44. ૪૪. પિતર ને યોહાન ભિકારીને હાજો કરે.
એક દાહળો પિતર ને યોહાન મંદિરમાં જતલા, જેતાર ચે બાયણે પોહત્યા તેતાર એક લંગળા માણેહને પસ્યા માંગતો ભાલ્યો.
પિતર તિના લંગળા માણેહ ઘમી ભાલીકને કહયુ, “માહરી પાહે તને આપવા લેધે પસ્યા નિ મલે, પુન માહરી પાહે જ્યુ હોયુ ચુ મે તને આપેહ, ઈસુના નામમાં ઊઠ ને સાલતો હોવ”.
તરેતદ ઈસવર તિના લંગળા માણેહને સાલતો કરી દેધો, ચુ સાલવા ને ચારેમેર કુદવા લાજ્યો. ને ઈસવરના વખાણ કરવા લાગ્યો. મંદિરના આંગણામાં જે માણહુ હોતા ચે બધા ડોલફાટ્યા હોય જ્યા.
જ્યુ માણેહ વારુ હોય જ્યો તિનાને ભાલવા તરેત સાહા માણહુનુ ટોલુ ભેગુ હોય જ્યુ, પિતર તિનુને કહયુ, “ઈયુ માણેહ વારુ હોય જ્યો હિની વાતથી તહુ કાહા ડોલફાટ્યા હોયા, હિયુ હમરી તાકેતથી હાજો ની હોવલો મલે. પુન ઈસુની તાકેતથી ઈયુ માણેહ હાજો હોવલો સે.”
“તહુદ રોમન રાજપાલને કહલુ કી ઈસુને મારી નાખ, તહુ જિવળાવાવાલાને મારી નાસ્યો. પુન ઈસવર તિનાને મરેલામાથો જિવતો કરી દેધો, તહુ ની જાણતલા કિ કો કરવા બાઝી રહયા, પુન ઈસવર તોહરા કામુને ભવિષ્યવાણી પુરિ કરવા ઊપયોગ કર્યો. તિને હાવ તહુ તોહરા મન ફેરવો ને ઈસવર ઘમી પાસા ફીરો, કાહા કી ચુ તોહરા પાપુ માફ કરી દેય તહી.”
પિતર ને યોહાન જ્યુ કરતલા તિનાથી મંદિરના આગેવાનુ ઘણા હેરાન હોયા, તિને ચે તિનુને ધરી લેધા, ને જેલમાં પુરી દેધા, પુન તે હોદે ઘણા માણહુ પિતરની વાત માન્યા. ને ઈસુ પોર ભરોમહો કરવાવાલા વધીક ને ૫૦૦૦ પાસ હજાર હોયા.
બિજે દાહળે યહૂદી આગેવાનુ પિતરને ને યોહાનને મોટા પુજારા ને બિજા ધરેમના આગેવાનુ હોતા તિનુ પાહે લાયા. ચે પિતરને ને યોહાનને પુસ્યુ. “તહુ ઈના લંગળા માણેહને કોઈની તાકેતથી વારુ કર્યો?”.
પિતર તિનુને જપાબ આપયો “ઈયુ માણેહ ઈસુ મસીહાની તાકેતથી હાજો હોયકને તોહરી અગોલ ઉભો હોય રહયો. તહુ ઈસુને કુરોસ પોર ટાંગી દેધો પુન ઈસવર તિનાને પાસો જિવતો કરી દેધો. તહુ તિનાને ની ગણકાર્યો પુન બસવા લેધે ઈસુની તાકેત વગેર બિજો કોય રોહો ની મલે”.
બધા આગેવાનુ ઉસેકાને હોય જ્યા કાહાકી પિતર ને યોહાન હેતરી હિમેતથી વાત કહતલા. કાહા કી ચે જાણલા કી ઈયે ની જેહલા અભણ માણહુ સે. પસી તિનુને ફોમ આવી કી ઈયે ઈસુ ભેગા રહતલા. તેતાર પસી ચે પિતરને ધમકી આપીકને મોકલી દેધા.
બાઈબલનો વાતરો : પ્રેરીતોના કામ ૩ : ૧૪-૨૨
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).