45. ૪૫. ફિલિપ ને કુસ દેશનો અધિકારી.
પેહલાની મંડલીમાં એક માણેહ હોતો તિનાનુ નામ સ્તેફન હોતુ. ચુ એક વારુ માનવાલો ને ઘણી બુધી વાલો ને પવિતર આત્માથી ભરલો માણેહ હોતો. સ્તેફન ઘણા મોટા કામુ કરલા. ને ચુ માણહુને વારુ માનથી હમજાળતલો.
એક દાહળે સ્તેફન ઈસુના બારામાં હિકવાળવા બાઝી રહલો તેતાર થોળાક યહૂદી માણહુ જ્યે ઈસુ પોર ભરહો ની કરતા, ચે તિના હાથે વાતમાં હાપકાતાણ કરવા લાજયા. તિનુને ઘણી રીહ લાગી ને સ્તેફનના બારામા આગેવાનુ ની અગોલ લંડાય મેકી, ને કહયુ કી, “હમુ તિનાને મુસા ને ઈસવરની વિરુધ્ધ કારા કરતો હાંમલ્યો.” ધરેમના આગેવાનુ તિનાને ધરી લેધો ને પસી મોટા પુજારા ને બિજા આગેવાનુ પાહે લિજ્યા. સાહા સ્તેફનની વિરુધ ઝુટી સાકસી આપવાવાલાને ઉભા કર્યા, ને ચે ઝુટુ બોલયા.
મોટા પુજારા સ્તેફનને પુસયુ, “કો ઈયે બધી વાતે હાસી સે?” સ્તેફન તિનુને અબ્રાહમથી લેકને ઈસુના ટેમ લગીમાં ઈસવરથી કરવામાં આવલા, મોટા બણાવુને ફોમ કરાયકને કકિહી માણહુ ઈસવરની વાત ની માન્યા ચુ કહી હમલાયુ. ને તિનુને હોદે કહયુ “તહુ કાઠા મનના ને ઈસવરની વાતની વિરુધ જવાવાલા માણહુ સે. તહુ બધા દાહળા પવિતર આત્માની વાત ની માનતા, તોહરા ડાહલા બાહુહ હોદે પરબોદકુને મારી નાખીકને ઈસવરનો વિરોધ કરલો, પુન તહુ તે તિનુથા હોદે અઘા નિકલ્યા, તહુ ખ્રિસ્તને મારી નાખ્યો!.”
જેતાર પેલા ધરેમના આગેવાનુ ઈયુ વાતે હામલ્યુ તેતાર રિહે રાતાલાલ હોય જ્યા, ને ચે પોતાના કાનુ ઢાકી દેધા ને જોરથી આયેળવા લાગ્યા. ચે તિનાને ગામ બાહરો લિજ્યા ને તિનાને મારી નાખવા સપરાટવાનુ સાલુ કર્યુ.
જેતાર સ્તેફન મરવા બાઝી રહલો તેતાર જોરથી આયળીકને કહયુ, “ઈસુ માહરા આત્માને લેય લે” પસી ચુ ઘટણે પળીકને જોરથી કહયુ, “પ્રભુ ઈયુ ગુનો ઈનુને માથે ની પાળવા” પસી તિનાનો જિવ ઢય જ્યો.
શાવુલ નામનો એક જુવાન્યો સ્તેફનને મારવામાં સહમેત હોતો. ને ચુ જયે પેલાને સપરાટતલા તીનુ માણહુના સાખલાની રખવાલી કરતલો. તિનેત દાહળે યરુસાલેમમાં ઈસુ પોર ભરહો કરવાવાલા માણહુને વેલ્હા પાળવાનુ સાલુ કરી દેધુ. તિને ઘણા વિસવાસી માણહુ બિજિ બિજિ જઘામાં ઢાહિકને ઢય જ્યાં, પુન તે હોદે ચે જાહા જ્યા સાહા ઈસુની વારુ ખબેર માણહુને કહિ હમલાવી.
ફિલિપ નામનો ઈસુનો એક પુઠેર્યો હોતો ચુ યરુસાલેમાં વિસવાસી માણહુને વેલ્હા પાળતલા તિને ચુ યરુસાલેમમાથો, સમરુન હહેરમાં ઢાહિકને ઢય જેલો. ને ચુ સાહા ઈસુની વારુ ખબેર માણહુને કહી, ને ઘણા માણહુ વાત હામલીકને બસી જ્યા. એક દાહળે ઈસવરનો દૂત ફિલિપને ઉજાળમાં એક રોહે જવા કહયુ. તિને રોહે ફિલિપ કુશ દેહના એક મોટા માણેહને આફાની ઘોળાગાડીમા જતો ભાલ્યો. પવિતર આત્મા ફિલિપને કહયુ કી “જા હિના માણેહ ભેગો વાતે કર”.
જેતાર ફિલિપ ઘોળાગાડી થળુમ જ્યો તેતાર પેલા માણેહને યસાયા પરબોધકની સોપળી વાસતો હાંમલ્યો, ચુ અહી વાસવા બાઝી રહલો કી ચે તિનાને ઘેટા હવાલ મારવા લેક જ્યા, ને ચુ ઘેટા હવાલ શાત હોતો, ચુ કચુ બોલ્યો ની, ચે તિના અગોલ ઘણો ખરાબ વેવાર કર્યો. ને તિનાને માન ની આપ્યુ, ને ચે તિનાનો જિવ લેય લેધો”.
ફિલીપ તિના ખોજાને પુસ્યુ, “તુ જ્યુ વાસવા બાઝી રહયો હિયુ કો તુ હમજે કી, ચુ કહયુ ની, જેહ લગી કોય હમજાવે ની તેહ લગી મે કકિહિ હમજી હકુ. આવ તુ ઈહા આયકને બેહ, ઈયુ યસાયો આફા લેધે લખે કી પસી બિજા લેધે.
ફિલિપ તિના ઈથોપિયાના માણેહને હમજાળ્યુ કી યસાયો, હિયુ ઈસુ લેધે લખે, ને ફિલિપ પવિતર સોપળીના બિજા વસોનુનો ઉપયોગ કરીકને વારુ ખબેર હમજાળી.
તિને રોહે જતે ઇથોપિયાનો પેલો માણેહ ને ફિલિપ થોળુક પાણી હોતુ સાહા આયા, ઈથોપયાનો માણેહ કહયુ, “ઈહા પાણી હોયુ કો મને બાપતિસમા આપી હકે?” ને ચુ ઘોળાગાડી ઉભી રાખવા કહયુ.
પસી બેહો જણા પાણીમા ઉતર્યા, ને ફિલિપ ખોજાને બાપતિસમાં આપ્યુ, ને જેતાર ચે પાણી માથા બાહેર નિકલ્યા તેતાર ઉસકાલોદ પવિતર આત્મા ફિલોપને લિજ્યો, ને ચુ સાહા માણહુને ઈસુના બારામાં કહવાનુ સાલુ રાખયુ.
ખોજો ઈસુને જાણીકને ખુસ હોય જ્યો. ને આફાના ઘોર ઘમી જવાનુ સાલુ રાખ્યુ.
બાઈબલનો વાતરો : પ્રેરીતોના કામ – ૬ : ૮, ૮ : ૫ ,૨૬-૪૦
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).