17. ૧૭. ઇસવારનો દાઉદ હાતેનો કરાર
શાઉલ ઈઝરાયેલનો પેહલો રાજો હોતો. માણહુંનુ ધારતલાં હહીં ચુ ઉસો ને દેખાવમાં હોતો. શાઉલ પેહલાંના વરહુમાં ઈઝરાયેલ પોર રાજ કર્યું તેર ચુ વારુ રાજો હોતો પુન પસેણ ચુ ખરાબ બણી જયો. ચુ ઈસવરનો નિયમ ની પાલ્યો. તીને ઈસવર બીજા માણેહને નક્કી કર્યો કી ચુ એક દાહળે તીનાની જગાએ રાજ કરહે.
ઈસવર જુવાન ઈઝરાયેલના દાઉદને શાઉલ પસેણ રાજો નક્કી કર્યો. દાઉદ બેથલેહેમ ગામમાં ગોવાલ્યો હોતો. એક વાર ચુ આફાના બાહના ઘેટાં સારતો હોય તેર દાઉદ ઘેટાને હુમલો કરવાવાલા સિંહને ને રીસળાને મારી નાખે. દાઉદ હુંગરો ને હાસો માણેહ હોતો. ચુ ઈસવર પોર ભરહો કરતલો ને તીનાના નિયમ પાલતલો.
દાઉદ મોટો ધગળો ને આગેવાન બણ્યો. તેર દાઉદ હજુ જુવાન હોતો. ચુ ગોલ્યાથ નામના મોટા ઝુમાવાવાલા હામ્બો લડયો. યોલ્યાથ તાલિમ લેધલો ધગળો હોતો. ઘણો તાકેતવાલો ને તીન મીટર ઉસો હોતો. પુન ઈસવર દાઉદને ગોલ્યાથને મારવામાં ને ઈઝરાયેલને બસાવવામાં મદેક કરી. પસેણ દાઉદ ઈઝરાયેલના દુશ્મન હામ્બો જીતી જયો તીને માણહું તીનાનુ નામ લેતલાં.
દાઉદ લેધે માણહુંનો પ્રેમ ભાલીકને શાઉલને કોસરાય આવી. શાઉલ તીનાને મારી નાખવા ઘણી વાર કોશિશ કરી. તીને દાઉદ શાઉલથી હતાય જયો. એક દાહળે શાઉલ દાઉદને મારી નાખવા જોવતલો. શાઉલ તીની ભીગમાં જયો કી સાહાં દાઉદ શાઉલથી હતાય રેહે. પુન શાઉલ તીનાને ની જોયો. દાઉદ શાઉલથી ઘણો ઢુકળો હોતો ને તીનાને મારી હકતો પુન હહીં ની કર્યું. તીના બદલે દાઉદ શાઉલના સાખલાંની કોર વાઢી લેધી. ઈયું સાબિત કરવા કી રાજો બણવા લેધે તીનાને મારતો.
સેહલે શાઉલ લળાયમાં મરી જયો ને દાઉદ ઈઝરાયેલનો રાજો બણ્યો. ચુ વારુ રાજો હોતો ને માણહું તીનાને વારુ કહતલાં. ઈસવર દાઉદને ભરકેતવાલો કર્યો ને તીનાને સફળ બણાયો. દાઉદ ઘણી લળાય કરી ને ઈસવર ઈઝરાયેલના દુશ્મનને હરાવવા દાઉદને મદેક કરી. દાઉદ યરુશાલેમ જીતી લેધુ ને તીનાને રાજધાની બણાવી. દાઉદ રાજ કરતલો તેર ઈઝરાયેલ શકિતવાલુ ને માલદાર બણ્યુ.
દાઉદ એક ભકિત કરવાની જગા બાંધવા માંગતલો કી સાહાં બધાં ઈઝરાયેલ માણહું આરાધના કરી હકે ને તીનાને ભોગ આપી હકે. 400 વરહુ લગી માણહું મૂસો બાંધલા મુલાકાત મંડપમાં ઈસવરની આરાધના કરતલાં ને ભોગ આપતલાં.
પુન ઈસવર નાથાન પ્રબોધકને ઈની વાતથી દાઉદ પાહે મોકલ્યો તુ લળાય કરવાવાલો આદમી સે તીને તુ માહરી લેધે ભકિત કરવાની જગા ની બાંધે. તાહરો પોર્યો બાંધહે. પુન મે તને ઘણી ભરકેત આપેહ. તાહરા વંશમાંથી એક કાયેમ માહરા માણહું પોર રાજ કરહે. દાઉદનો એક વંશ કી ચુ બધા દાહળા રાજ કરહે. ચુ ખ્રિસ્ત સે. “ખ્રિસ્ત ઈસવરનો નક્કી કરલો એક સે. ચુ દુનિયાના માણહુંને પાપથી બસાવહે.”
દાઉદ હિયે શબદો હાંમલ્યા તેર તરેત ઈસવરનો આભાર માન્યો. કાહા કી ચુ દાઉદને ઘણુ માન આપ્યું ને ઘણી ભરકેત આપી દાઉદ જાણ્યું ની હોતુ કી ઈસવર કેર હિયે વાત કરહે. પુન હિયું બણવા લેધે ખ્રિસ્ત આવાની વાત ઈઝરાયેલ માણહું ઘણાં વખેતથી વાટ જોવી પળહે. ૧000 વરહુ લગી.
દાઉદ હાસાયથી ને ભરહાથી ઘણાં વરહુ રાજ કર્યું ને ઈસવર તીનાને ભરકેત આપી. પુન ચુ જીણગીના સેહલા દાહળામાં ઈસવર વિરુધ મોટુ પાપ કર્યું.
એક દાહળે દેર દાઉદના ધગળાં લળાય કરવા બાહેર જાય રહલાં તેર ચુ પોતાના મહેલ પોર રહીકને એક રુપાલી બયેરને ઊઘેલતી ભાલી. તીનીનુ નામ બેથશેબા હોતુ.
નજેર ફેરવી લેવાને બદલે દાઉદ તીની બયેરને બોલાવા કોયકને મોકલ્યો. ચુ તીની ભેગો હુંઈ જયો ને પસેણ તીનીને ઘોર મોકલી દેધી. થોલાક દાહળા પસેણ બેથશેબા દાઉદને વાત મોકલી કી તીનીને મયના હોયા.
બેથશેબાનો આદમી તીનાનુ નામ ઉરીયા હોતુ. ચુ દાઉદનો ખાસ ધગળો હોતો. દાઉદ ઉરીયાને લળાયમાંથો બોલાયો ને તીનાને કહયુ કી ચુ પોતાની બયેર પાહે જાય. પુન બીજા ધગળાં લળાયમાં હોય ને મે ઘોર જોમ ચે વાત ઉરીયા નકારી દેધી. તીને દાઉદ ઉરીયાને પાસો લળાયમાં મોકલ્યોને લહકેરના આગેવાનને કહવાળ્યુ કી તીનાને જાહાં વધાર દુશ્મન હોય સાહાં અગોલ રાખજો કી તીનાને મારી નાખે.
ઉરીયા મરી જયો પસેણ દાઉદ બેથશેબાને રાખી. પસેણ ચે દાઉદના પોર્યાને જલમ આપ્યો. દાઉદ જયુ કર્યું તીનાથી ઈસવર રીહવાય જયો તીને ચુ નાથાન પ્રબોધકને દાઉદપાહે મોકલ્યો. ઈયું દેખાળવા કી ચુ કેતરુ મોટુ પાપ કર્યું. દાઉદ પાપનો પસ્તાવો કર્યો ને ઈસવર તીનાને માફ કર્યો. બાકીની જીણગીમાં દાઉદ ઈસવર પસોલ સાલ્યો ને માન્યો.તીનાના મુશ્કેલીના દાહળામાં હોદે.
દાઉદના પાપની શિક્ષાના બદલામાં તીનાનુ પોર્યુ મરી જયુ. દાઉદના કુટુમમાં આખી જીણગી લડાઇ સાલી ને દાઉદની તાકેત ઊતરતી જેય. દાઉદ ઈસવરનુ ની માન્યો. ઈસવર તીનાના વાયદા પોર ભરહાવાલો હોતો. પસેણ દાઉદ ને બેથશેબાને બીજો એક પોર્યો હોયો તીનાનુ નામ સુલેમાન પાડયું.
બાઇબલનો વાતરો ૧ શમુએલ ૧૦:૧૫;૧૯,૨૪,૩૧, ૨શમુએલ ૫,૭,૧૧-૧૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).