19. ૧૯. પરબોધકુ

19. ૧૯. પરબોધકુ — illustration 1

ઈઝરાયેલનો પેહલેથો ઈતિહાસ દેખજે તે ઈસવર પ્રબોધકુને મોકલ્યા. પ્રબોધકુ ઈસવર પાહેથી વાત હાંમલે ને પસેણ ચે વાત માણહુંને કેહે.

19. ૧૯. પરબોધકુ — illustration 2

આહાબ ઈઝરાયેલનો રાજો હોતો તેર એલિયા પ્રબોધક હોતો. આહાબ ખરાબ માણેહ હોતો. ચુ માણહુંને ઝુઠો દેવ બઆલની ભકિત કરવા મદેક કરતલો. એલિયો આહાબને કહયુ “મે દેંહ લગી ની કહું તેંહ લગી ઈઝરાયેલમાં વહરાત નીતે ઝાકોલ ની પળે. તીને આહાબ ઘણો રીહવાય જયો.”

19. ૧૯. પરબોધકુ — illustration 3

ઈસવર એલિયાને ઉજાળમાં નાળામાં હતાય રહવા કહયુ. કાહા કી આહાબ તીનાને મારી નાખવા હિનતલો. હવારે ને હાંજે પોદયા તીના લેધે માહ ને રોટો લાવતલાં. આહાબ ને તીનાનુ લહકેર એલિયાને જોવતલુ પુન ચુ તીનુને ની જળયો. કાલ એતરો બધો હોતો કી નાળું હુકી જયુ.

19. ૧૯. પરબોધકુ — illustration 4

તીને એલિયો ઢુકળા દેહમાં જયો. તીના દેહમાં એક રંડાયલી ને તીનીનો પોર્યો કાલ પળતલો તીને ભુખે મરતલાં. પુન ચેં એલિયાની કાલજી રાખી તીને ઈસવર તીનુને પુરુ પાળ્યું કી તીનુની ગયણીમાં તેલ ને હાંડીમાં લોઠ ની ખુટયો. આખો કાલ ખવાનુ સાલ્યુ. એલિયો થોલાં વરહુ લગી સાહાં રહયો.

19. ૧૯. પરબોધકુ — illustration 5

હાળા તીન વરેહ પસેણ ઈસવર એલિયાને ઈઝરાયેલ રાજમાં જવા કહયુ ને આહાબને ભેગાવા કહયુ. કાહા કી ચુ પાસો વહરાત મોકેલવા માંગતલો. દેર આહાબ એલિયાને ભાલ્યો તેર ચુ તીનાને કહયુ "તુ દુખ આપવાવાલે હોયો." એલિયો તીનાને કહયુ "તુ દુખ આપવાવાલો હોયો તુ ઈસવરનો નિયમ તાળ્યો ને બઆલની ભકિત કરી. તુ ઈઝરાયલ માણહુંને કાર્મેલ ડુંગોર પોર લીઆવ.

19. ૧૯. પરબોધકુ — illustration 6

ઈઝરાયેલના બધાં માણહુંને ને બઆલના ૪૫૦ પ્રબોધકુને લેકને કાર્મેલ ડુંગોર પોર આવ. એલિયો માણહુંને કહયુ "કાં લગી બે મનવાલા રહસો? યહોવા ઈસવર સે તે તીનાની ભકિત કરો ને બઆલ ઈસવર સે તે તીનાની ભકિત કરો."

19. ૧૯. પરબોધકુ — illustration 7

તેતાર એલિયો બઆલના પ્રબોધકુને કહયુ “એક ગોધાને મારીકને તીનુ લેધે વેદી તીયાર કરો. પુન આગ ની હલગાવા. મે હોદે હહીંદ કરેહ. જયે આગથી ઈસવર જવાબ આપે ચુદ હાસો ઈસવર સે." તીને બઆલના પૂજારા વેદી તીયાર કરી પુન આગ ની હલગાવી.

19. ૧૯. પરબોધકુ — illustration 8

પસેણ બઆલના પ્રબોધકુ બઆલને પ્રાર્થના કરી કી "બઆલ હમેર હાંમેલ." આખો દાહળો ચે પ્રાર્થના કરી ને આયળ્યા ને પોતાને સૂરા ઘોપીયા પુન કસ્યુ જવાબ ની જળ્યો.

19. ૧૯. પરબોધકુ — illustration 9

હાંનતો એલિયો ઈસવરની વેદી તીયાર કરી. પસેણ ચુ માણહુંને વેદી પોર માહ ને લાકડા ને વેદીની ચારેમેરની જમીન ની ભીગે તેંહ લગી બાર હાંડલાં પાણી રેળવા કહયુ.

19. ૧૯. પરબોધકુ — illustration 10

તેર એલિયો પ્રાર્થના કરી "એ યહોવા ઈબ્રાહીમ ને ઈસહાક ને યાકૂબના ઈસવર હમુને દેખાળ કી તુ ઈઝરાયેલનો ઈસવર ને મે તાહરો સેવક હોયો. મને જવાબ આપ કી ઈયેં માણહું જાણે કી તુ હાસો ઈસવર હોયો."

19. ૧૯. પરબોધકુ — illustration 11

તરેત હરેગમાંથી આગ ઉતરી ને માહ ને લાકડા ને સપોહળા ને દેળ ને જયું વેદીની ચારેમેર પાણી હોતુ ચું બધું બાલી નાચ્યુ. માણહું હિયું ભાલ્યુ ને ભોંય પોર પળ્યા ને કહયુ "યહોવા ઈસવર સે. યહોવા ઈસવર સે.

19. ૧૯. પરબોધકુ — illustration 12

તેર એલિયો કહયુ “બઆલના એક હોદે પ્રબોધકને જવા ની દેવા.” તીને માણહું બઆલના પ્રબોધકુને ધર્યા ને સેટા લીજાયકને મારી નાચ્યા.

19. ૧૯. પરબોધકુ — illustration 13

એલિયો આહાબ રાજાને કહયુ “તુ હેહેર ઘમી જા. કાહા કી વહરાત આવા બાઝી રીયો.” તરેત કાલા વાદળા આયાં ને ભારી પાણી પળ્યો. યહોવા કાલ બંધ કર્યો ને સાબિત કર્યું કી ચુદ હાસો ઈસવર સે.

19. ૧૯. પરબોધકુ — illustration 14

એલિયાના ટેમ પસેણ ઈસવર એલિશા નામના માણેહને પ્રબોધક હહીં નક્કી કર્યો. ઈસવર એલિશાથી ઘણાં સમતકાર કર્યા. એક સમતકાર નામાનને હોયો. ચુ દુશ્મન સેનાનો મોટો હોતો. તીનાને સામળીનો રોગ હોતો. ચુ એલિશાની વાત હાંમલી સાત વાર ડુબકી મારવા કહયુ.

19. ૧૯. પરબોધકુ — illustration 15

પેહલો નામાન રીહવાય જયો ને ચુ હહીં ની કર્યું કાહા કી ચું ગાંડા હરકુ લાજયુ. પુન સેહલે ચુ પોતાનુ મન બદલ્યુ ને ચુ સાત વાર યર્દનમાં ડુબકી મારી. સેહલે ચુ બાહેર આયો તેર તીનાની સામડી આખી વારલી હોય જેલી હોતી. ઈસવર તીનાને વારલો કર્યો.

19. ૧૯. પરબોધકુ — illustration 16

ઈસવર બીજા ઘણા પ્રબોધકુને મોકલ્યા. ચે માણહુંને મૂર્તિ પૂજા ની કરવા ને હાસાયથી રહવા ને બીજાને પ્રેમ કરવા કહયુ. પ્રબોધકુ માણહુંને સેતવણી આપી કી ચેં ખરાબ કરવાનુ સોળે ની ને ઈસવરના નિયમમાં રહવાનુ સાલુ ની કરે તે ઈસવર તીનુને ગુનો માથે પાળીને નીયો કરહે ને શિક્ષા કરહે.

19. ૧૯. પરબોધકુ — illustration 17

ઘણી વાર માણહું ઈસવરનુ ની માન્યુ. ચેં પ્રબોધકુને વિતાળ્યા ને તીનુને મારી હોદે નાસ્યા. એક વાર યર્મિયા પ્રબોધકને પાણી ની હોતુ તીના કૂવામાં મારી નાખવા નાખી દેધલો. ચુ કૂવામાં ગુરકાય જયો. પુન રાજાને તીના પોર દિયા આવી ને ચુ તીનાના ધગળાને હુકમ કર્યો કી યર્મિયા મરે તીના પેહલો તીનાને બાહેર કાઢો.

19. ૧૯. પરબોધકુ — illustration 18

કાહા કી માણહું તીનાને ધિકારતલાં તે હોદે પ્રબોધકુ ઈસવર લેધે બોલ્યા. ચે માણહુંને સેતવણી આપી કી ચેં મન ની બદલે તે ઈસવર તીનુનો નાસ કરહે. ચે માણહુંને ઈસવરની ઈયે વાત હોદે યાદ દેવળાવી કી મસિહ આવહે.

બાઇબલનો વાતરો ૧ રાજા ૧૬-૧૮, ૨ રાજા ૫, યરમિયા ૩૮

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).