20. ૨૦. વેઠ ને સુટકારો
ઈઝરાયલનુ રાજ ને યહુદાનુ રાજ બેહો ઈસવર વિરુધ પાપ કર્યું. ઈસવર તીનુને જયુ કરાર સિનાઈ ડુંગોર પોર આપલો ચુ તોળી નાચ્યો. માણહું મન બદલે ને પાસાં તીનાની ભક્તિ કરે કરીકને સેતવણી આપવા ઈસવર તીનાના પ્રબોધકુને મોકલ્યા પુન ચે ની માન્યુ.
તીને ઈસવર બેહો રાજને તીનુના દુસમનુથી તીનુનો નાસ કરવા સુટ આપી. આસૂરનુ રાજ તાકેતવાલુ હોતુ ને નાસ કરવાવાલુ હોતુ. ચું ઈઝરાયેલના રાજનો નાસ કર્યો. આસૂરનુ લહકેર ઈઝરાયેલના રાજના ઘણાં માણહુંને મારી નાચ્યાં. બધી મિલકેત લેક જતા રહયા ને દેહને બાળી નાચ્યો.
આસૂરના માણહું બધા આગેવાનુને ને માલદાર માણહુંને ને વારુ કારીગરુ હોતા તીનુ બધાને ભેગા કરીકને આસૂર લીજયા. તીનુમાના ગરીબ ઈઝરાયેલ માણહું તીનુને મારી ની નાચ્યાં ચેં એતરાંદ ઈઝરાયેલ રાજમાં રહયાં.
પસેણ આસૂરના માણહું બીજા દેહના માણહુંને ઈઝરાયેલનુ રાજ જાહાં હોતુ સાહાં રહવા લાયાં. બીજા દેહના માણહું નાસ કરલાં હેહેરને પાસાં બાંધ્યાં ને સાહાં રહી જેલાં ઈઝરાયેલ માણહું ભેગાં પયણ્યા. ઈઝરાયેલનો જયુ વસતાર બીજા દેહના માણહુંને પયણ્યો ચેં સમરુની માણહું કહવાયાં.
યહૂદા રાજના માણહું ભાલ્યુ કી ઈસવરની ભકિત ને નિયમ ની પાલવાવાલાં ઈઝરાયેલ રાજના માણહુંને કેહલી સિકસા કરી. તેહોદે ચેં મુર્તિની ભકિત કરવાનું ને કનાની માણહુંના દેવુના ઉપાહ કરવાનું સાલુ રાખ્યુ. ઈસવર તીનુને સેતવણી આપવા લેધે પ્રબોધકુ મોકલ્યા પુન ચેં તીનુનુ ની હાંમલ્યુ.
આસૂર ઈઝરાયેલના રાજનો નાસ કર્યો તીનાના ૧00 વરહુ પસેણ ઈસવર બાબિલના રાજા નબુખાદનેસ્સારને યહૂદાના રાજ પોર લળાય કરવા મોકલ્યો. બાબિલ તાકેતવાલુ રાજ હોતુ. યહૂદા રાજનો રાજો નબુખાદનેસ્સાર રાજાનો ગુલામ બણવા કબુલ કરી ને તીનાને દર વરેહે પચ્યા આપવા નક્કી કર્યું.
પુન થોલાંક વરહુ પસેણ યહુદિયાનો રાજો નબુખાદનેસ્સાર વિરુધ ઝગડો કર્યો તીને બાબિલ પાસા આવીકને યહુદિયાના રાજ પોર હુમલો કર્યો. ચે યરુશાલેમનુ હેહેર લેય લેધુ. ભકિત કરવાની જગાને નાસ કરી ને હેહેર ને ભકિત કરવાની જગાનો બધો ખજાનો લૂંટી લેધો.
યહુદિયાના રાજાને ઝગડો કરવાની શિક્ષા આપવા લેધે નબુખાદનેસ્સાર રાજાના ધગળાં રાજાના પોર્યાને તીના અગોલ મારી નાસ્યો ને પસેણ તીનાને આંધળો કરી દેધો. પસેણ ચે રાજાને બાબિલના બંધિવાસમાં મારવા લેધે લીજયા.
નબુખાદનેસ્સાર ને તીનાનુ લહકેર યહુદિયા રાજના બધાં માણહુંને બાબિલ લીજયા. જયે વધાર ગરીબ હોતાં તીનુનેદ વાળ્યુમાં ખેતી કરવા લેધે રહવા દેધાં. ઈયુ એહલો ટેમ હોતો કી ઈસવરના માણહુંને વાયદાનો દેહ સોળીકને બંધિવાસમાં લીજવા ડબોણ આપલુ.
ઈસવર તીનાના માણહુંને તીનુના પાપુ લેધે શિક્ષા કરી કી તીનુને બંધિવાસમાં મોકલે પુન ચુ તીનુને ને પોતાના વાયદાને ભુલ્યો ની. ઈસવર તીનુને ભાલદેખ રાખવાનુ ને પોતાના પ્રબોધકુથી તીનુ ભેગો બોલવાનુ સાલુ રાસ્યુ. ચુ વાયદો કર્યો કી સીતેર વરહુ પસેણ ચેં વાયદાના દેહમાં પાસાં આવહે.
સીતેર વરહુ પસેણ કોરેશ ચુ પરશિયાનો રાજો હોતો. ચુ બાબિલને હરાયુ ને તીનુનુ રાજ લેય લેધુ. ઈઝરાયેલ માણહું હાય યહુદી કહવાયતલા ને તીનુમાના ઘણાં માણહું પોતાની આખી જીણગી બાબિલમાં પુરી કરી. તીનુમાના ઘણા ઓસા ડાહલાંને યહુદિયા દેહ યાદ હોતો.
પરશિયન રાજ તાકેતવાલુ હોતુ પુન ચે જીતેલી પ્રજા પોર દિયાવાલા હોતાં. કોરેશ પરશિયાનો રાજો બણ્યો પસેણ તરેત હુકમ કર્યો કી જયે યહુદી માણહું યહુદિયા રાજમાં જવા માંગતા હોય ચેં પરશિયા સોળીકને યહુદિયા જાય હકે. ચુ ભકિત કરવાની જગા પાસી બાંધવા લેધે પચ્ચા હોદે આપ્યા. તીને સીતેર વરહુ પસેણ યહુદી માણહુંનુ એક નનલુ ટોળું યહુદિયાના યરુશાલેમ હેહેરમાં પાસુ આયુ.
દેર માણહું યરુશાલેમમાં પાસાં આયાં તેર ભકિત કરવાની જગા ને હેહેરની ચારેમેર કોટ બાંધ્યો. હજુ બીજા માણહુંથી તીનુને અમલ ચલાવાતો. પાસાં ચેં વાયદાના દેહમાં રહવા બાદજયા ને ભકિત કરવાની જગામાં આરાધના કરવા બાદજયા.
બાઇબલનો વાતરો ૨ રાજો ૧૭;૨૪-૨૫; ૨ કાળવુતાંત ૩૬; એઝરા; ૧-૧૦; નહેમયા ૧-૧૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).