43. ૪૩. મંડલી ની શરુવત.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 1

ઈસુ હરેગમાં ઢય જ્યો પસી તિનાની કહલી રીતે પુઠેર્યા યરુસાલેમમાં રહયા, વિસવાસી માણહુ સાહા કાયેમ પરાથના કરવા ભેગા વલતલા.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 2

વરેહ ડિટ નુણવાના પસાહ દાહળા પસી, યહૂદી માણહુ એક ખાસ દાહળો ઉજેવતલા, તિનાને પસાહમાનો દાહળો કહવામાં આવે. પસાહમાનો દાહળો એતરે ઈયુ દાહળો કી યહૂદી માણહુ નુણવાના તિહવાર તરીકે વાલતલા. આખી દુનિયાના યહૂદી માણહુ ભેગા વલીકને ઈના દાહળાને ઉજેવતલા. ઈને વરેહે પસાહમાનો દાહળો ઈસુ હરગે ઢય જ્યાને એક અઠવાળ્યા પસી આયો.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 3

તેતાર બધા યહૂદી માણહુ એક જધામાં ભેગા હોય રહલા. ચે જિના ઘોરમાં ભેગા હોય રહલા ચુ ઘોર ઉસકાલુદ વાયવાધેણના હરકા વાય થી ભરાય જ્યુ ને પસી આગ હરખી જિબે બધા વિસવાસી પોર ઊતરી, ચે બધા પવિતર આત્માથી ભરાય જ્યા. ને બિજિ બોલિ બોલવા લાગ્યા.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 4

જેતાર યરુસાલેમના માણહુ ઈયુ અવાજ હામલ્યો તેર કો હોવા બાઝી રહયુ ચુ જાણવા એક ટોલુ ભેગુ હોયુ. ને જેતાર વિસવાસી માણહુને ઈસવરના મોટા ને અલેગ કામુના વખાણ કરતા હામલ્યા, તેતાર ચે વિચાર કરતા હોય જ્યા. કાહા કી ચે તિનુ પોતાની બોલીમાં ચે હામેલતલા.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 5

થોળાક તે હિયે પિલેકને હહાં આયેળવા બાઝી રહ્યા હહીં કહતલા, પુન પિતર ઉભો હોયકને તિનુને કહયુ, કી “માહરી વાત હામલો, ઈયે માણહુ પિધેલા ની મલે, ઈયુ તે યોએલ પરબોદક જ્યે ભવિસ્યની વાત કહલી ચે પુરી હોવા બાઝી રહી, કિ “સેહલા દાહળામાં મે માહરો આત્મા રેળી દેહ”.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 6

“એ ઈઝરાયેલના માણહુ ઈસુ એક માણેહ હોતો ચુ ઈસવરની તાકેતથી ઘણા સમેતકારુ ને મોટા કામુ કર્યા, જિનુને તહુ ભાલ્યા હોદે ને જાણો હોદે. પુન તે હોદે તહુ તિનાને કુરોસ પોર ઠિકી દેધો.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 7

“ને ઈસુ મરી જયો, પુન ઈસવર તિનાને મરેલામાથો તિનમે દાહળે, જિવતો કરી દેધો. ઈયે તે ભવિષ્યવાણી પુરી હોવાની વાત સે, જયે કેહે કી “તુ તાહરા પવિતર ને કબેરમાં કુહવા (સળવા) ની દેય, ને હમુ હિની વાતના સાકસી સે કી ઈસવર ઈસુને પાસો જિવતો કરી દેધો.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 8

“હમણે ઈસુ ઈસવરની જમળી પાહ બહલો સે, ને જિનિ રિતે ચુ કહલુ તિનિ રીતે ચુ પવિતર આત્માને મોકલ્યો. ને હિની વાતને તહુ હમણે હામેલવા ને ભાલવા બાઝિ રહયા. હિયુ પવિતર આત્માને લેધે સે.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 9

“તહુ ઈનાત ઈસુને કુરોસ પોર ઠોકિ દેધો. ને હિયે વાત હાસી સે કી ઈસવર ઈસુને પ્રભુ ને મસિહ બણાયો.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 10

“જ્યે વાતે પિતર તિનુને કહયુ ચુ હામલીકને તિનુને ઘણુ કાઠુ લાગ્યુ, તિને ચે પિતરને ને બિજા પુઠેર્યાને પુસ્યુ કી હાવ હમુ કો કરજે.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 11

પિતર તિનુને જપાબ આપ્યો કી “બધા પોતાનુ મન બદેલવુ જોવે ને બધા ઈસુ ને નામે બાપતિસમા લેવુ જોવે. તિનાથી તોહરા પાપુ માફ હોય હકે. ચુ તહુને પવિતર આત્મા હોદે આપહે.”

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 12

પિતર જ્યુ કહયુ ચુ માનિકને તિન હજાર માણહુ ભરહો કર્યો. ને ચે ઈસુના પુઠેર્યા બણ્યા. ને ચે બાપતિસમા લેકને યરુસાલેમની મંડલીના સભ્ય બણી જ્યા.

43. ૪૩. મંડલી ની શરુવત. — illustration 13

વિસવાસી કાયેમ ખાસ પુઠેર્યાની વાતે હામેલતલા, ને બધા ભેગા રહતલા, ને ભેગા ખાતલા, ને ભેગા પરાથના કરતલા. ને ચે બધા ભેગા ઈસવરની મંડલીમાં ઈસવરના વખાણ કરતલા, ને જ્યુ કય પુન તિનુ હાથે હોતુ ચુ હાંબ હાંબા વેહેસતલા. ચે બધા એકબિજાની કાલજી રાખતલા. ને રોજ ઘણા માણહુ વિસવાસી બણતલા.

બાઈબલનો વાતરો : પ્રેરીતોના કામ ૨

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).