2. ૦૨. પાપ દુનિયામાં આયુ
ઈસવર બણાવલી વારૂ વાળીમાં આદમ ને તીનાની બયેર હવા ખુસીથી રહતલાં. ચેં સાખલાં ની પેહેરતલા તે હોદે તીનુને લાજુ ની આવતલુ. કાહા કી દુનિયામાં પાપ ની હોતુ. ચેં કાયેમ વાળીમાં ઈસવર ભેગાં સાલતલાં ને વાતે કરતલાં.
પુન તીની વાળીમાં એક સેતેરવાવાલો ગહળો રહતલો. ચુ હવાને પુસ્યુ, કો ઈસવર તહુને હાસુદ અહી કહયુ કી વાળીના બધા ઝાળુના ફલ ની ખવા.
હવા જપાબ આપ્યો, “ઈસવર હમુને કહયુ કી હમુ બધા ઝાળુના ફલ ખાય હકજે પુન ભલુ ભુંડુ જાણવાનુ ફલ ની.” ઈસવર હમુને કહયુ કિ, તહું હિયું વારુ ને ખરાબ જાણવાનુ ફલ ધરહો નીતે ખાહો તિને દાહળે તહું મરહો.
ગહળો તિનીને જપાબ આપ્યો, હિયે ખોટી વાત સે. તહુ ની મરો પુન ઈસવર ને ખબેર સે કી તહુ ખાહો તેર ઈસવર જેહલા વારુ ને ખરાબ જાણવાવાલા બણી જહો.
હવા ભાલ્યુ તે ચુ ફલ ખવામાં વારૂ ને ભાલવામાં રૂપાલુ હોતુ. ચે હજુ વધાર અકેલવાલી બણવા માંગતલી તીને ચે ચુ ફલ તોળીકને ખાધુ. પસેણ ચે પોતાના આદમીને હોદે ખવા આપ્યુ ને ચુ હોદે ખાધુ.
તિનીદ ટેમે તિનુના ડોલા ઉઘળી જયા, ને ચે ભાલ્યુ કી હમુ નાગેરલાદ હોયા, તેર ચે પાયડા હિવીકને સાખલા બણાવવા ને પોતાની દેહી ને ઢાકવા મથ્યા.
તેર આદમ ને તિનાની બયેર હવા વાડીમાં સાલીક જતલા ઈસવરનો અવાજ હાંમલ્યો, ને ચે બેહોવ ઈસવરથી હતાય જયા, ને ઈસવર આદમને કહયુ, “તુ કા હોયો ?” આદમ કહયુ “મેં વાડીમાં તાર ચાલીક જવાનો અવાજ હામલ્યો, ને મેં બિહી જયો, કાહા કી મેં નાગેરલોદ હોતો. તિને મેં હંતાય જયો.”
તેતાર ઈસવર પુચ્યુ “તને કોય કહયુ કી તુ નાગેરલો હોયો? જિના ઝાળનુ ફલ ની ખાવા કહલુ, ચુ કો તુ ખાધુ ?” આદમે કહયુ “માર હાંતે રહવા કરીકને જ્યે બયેર તુ મને આપલી ચે મને ફલ આપ્યુ ને મેં ખાધુ.” તેર ઈસવર બયેરને પૂચ્યુ, “ઈયુ તુ કો કર્યુ? “તેર બયેર જપાબ આપ્યો “ગહળો મને સેતરી”
ઈસવર ગહળાને કહયુ. તુ હરાપવાલો સે, તુ પેટે સાલહી, ને ધુલો ખાહી. તાહરી ને બયેરની વસે, ને તાહરા સેલાની ને તિનીનાં પોર્યાની વસે વેર કરાવેહ. બયેરનો પોર્યો તાહરુ મુંડૂ છુદહે ને તુ તિનાની પુઠીએ કયેડહી.
તિના પસી ઈસવર બયેરને કહયુ કી તુ દુખે પોર્યુ જણહી, ને તુ તાહરા ધણીહના કહયે સાલહી ને ચુ તાર પોર ધણીપણુ કરહે.
ઈસવર આદમને કહયુ તુ તાહરી બયેરની વાત માનીકને માહરી આગ્ના તોડી. હાય ભોય હરાપિત હોય જેય, ને તાહરે ખાવાનુ ભેગુ કરવા તંતોડ મેહનેત કરવુ પડહે. તુ મરહી ને તાહરી દેહી ભોયમાં મેલાય જાહે, ચુ માણેહ આફાની બયેરનુ નામ “હવા” એતરે “જીવતલી” પાડયુ કાહા કી ચે બધા જીવતલાની આચ હોતી. ને ઈસવર આદમને ને હવાને જાનવોરના સામડાના સાખલા પેહરાયા.
તેર ઈસવર કહયુ, “ભાલો ઈયુ માણેહ આપેણ હરખુ વારુ ને ખરાબ જાણવા વાલુ બણી જ્યુ. તિનુને જીણગીના ઝાડનુ ફળ ની ખવા દેવા. નિતે ચે બધા દાહળા જીવતા રહશે.” કરીકને ઈસવર આદમને ને હવાને વારુવાડીમાંથા બાહેર કાઢી મેચ્યા. ને ચેં જીણગીના ઝાડનુ ફળ તોડીકને ની ખાય કરીકને ઈસવર બધા દાહળા જીવાની જીણગીના ઝાડને હાસેવવા તાકેત વાલા દૂતને મેંચ્યો.
બાયબલનો વાતરો ઉત્પતિ ૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).