26. ૨૬. ઈસુ આફાની સેવા સાલુ કરે.
સેતાન ઈસુને પારેખવાનુ પુરુ હોય જ્યા પસી ઇસુ પવિતર આતમાની તાકેત હાથે, આફો રહતલો તિના ગાલીલ હેહેરમાં આયો. ઈસુ હિકાળવા કરીકને એક ગામમાંથો બિજા ગામમાં ફિર્યો. ને બધા માણહુ તિનાના બારામાં વારુ વાતે કરી.
ઇસુ જાહા મોટો હોવલો સાહા નાઝરેથ ગામમાં જ્યો, ને આરેમને દાહળે ચુ પરાથના ઘોરમાં જ્યો, ને ચે તિનાને યસાયા પરબોધકની સોપળી વાસવા કરીક આપી. ને ઈસુ ચે સોપળી ઊઘળી ને થોળુક વાસી હમલાયુ.
ઈસુ વાસ્યુ, “નબલા પાતલાને વારુ ખબેર કહવા, જેલ્યાને સોળાવા, આધલાને ભાલતા કરવા ને વેઠયાને સોળાવા ઈસવર મને તિનાનો આત્મા આપ્યો, ઈયુ વરેહ ઈસવરની કુરપાનુ સે.”
ને પસી ઈસુ નિસો બહી જ્યો, ને બધા માણહુ તિનાને ધારી ધારીકને ભાલી રહયા, ને ચુ સોપળીમાના મસીહાના બારામાં જ્યુ ભાગ વસ્યો ચુ જાણતલા, ઈસુ અહી કહયુ કી “જ્યુ મે વાસ્યુ ચુ હમણે હોવા બાઝી રહ્યુ,” ને બધા માણહુ ઉસેકાને હોય જ્યા, ને કહયુ, કો “ઈયુ યોસફ નો પોર્યો ની મલે.”
પસી ઈસુ કહયુ, “ઈયે વાત હાસીદ સે કી પરબોધકને પોતાના ગામમાં માન ની જળે, એલિયા પરબોધકના ટેમમાં ઇઝરાયેલમાં ઘણયુ રંડાયલ્યુ બયરે હોત્યુ, પુન જેર સાહા સાળા તિન વરેહનો કાલ પળ્યો તેર ઈસવર એલિયાને ઈઝરાયેલન્યુ રંડાયલ્યુ પાહે ની પુન બિજા દેહની રંડાયલી પાહે મોકલ્યો.”
પસી ઈસુ કહયુ, “એલિસા પરબોધકના ટેમાં સામળીના રોગવાલા ઈઝરાયેલમાં ઘણા માણહુ હોતા, તે હોદે એલિસા તિનુમાના એકને પુન વારુ ની કર્યો, ચુ નામાનનો એતરોદ કોડ મટાળ્યો. ચુ ઈઝરાયેલના દુસમનનો સેનાપતી હોતો.” જ્યે માણહુ ઈસુનુ હામેલવા બાઝી રહલા ચે બધા યહૂદી હોતા. ને ચે ઈસુને હહી કહતો હામલીકને રિહે રાતાલાલ હોય જ્યા.
નાઝરેથના માણહુ તિનાને પરાથના ઘોરમાથો બાહરો કાઢી દેધો, ને તિનાને મારવા ડુગોરની ધેળે લીજ્યા, પુન ઇસુ ટોલામાંથો નીકલી જ્યો ને નાઝરેથ સોળી દેધુ.
પસી ઈસુ ગાલીલના ગામુમાં જ્યો, ને ઘણા માણહું તિના પાહે આવતલા, ચે માદલા, આધલા,બેહરા ને બોબળા માણહુને તિના પાહે લાયા, ને ઈસુ તિનુને વારુ કર્યા,
ને ઘણામાં ભુતળા હોતા તિનુને ઇસુની પાહે લાયા, ને ઇસુના કહવાથી ભુતળા તિનુ માણહુમથા બાહરા નિકલી જ્યા. ને ઘણી વખેત આયેળતલા હોદે કિ “તુ ઈસવરનો પોર્યો સે,” ને માણહુનુ ટોલુ ડોલ ફાટ્યા હોય જ્યુ ને ઈસવરના વખાણ કર્યા.
પસી ઈસુ બાર જણાને ટાલ્યા. ચે ખાસ પુઠેર્યા કહવાયા, ને પુઠેર્યા ઈસુ ભેગા ફિર્યા ને હિકયા.
બાઈબલનો વાતરો.-માથી ૪ : ૧૨-૨૫ , માર્ક ૧: ૧૪-૧૫, ૩૫-૩૯, ૩: ૧૩-૨૧ લુક ૪: ૧૪-૩૦,૩૮-૪૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).