48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 1

જેર ઈસવર દુનિયા બણાવી તેર બધુત વારુ ને પુરેપુરુ હોતુ, ને પાપ હોદે ની હોતુ, આદેમ ને હવા વારુ એક બિજાને પરેમ કરતલા, ને ચે ઈસવરને હોદે પરેમ કરતલા. મંદવાળ કી મરેણ કચુ ની હોતુ. જેહલુ ઇસવર આચા રાખતલો હેહલી દુનિયા હોતી.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 2

હવાને સેતેરવા સેતાન વાળીમાં ગહળાનુ રુપ લેકને વાત કરી. પસી આદમ ને હવા ઈસવર વિરુધ્ધ પાપ કર્યુ, તેરથી આખી દુનિયામાં બધા માણહુ માંદા હોવે ને મરી જાય.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 3

આદેમ ને હવા પાપ કરવાથી બિજી એક ઘણી મોટી વાત બણી, ચે ઈસવરના દુશ્મનુ બણી જ્યા. ને હિનાનુ પરીણામ ઈયુ આયુ કી તિનુના બધા માણહુ પાપી સોભાવ હાથે જલમે, ને ચુ હોદે ઈસવરનો દુશ્મન સે, ને ઈસવર ને માણેહની વસેનો સંબેધ પાપની લેધે તુટી જ્યો, પુન ઈસવર પાહે હિયુ સંબધ પાસો જોળવાની યોજના હોતી.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 4

ઈસવર વાયદો કર્યો કી હવાના વંશમાનો એક જણો સેતાનના મુડાને સુંદી નાખહે. ને સેતાન તિનાની પુઠીને સુદહે, હિનાનો અરેથ ઈયુ હોયો કી સેતાન મસિહને મારી નાખહે, પુન ઈસવર તિનાને પાસો જિવતો કરહે ને પસી મસિહ સેતાનની તાકેતને કાયેમ લેધે સુંદી નાખહે. ઘણા વરહુ પસી ઈસવર જાણ કરી કી ઈસુદ મસિહ સે.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 5

જેતાર ઈસવર દુનિયાને જળપ્રલયથી નાશ કર્યો, તેર મોટી નાવળી બણાવા કહયુ હિનાથી ઈસવર પોર ભરહો કરવાવાલા બસી હકાય. હિની રીતે બધા પોતાના પાપુ લેધે નાશ હોવા લાયક સે. પુન ઈસવર ઇસુને આપ્યો કી જ્યુ કોઇ તિના પોર ભરહો કરે તિનાને બસાવી લેવાયહે.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 6

વરહુથી પુજારા માણહુ લેધે ઈસવરને ભોગુ સળાયા, તિનાથી ખબેર પળે કી પાપ લેધે દંડ જરુરી સે. પુન હિયે ભોગુ તિનુના પાપુને સેટા ની કરી હકતલા, ઈસુ એક મોટો પુજારો સે, બિજા પુજારા હવાલ ની, ચુ પોતાની જાતનો ભોગ સળાયો કાહાકી દુનિયાના માણહુના પાપુને સેટા કરી હકે. ઇસુ પુરેપુરો મોટો પુજારો સે, કાહા કી બધાના પાપુનો દંડ પોતે લેય લેધો.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 7

ઈસવર અબ્રાહમને કહયુ “દુનિયાના બધિ જાતના માણહુ તાહરાથી ભરકેતવાલા હોવહે” ઈસુ અબ્રાહમના વંશનો હોતો.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 8

બધી જાતિ તિનાથી ભરકેતવાલી સે, કાહા કી જ્યુ કોઈ ઇસુ પોર ભરહો કરે તિનાને પાપુમાથો બસાવ હોવે. ને અબ્રાહમનુ આત્મિક પોર્યુ બણી જાય, જેર ઈસવર અબ્રાહમને આફાનો પોર્યો, ઇસહાકનો ભોગ સળાવા કહયુ, તેતાર ઈસવર ઈસહાકની બદલે ભોગ સળાવા એક ઘેટું પુરુ પાડયુ. આપણુ બધા આપણા પાપુ લેધે મોતને લાયક સે. પુન ઈસવર આફાનુ ઘેટું ઈસુને આપેણ લેધે મરવા મોકલ્યુ.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 9

જેર ઈસવર મિસર દેહમાં સેહલી મહામારી મોકલી, તેર ચુ બધા ઈસરાયેલી કુટુંબુને એક ઘેટાનો ભોગ સળાવા ને તિનાનુ લોહી પોતાના ઘોરના બાયણાના સોટખાની સારેમેર લગાળવા કહયુ. જેર ઈસવર લોહી ભાલ્યુ તેર ચુ, ચું ઘોર વટીકને અઘો ઢય જ્યો. ને તિનુના પેહેલ ખોલ્યાનો નાશ કર્યો. ઈના બણાવને વટવાનો તિહવાર નિતે પસ્ખાપર્વ કહવાય.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 10

ઈસુ આપણા વટવાનુ ઘેટું સે. ચુ પુરેપુરો ને પાપ વગેરનો હોતો. ને તિનાને વટવાના તિહવારની ટેમે મારી નાખલો, જેર કોઈ માણેહ ઈસુમાં ભરહો કરે તેર ઈસુ તિનાના પાપુની કિમેત સુકવી દેય. ને ઈસવરની સિક્સા તિના પોર ની રેહે.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 11

ઈસવર ઈઝરાયેલને વાયદો કરલો કી ચે તિનાના ટાલલા માણહુ સે. પુન હાય ઈસવર એક નવો કરાર કર્યો. ચુ બધા માણહુ લેધે સે. ઇના નવા કરારથી કોઈ પુન જાતનો કોઈ પુન મણેહ ઈસુ પોરના ભરહાથી ઈસવરના માણહુમાંનો બણી હકે.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 12

મુસો એક મોટો પરબોધક હોતો. ચુ ઈસવરની વાત દેખાળી. પુન ઈસુ બધા પરબોધકુમાં મોટો હોતો. ચુ ઈસવર સે, ચુ જ્યુ કહયુ ને કર્યુ ચું બધુ ઈસવરના સબ્દા ને કામુ હોતા. તિના લેધે ઈસુને ઈસવરનો સબ્દો કહવાય.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 13

ઈસવર દાવિદ રાજાને વાયદો કરલો કિ તિનાના વંશમાનો એક જણો ઈસવરનાં માણહુ પોર બધા દાહળા રાજ કરહે. કાહા કી ઈસુ ઈસવરનો પોર્યો મસિહ સે. હિયુ ખ્રિસ્ત સે. ચુ દાવિદનો ખાસ વંશજ સે. ચુ બધા દાહળા રાજ કરી હકે.

48. ૪૮. ઈસુ દ આવાવાલો મસિહા — illustration 14

દાવિદ ઈઝરાયેલનો રાજો હોતો, પુન ઈસુ આખી દુનિયાનો રાજો સે. ચુ પાસો આવહે, ને આફાના રાજમા હાસી રીતે ને સાંતિમાં કાયેમ રાજ કરહે.

બાયબલનો વાતરો: ઉત્પતિ ૧-૩,૬,૧૪,૨૨; નિરગમન ૧૨,૨૦; ૨ શમુએલ ૭; હિબ્રુ ૩:૧-૬, ૪,૧૪-૫:૧૦, ૭:૧-૮:૧૩,૯:૧૧-૧૦:૧૮; પ્રકટીકરણ ૨.

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).