49. ૪૯. ઈસવરનો નવો કરાર.
એક દૂત મરિયમ નામની કુવારલીને કહયુ કી તુ ઈસવરના પોર્યાને જલેમ આપહી. ચે હજુ કુવારલીત હોતી. ચે એક પોર્યાને જલેમ આપ્યો ને ચે તિનાનુ નામ ઈસુ રાખ્યું, તિને ઈસુ ઈસવર ને માણેહ હોદે સે.
ઈસુ ઘણા બધા સમેતકાર કર્યા ને સાબિત કર્યુ કી ચુ ઈસવર સે, ચુ પાણી પોર સાલ્યો. વાયવાધેણને ટાઢી પાળી ને ઘણા માદલાને વારુ કર્યા, ને ભુતળાને કાઢયા, ને મરલાને જિવતા કર્યા. ને પાંસ રોટા ને બે માસલ્યુ પાંસ હજાર માણહુને હોય જાય હહી બદલી નાખ્યુ.
ઈસુ એક મોટો હિકાળવાવાલો ગુરુ હોદે હોતો, ને ચુ અધિકારથી બોલતલો. કાહા કી ચુ ઈસવરનો પોર્યો હોતો. ચુ બિજા માણહુને ઈની રિતે હુકવાળ્યુ કી, તહુ દહીં પોતાના પોર તહીં બિજા માણહુને પરેમ કરો.
ચુ અહિ હોદે હિકવાળ્યુ કી તહુ બધી વસ્તુ ને માલમિલકેત કરતે વધાર ઈસવર પોર પરેમ કરવો જોવે.
ઈસુ કહયુ ઈસવરનુ રાજ ઈની દુનિયાની બધીત વસ્તુ કરતે વધાર કિમતિ સે. ઈસવરના રાજમાં હોવુ હિયુ કોઈ પુન માણેહને લેધે વારુ સે. ઈસવરના રાજમાં જવા લેધે તોહરે તોહરા પાપુની માફી મેલેવવી જરુળી સે.
ઈસુ કહયુ ઘણા માણહુ તિના પોર ભરોહો કરહે ને બસી જાહે, પુન ઘણા બધા હહિ ની કરે. થોળાક માણહુ વારુ ભોય હરખા હોય, ચે ઈસુની વારુ ખબેર પોર ભરહો કરીકને બસી જાય, ને થોળાક વાટની કાઠલી ભોય હરખા હોયા, જિનામાં ઈસવરનુ બિ ની ઉગતુ, ને કચુ ફળની આપતુ. હેહલા માણહુ ઈસવરની વાત ની માનતા ને ઈસવરના રાજમાં ની જાય હકતા.
ઈસુ હિકવાળ્યુ કી ઈસવર પાપીને ઘણો પરેમ કરે, ચુ તિનુને માફ કરવા માંગે, ને પોતાના પોર્યા બણાવા માંગે.
ઈસુ હમુને અહી હોદે કહયુ કી ઈસવર પાપને ધિકકારે, જેર આદેમ ને હવા પાપ કરયુ તેર તિનાની અસેર આખી માણેહ જાતિ પોર હોવી. તિનાનુ પરીનામ ઈયુ હોતુ કી, દુનિયાના બધાત માણહુ પાપ કરે, ને ઈસવરથી સેટા સે, તિને બધા માણહુ ઈસવરના દુશ્મન બણયા.
પુન ઈસવર દુનિયાના માણહુ પોર એતરો બધો પરેમ કર્યો કી ચુ આફાનો એકનો એક પોર્યો આપી દેધો જ્યુ કોઈ તિના પોર ભરહો કરે તિનાને પાપની સજા ની હોવે, પુન ચુ ઈસવર ભેગો બધા દાહળા રહચે.
તોહરા પાપ લેધે તહુ ગુનેગાર હોયા ને તહુને મોત સે, ને બધા દાહળા નરેકના ભાગિદર હોયા. ઈસવર તોહરી પોર ગુસે હોવો જોવે, પુન ચુ તિનાનો ઘુસો તોહરા બદલે ઈસુ પોર ઉતાર્યો. જેતાર ઈસુ કુરોસ પોર મરેણ પામ્યો તેતાર, ચુ આપણી સિકસા વેઠી.
ઈસુ કદી કચુ પાપની કર્યુ, પુન તે હોદે ચુ સજા વેઠી ને મોત પસેદ કર્યું. ચુ પુરે પુરા ભોગના રુપમાં આપણાને દુનિયાના બધા માણહુ લેધે પોતાની જાતને આપી દેધી. ઈસુ આફાનો ભોગ આપ્યો તિને ઈસવર ગમે તેહલુ પાપ માફ કરી હકે, મોટામ મોટા પાપને હોદે.
તહુંને વારુ કામુ ની બસાય હકે, કોય પુન એહલુ કામ ની મલે જીનાથી તહુ ઈસવર હાતેના સંબેધમાં આય હકો, ઈસુ એતરોદ તોહરા પાપુને વારુ કરી હકે. તોહરે ભરહો કરવો જોવે કી ઈસુ ઈસવરનો પોર્યો સે. ચુ તોહરી જધા પોર કુરોસ પોર ભોગ ભણી જ્યો, ને ઈસવર તિનાને પાસો મરેલામાથો જિવતો કરી દેધો.
જ્યુ કોઈ ઈસુ પોર ભરહો કરહે ને પ્રભુ હહીં માનહે ને તિનાને ઈસવર બસાવહે. પુન જયુ કોઈ ની ભરહો કરતુ ને ની માનતુ તિનાને ની બસાવે. તહુ કોય હોયા, કાહના હોયા, આદમી હોયા કી બયરે, માલદાર હોયા કી ગરીબ, જુવાન હોયા કી ડાહલા, હિયે વાત મોટી ની મલે, ઈસવર તહુને પરેમ કરવા બાઝી રહયો ને ચુ અહિ આચા રાખે કી તહુ ઈસુ પોર ભરહો કરો. તિનાથી તોહરી હાથે એક ઢુકળાનો સંબેધ રાખી હકે.
ઈસુ તહુને તિના પોર ભરહો કરવા ને બાપતિસમા લેવા નોતરુ નાખે. કો તહુ ઈની વાત પોર ભરહો કરો કી ઈસુ મસિહા સે ને ચુ ઈસવરનો એકનો એક પોર્યો સે. કો તહુ માનો કી તહુ પાપી સે ને ઈસવરની સિકસાને લાયક સે? કો તહુ ભરહો કરો કી ઈસુ તોહરા પાપુ લેધે કુરોસ પોર મરી જયો?
એતરે તહુ ઈસુ પોર ને ચુ જ્યુ કર્યુ તિના પોર ભરહો કરો તે તહુ એક વિસવાસી (ખ્રિસ્તી) હોયા, ઈસવર તહુંને સેતાનના રાજના અંધારામાથા બાહેર કાઢયા ને ઈસવર ઈજોળાના રાજમાં રાખયા. ઈસવર તોહરા જુનલા પાપી રોહાને લેકને નવલો હાસો રોહો આપ્યો.
જો તહુ એક વિસવાસી (ખ્રિસ્તી) હોયા તે ઈસુ જ્યુ કર્યુ તિનાથી ઈસવર તોહરા પાપુ માફ કરી દેધા. હાય ઇસવર તહુને દુસમન ની પુન ભાયબંધ માને.
જો તહુ ઈસવરના ભાયબંધ ને ઈસુના સેવક હોય તે, ઈસુ જ્યુ જ્યુ હિકવાળે ચુ તોહરે પાલેણ કરવુ જોવે. જો તહુ વિસવાસી હોય તે હોદે પાપના ફાંદા તોહરી પાહે આવહે. પુન ઈસવર ભરહો કરવા લાયક સે તિને તહુ તોહરા પાપુ માની લોવ તે ચુ તહુને માફ કરવા તિયાર સે. ને ચુ પાપ હાંબો હોવાની તહુને તાકેત આપહે.
ઈસવર કેહે કી તહુ બિજા માણહુ હાથે ભેગા હોયકને પરાથના કરો. તિનાનુ વસોન વાસો, ને તિનાનિ આરાધના કરો, ને ચુ આપણા લેધે કર્યુ ચે બિજા માણહુ ને સાકસી આપો. ઈયે બધી વાતે તહુને ઈસવર હાથે કાઠો સંબેધ રાખવા મદેક કરહે.
બાઈબલનો વાતરો : રોમીયો ૩ : ૨૧-૨૬, ૫ : ૧-૧૧, યોહન ૩ : ૧૬, માર્ક ૧૬ : ૧૬, કલોસ્સીઓ ૧ : ૧૩-૧૪
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).