4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 1

જલપ્રલયનાં ઘણા વરહુ પસેણ, દુનિયામાં ઘણા માણહુ હોય જેલા, ને ચે એકેદ બોલી બોલતલા. ઈસવર ધરતીને પુરેપુરી ભરવા આગ્ના આપલી, તિના લેધે ચે ભેગા હોયા ને હેહેર બાધયું.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 2

ચે મોટાય કરવાવાલા બણી જયા, ને ઈસવર કહલુ તહી ચે ની કરયુ.ચે હરેગ હુંદી પોહતી જાય હેહલો ઉસામા ઉસો બુરજ બાંધવાનુ સાલુ કરયુ. ઈસવર ભાલયુ કી ચે ખરાબ કામુ ભેગા વલિકને કરહે તે ચુ ઘણુદ ખરાબ હોય જાહે.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 3

તિને ઈસવર તિનુની બોલી બદલી દેધી, ને માણહુંને દુનિયામાં ખોલવી નાખયા. જયુ હહેર ચે બાંધવાનુ સાલુ કરલુ તિનાનુ નાંમ બાબિલ હોતુ, તિનાનો અરેથ “ગરબળ” સે.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 4

ઘણા વરહુ પસેણ ઇસવર ઈબ્રામ નામના માણેહ હાતે વાત કરી. ઈસવર તિનાને કહયુ “તાહરો દેહ ને તાહરુ કુટુમ છોડદેકને જે જગા મે તને દેખાળુ સાહા જા. મેં તને ભરકેત આપેહ ને તારથી મેં એક મોટી પેઢી ઉભી કરેહ. મેં તાહરુ નામ મોટુ કરેહ. જયુ તને ભરકેત આપહે તિનાને મેં ભરકેત આપેહ ને જે તને હરાપ આપહે તિનાને મે હરાપ આપેહ. તાહરી લેધે ધરતી પોરના બધા કુટુબ ભરકેત વાલા બણહે.”

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 5

તિને ઈબ્રામ ઈસવરની આગ્ના માંની. ચુ તિનાની બયેર સારાને, ને તિનાના વેઠીયાને, ને જયુ કમાયલો ચુ બધુ લેકને જ્યુ કનાન દેહ ઇસવર દેખાળલો સાહા જયો.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 6

જેર ઈબ્રામ કનાન દેહમાં આયો, તેર ઈસવર કહયુ,“તાહરી આહેપાહે ભાલ મેં તને ને તાહરા કુટુમનાને ઈયુ દેહ, જયુ તુ ભાલે ચુ વારસામાં આપેહ.” તેર ઈબ્રામ તિના દેહમાંદ રહી જયો.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 7

એક દાહળે ઈબ્રામ ,ઉસામાં ઉસા ઈસવરના સેવક મલખીસદેકને ભેગાયો. મલખીસદેક ઈબ્રામને ભરકેત આપી ને કહયુ,“હરેગ ને ધરતીનાં માલીક ઈબ્રામને ભરકેત આપો.” તેર ઈબ્રામ મલકીસદેકને તિનાની મિલકેતમાથી દોહમો ભાગ આપ્યો.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 8

ઘણા વરહુ નિકલી જયા, પુન ઈબ્રામ ને સારાને એતાર હુદી એક હોદે પોર્યુ ની હોતુ. ઈસવર ઈબ્રામ હાંતે વાત કરી ને પાસો વાયદો કર્યો કી તને પોર્યો હોવહે, ને હરેગના તારા જેતરા વંશવેલો વધાળેહ. ઈબ્રામ ઈસવરના વાયદા પોર ભરહો કરયો. ઈસવર જાહેરાત કરી કી ઈબ્રામ હાસો હતો. કાહાકી ચુ ઈસવરની વાત માન્યો.

4. ૦૪. ઈબ્રાહિમની હાતે ઈસવરનો કરાર — illustration 9

તેર ઈસવર ઈબ્રામ હાતે કરાર બાધયો. કરાર તે બે પાલટી વચે સહમતી સે. ઈસવર કહયુ,“ મે તને તાહરાથીદ પોર્યો આપેહ. મેં તાહરા વંશવેલાને કનાન દેહ આપેહ.” પુન હજુ લગી ઈબ્રામને પોર્યો ની હોતો.

બાયબલનો વાતરો ઉત્પતિ ૧૧-૧૫માંથી

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).