27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 1

એક દાહળે એક યહૂદી પાલેણનો જાણકાર ઈસુને પારેખવા કરીકને આવે, ને ઈસુને પુસયુ “બધા દાહળાની જિણગી મેલેવા માહરે કો કરવુ જોવે,” ઈસુ તિનાને જપાબ આપયો “ઈસવરની પાલેણેમાં કો લખી મેસ્યુ?”

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 2

પાલેણનો જાણકાર જપાબ આપ્યો કી, “તાહરા ઈસવરને પુરા મનથી, પુરા જિવથી, પુરી તાકેતથી ને પુરી બુધીથી પરેમ કર. ને જહી પોતાના પોર તહી પળોસી પોર પરેમ કર.” ઈસુ તિનાને કહયુ “તુ હાસુ કહયુ, હહિ કર તે જિવહી.”

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 3

પુન પાલેણનો જાનકાર ઈસુ અગોલ પોતે હાસો સે હહી સાબિત કરવા માંગતલો તિને પુસ્યુ, “માહરો પળોસી કોય ?”

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 4

ઈસુ તિના પાલેણના જાણકારને જપાબ આપવા એક વાતરો કહયો. “એક માણેહ યરુસાલેમથો યરીખો ગામ ઘમી જતલો.”

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 5

ચુ જતલો તેર રોહામાં સોરટા તિનાને લુટી લેધો, ને જ્યુ હોતુ ચુ બધુ હાપકી લેધુ ને મરી જાય એડો ઠોકીકને નાખદેકને જતા રહયા.

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 6

થોળાક ટેમમાં એક યહૂદી મોટો પુજારો સાહા સરસ્યો, પેલા પળલા માણેહને ઈયુ પુજારો ભાલ્યો તે ટાલો દેકને જતો રહયો,

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 7

થોળીક વાર પસી એક લેવી તિને રોહે હોયકને સરસ્યો (લેવી એક યહુદિ માણહુની જાત સે, ચે પુજારાને મદેક કરે.) લેવી હોદે પેલા પળી રહલા માણેહને ભાલ્યો ને બિજિ પાહ હોયકને જતો રહયો.

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 8

ને પસી તિને રોહે હોયકને એક સમરુની જાય, (સમરુનિ માણહુ યહૂદીના વંશ માનાત હોતા પુન ચે બિજે વિહા કરી રહલા) સમરુનિ ને યહૂદી હાંબ હાંબા વારુ ની હોતા,) જેતાર ઇયુ પેલા માણેહને પળી રહલો ભાલ્યો તેર, તિના પોર ઘણી દિયા આવી ને તિનાની હંભાલ લેધી, ને તિનાને જાહા લાગી રહલુ સાહા પાટા બાધ્યા.

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 9

ને પસી ઈયુ સમરુની તિનાને પોતા ના ગધળા પોર બહાળીકને એક ધરેમસાલામાં લિજ્યો, ને તિનાની કાલજિ લેધી.

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 10

બિજે દાહળે ચુ સાહાથો અઘો જવાનુ હોતુ તિને ધરેમસાલામાં કામ કરતા એક માણેહને થોલાક પસ્યા આપીકને તિનાની હંભાલ રાખવા કેહે ને તિનાને કહયુ કી હજુ વધાર પસ્યાની જરુર પળહે તે મે પાસો આયકને આપી જાહ.

27. ૨૭. હાસા સમરુની માણેહનો વાતરો — illustration 11

પસી ઈસુ પાલેણના જાણકાર ને પુસ્યુ “તને કો લાગે,? ઈનુ તિનમાનો પેલા માણેહનો હાસો પળોસી કોય?” પેલો જપાબ આપ્યો જ્યુ માણેહ તિના પોર દિયા કરી ચુ.” ઈસુ તિનને કહયુ “તુ જા ને હિનિદ રીતે કર.”

બાઈબલનો વાતરો. લુક ૧૦ : ૨૫-૩૭

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).