23. ૨૩. ઈસુનો જલેમ.
મરીયની હગાય યુસુફ નામના એક હાસા માણેહ હાથે હોય રહલી. જેતાર ચુ હામલ્યુ કી તિનિને મયના હોયા, તેર ચુ જાણતલોદ કી ચુ પોર્યુ તિનાનુ ની મલે, મરિયમને બદલામ ની કરવા માંગતલો તિને સોળી દેવા વિચાર્યુ, ચુ કચુક કરે તિના પેહલો હરેગનો દૂત તિનાના હિમણામાં આવીકને વાત કરી.
દૂત કહયુ, “યુસુફ મરિયમને તાહરી ઘોરવાલી બણાવવા બિહવા ની, જ્યે મહિના સે ચે પવિતર આત્માથી સે, ચે એક પોર્યો જણહે ને તિનાનુ નામ ઇસુ પાળજી, (તિનાનો અરેથ: ઈસવર બસાવે) કાહા કી ચુ માણહુને તિનુનાં પાપુમથો બસાવહે”.
તિને યુસુફ મરિયમ ને પયણીક ને ઘોર લાયો, પોર્યાનો જલેમની હોયો તાહ લગી ચુ તિની પાહે ની જ્યો.
જેર મરિયમને ખટલો હોવાનો ટેમ નજીક હોતો તેર, રોમન સરકાર પોતપોતાના ડાહલા બાહુહ જાહા રહતલા સાહા જાયકને નામુ લખાળવા કહયુ. મરિયમને ને યુસુફને નાઝરેથથા બેથલેહેમ જવા ઘણુ સાલવુ પળ્યુ. કાહાકી તિનુનો પુરવોજ દાવુદ હોતો. ને તિનાનુ ગામ બેથલેહેમ હોતુ.
જેતાર ચે બેથલેહેમ પોહત્યા તેર તિનુને રહવા લેધે જગા ની જળી તિનુને ડગરા બાધવા નુ કુળ એતરુદ જળ્યુ. ને પોર્યાનો જલેમ સાહા હોયો. ને તિનાની આચ તિના પોર્યા ને ગભાણમા હુવાળ્યો. કાહા કી તિનુ પાહે ખાટલો ની હોતો, ચેં તિનાનુ નામ ઈસુ પાડયુ.
તિનિ રાતે થોળાક ભરવાળુ પાધોરુમા ધેટાની રખવાલી કરતલા, ઉસકાહલુદ તિનુ અગોલ ઇંજળાહન હોય જ્યુ ને એક દૂત તિનુ ને દેખાયો. ને ચે બિહી જ્યા, ને દૂત તિનુ ને કહ્યુ, “બિહો ની કાહાકી તોર લેધે મે વારુ ખબેર લાયો, મસિહ, પ્રભુ, બેથલેહેમમાં જન્યો.”
“જોવને પોર્યાને જોવો, ચુ તહુને સાખલામા લપેટલો, ગભાણમા હુવાળલો ભાલહો,” એકદોમ હરેગ ઈસવરના દુતુ થી ભરાય જ્યુ. ને છે ઈસવરનાં વખાણ કરતા કહયુ કી, “હરેગ માં ઈસવરના વખાણ હોવે ને તીનાને પસંદ કરવાવાલા ધરતિપોર ના માણહુ ને સાંતી જળે.”
થોળાકેદ ટેમાં ભરવાળુ, ઈસુ જાહા હોતો સાહા પોહતી જ્યા, દહીં દુતુ કહલુ તહી પોર્ઉઓ ગભાણમા હુવતો ભાલવા જલ્યો. ચે ઘણાત ખુસમાં હોતા, ભરવાળુ જ્યુ ભાલ્યુ ને હામ્યુ તિના લેધે ઈસવરના વખાણ કરતા, કરતા પોતાના ઘેટા હોતા સાહા પાધોરમા પાસા જતા રહ્યા.
થોળાક ટેમ પસી, ઉગેમ્યા દેહુ માના ઘણી બુદ્ધિવાલા માણહુ હરેગમાં એક અલેગેત તારો ભાલ્યો, તિનુને ખબેર પળી કી યહુદિમાણહુનો એક નવો રાજો જલેમ્યો, તિને ચે ઇના એક નવલા રાજા ને ભાલવા ઘણે લામ્બે જ્યા, ને ચે બેથલેહેમાં આયા ને જાહા ઈસુ ને તિનાના આચબાહા હોતા તિના ઘોરને જોયુ,
જેતાર બુધ્ધિવાલા માણહુ ઈસુને તિનાની આચ ભેગુ ભાલ્યુ તેર ચે તિનાનુ ભજન કર્યુ, ને ચે ઇસુને ઘણી મોહંગી મોહંગી ભેટે આપ્યુ, ને પાસા ઘોર ઘમી વલ્યા.
બાઈબલમાંથી એક વાર્તા: માથ્થી ૧
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).