25. ૨૫. સેતાન ઈસુને પારખી ભાલે
બાપતિસમા હોયા પસી પવિતર આત્મા ઈસુને ઉજાળમાં લિજ્યો. સાહા ઈસુ સાલીહ દાહળા ને સાલિહ રાત ઉપાહ કર્યા. ને સેતાન તિના પાહે આયો પાપ કરાવા કરીકને પારખી ભાલયો.
સેતાન ઇસુને કહયુ, કી “તુ હાસુદ ઈસવરનો પોર્યો હોય તે ઈના સપોહળાને કહી દે કી રોટો બણી જાય. ને તુ ખાય હકે.”
ઈસુ તિનાને હાંબો કહયુ, “ઈસવરના વસોનુમાં લખલુ સે કી માણેહ એખલા રોટાથી ની પુન ઈસવરના મોહમાંથી નિકેલલા બધાત વસોનુથી જિવહે.”
પસી સેતાન ઈસુને મંદિરની ઉસામ ઉસી જધા પોર લિજ્યો, ને કહયુ, કી “તુ ઈસવરનો પોર્યો હોય તે નીસો ઉડી પળ, કાહા કી અહી લખી મેસ્યુ કી, ઈસવર આફાના દુતુને કહચે ને ચે તને હાથુથી ઝેલી લેહે, ને તાહરા પોગ હોદે ની સપોહળે અહટાય.”
પુન ઈસુ સેતાન ને પવિતર સોપળીમાના વસોન થી વાત કરતો કહયુ, “ઈસવરના વસોનમાં આગ્ના આપલી હોતી કી, તાહરા ઈસવરને પારખેહ ની.”
પસી સેતાન ઈસુને દુનિયાનુ બધુત વારુ વસ્તુ દેખાળીકને કહયુ કિ “તુ મને પોગે પળીકને માહરુ ભજોન કરે તે ઈયુ બધુત વસ્તુ તને આપી દેહ.”
ઈસુ તિનાને કહયુ, “જા સેતાન માહરી પાહેથો જાતો રેહ. ઈસવર તિનાના માણહુને કહલુ સે, કી પરભુ તાહરા ઈસવર નુ એતરુદ ભજોન કર ને તિનાની એતરાની દ સેવા કર”.
સેતાન તિનાને સોળીકને જાતો રહયો કાહા કી ઈસુ તિનાની વાતમાં ની ફસાયો. ને દુતુ તિના પાહે આવિકને સેવા કરી.
બાઈબલનો વાતરો.-માથી ૪ : ૧-૧૧, માર્ક ૧ : ૧૨-૧૩, લુક ૪ : ૧-૧૩
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).