી સોળાવ."
ગિદિયોનના બાહ પાહે એક વેદી હોતી. ચે પુતલાથી ભરલી હોતી ઈસવર ગિદિયોનને કહયુ કી તીની વેદીને સીરી નાખ. પુન ગિદિયોનને માણહુંની બીહેક લાગી ને રાત પડવા લગી વાટ જોવી. પસેણ ચુ તીની વેદીને તોડી નાખી ને તીનીના કુટકા કરી નાસ્યા. ચુ જાહાં પુતલા લેધે ભોગ સળાવતલા સાહા નવલી વેદી બાધી.
બીજે દાહળે માણહું ભાલ્યુ કી કોઈક વેદી તોડી નાખી ને તીનીનો નાસ કર્યો તેર માણહું રીહવાય જયાં. ચેં ગિદિયોનને મારી નાખવા ઘોર જયા. પુન ગિદિયોનનો બાહ તીનુને કહયુ “તહું કાહા તોહરા દેવુને બસાવો? ચુ ઈસવર હોય તે તીના પોતાને બસાવા દોવ." ચુ હહીં કહયુ તીને ચે ગિદિયોનને મારી ની નાસ્યો.
પસેણ પાસાં મિઘાની માણહું ઈઝરાયેલ માણહુંને લૂટવા આયાં. ચે એતરા બધા હોતા કી ચે ગીણાય ની. ગિદિયોન ઈઝરાયેલ માણહુંને તીનુ હામ્બા લડાઇ કરવા ભેગા કર્યા. ગિદિયોન ઈસવરને બે નિશાની આપવા કહયુ તીનાથી તીનુને ખાતરી હોવે કી ઈસવર તીનાને ઈઝરાયેલ માણહુંને બસાવા વાપેરહે.
પેહલી નિશાની, ગિબયોન સાખલુ લેકને બાહેર જમીન પોર મેસ્યુ ને ઈસવરને કહયુ કી હવારે ઈના સાખલા પોર ઝાકોલ પળે ને જમીન પોર ની. ઈસવર હહીં કર્યું. બીજી રાતે ચુ ઈસવરને કહયુ કી જમીન ભીગવી જોવે પુન સાખલુ ની. ઈસવર ચું હોદે કર્યું. ઈયે બે નિશાની ગિદિયોનને ખાતરી અપાળી કી ઈસવર ઈઝરાયેલ માણહુંને મિઘાની માણહુંના હાથમાંથી બસાવા માંગે.
૩૨000 ઈઝરાયેલી ધગળાં ગિબયોન પાહે આયાં પુન ઈસવર તીનાને કહયુ કી ચે ઘણા બધા સે. તીને ગિબયોન ૨૨000 માણેહને જ્યે લડાઇથી બીહતલા તીનુને પાસા ઘોર મોકલી દેધા. ઈસવર ગિદિયોનને કહયુ કી હજુ હોદે ઘણા સે. તીને ગિદિયોન ૩00 ધગળાને રહવા દેધાં ને બીજા બધાને ઘોર મોકલી દેધા.
તીની રાતે ઈસવર ગિદિયોનને કહયુ “નીસો મિઘાની હોયા સાહાં જા ને ચે જયુ કેહે ચું હાંમલે ને તુ બીહવા ની." તીની રાતે ચે હોતા સાહાં જયો ને એક ધગળાને તીનાના ભાયબંધને જયુ હિમણુ ભાલલુ ચું કહતો હાંમલ્યો. તીના માણેહનો ભાયબંધ કહયુ “હિના હિમણાનો અર્થ ઈયુ હોયો કી ગિદિયોનની લહકેર મિઘાની માણહુંની લહકેરને હરાવહે." ગિદિયોન હિયું હાંમલ્યુ તેર ચુ ઈસવરનો આભાર માન્યો.
પસેણ ચુ પોતાના ધગળાં ભેગો પાસો જયો ને ચુ તીનુને રણશીંગુ ને ધુલાના હાંડલાં ને દીવા આપ્યા. ચે મિઘાની ધગળાં જાહાં હુવતલા ચે જગા ઘેરી લેધી. ગિદિયોનના 300 ધગળાં પાહે હાંડલાંમાં દીવા હોતા કી મિઘાની તીનુના દીવાની ઈજોળી ભાલી ની હકે.
તેર ગિદિયોનના ધગળાંને એકીવાર્યા હાંડલાં ફોડી નાસ્યા ને તરેત દીવાની ઈજોળી પપેલવા બાદઝેય. ચે પોતાનુ રણશિંગડુ ફુકયુ ને આયળ્યા “યહોવાની ને ગિદિયોનની તલવાર."
ઈસવર મિઘાની માણહુંને ગુસવી નાસ્યા તીને ચે એકબીજાને મારી નાખવા ને હુમલો કરવા લેધે સાલુ કર્યું. તરેત બાકીના ઈઝરાયેલ માણહુંને તીનુના ઘોરુમાંથી બોલાયા કી ચે મિઘાની માણહું પસોલ પડે. ચેં ઘણાને મારી નાસ્યા ને બાકીનાને ઈઝરાયેલની જગામાંથી દોયળી કાઢયાં ને તીનુ પસોલ પડયા. ૧૨0,000 મિઘાની માણહું તીને દાહળે મરી જયાં. ઈસવર ઈઝરાયેલને બસાયુ.
માણહું ગિદિયોનને તીનુનો રાજો બણાવા માંગતલાં. પુન ગિદિયોન હહીં ની કરવા દેધુ. પુન ચુ તીનુને હોનાના જયે વસ્તુ મિઘાની માણહું પાહેથી લેય લેધલી ચે લાવા કહયુ. માણહું ગિદિયોનને ઘણુ હોનુ આપ્યું.
તેર ગિદયોન તીના હોનાનો ઉપયોગ ખાસ સાખલાં કી જયે મુખ્ય પૂજારો પેહરે ચેં બણાવા કર્યો. પુન ઈસવર તીનાને મૂર્તિ હવાલ ભકિત કરવાનુ સાલુ કર્યું. તીને ઈસવર પાસો ઈઝરાયેલ માણહુંને શિક્ષા કરી કાહા કી ચેં મૂર્તિની ભકિત કરતલાં. ઈસવર તીનુને વિરુધ કરવાવાલાને હરાવવા સુટ આપી ને સેહલે ચેં ઈસવરની મદેક માંગી ને ઈસવર તીનુને સોડાવવા કોઈકને મોકલી આપ્યો.
ઈયે વાત વારંવાર બણતી રહી. ઈઝરાયેલ માણહું પાપ કરતલાં ને ઈસવર તીનુને શિક્ષા કરતલો. ચેં પસ્તાવો કરે ને ઈસવર તીનુને સોડાવા લેધે સોડાવાવાલાને મોકેલતલો. ઘણા વરહુ લગી ઈસવર ઈઝરાયેલ માણહુંને તીનુને વિરુધ કરવાવાલાના હાથમાંથી સોડાવા લેધે સોડાવાવાલાને મોકલી આપ્યા.
સેહલે માણહું ઈસવર પાહે રાજો માંગ્યો. બીજા દેહુ પાહે હોતા હહીં. ચેં ઉસા ને કાઠા રાજાને માંગતલાં કી ચુ લળાયમાં આગેવાની કરે. ઈસવરને ઈયે વાત ની ગમી તે હોદે ચેં રાજો માંગ્યો હહીં તીનુને આપ્યો.
બાઇબલનો વાતરો ન્યાયધિશો ૧-૩:૬-૮
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).