3. જગબુડ

3. જગબુડ — illustration 1

ઘણો લાંબો ટાઈમ મંગે લોક જુગામાં જીવત આશી, તે આખે ઘણે ખરાબને લબાડ બનને આશી,તે અલે ખરાબ આશી કાય, દેવાને ફેસલો કરી કાય તો આખે જુગાચો જગબુડખલનાશ કરય્દ.

3. જગબુડ — illustration 2

પણ નૂહ દેવાચે નજરમાં કૃપા પામીન, તો ખરાબ લોકાંચે વચ્ચે જીવવાવાળો ન્યાયી માણુંસ આશી. દેવ જો જગબુડ કરોં માગત આશી તે ગોઠચે બારેમાં નૂહદય આખી, તેહેં નૂહદય એક મટો વહાણ બનાવોં આખી.

3. જગબુડ — illustration 3

દેવાને નુહદય ૧૪૦ મીટર લાંબો, ૨૩ મીટર પહોળો, ૧૩.૫ મીટર ઊંચો વહાણ બનાવોં આખી.નૂહદય લાકડામાંશી બનાવોં આખી ને તાદય તીન માળે, ઘણા રૂમ ધાબો ને બારીવાળો બનાવોં આખવામાં યાવ.વહાણ જગબુડ હોય્દ તંય નૂહ, તાચો પરિવાર ને આખે જનાવરાંદય બેસ રાખય્દ.

3. જગબુડ — illustration 4

નૂહને દેવચી આજ્ઞા માણુને તેહેં ને તીન પોસાંહે દેવા ને જે પ્રમાણે આખનો આશી તે જ પ્રમાણે વહાણ બનાવી. યો વહાણબનાવોંદય તાંહદય ઘણે વરીસ લાગીન કશા કાય તો ઘણો મટો આશી. નૂહ ને લોકાંદય યેંવચો જગબુડશીં ચેતવી, ને દેવા ચે વાઠીન ફિરોંદય આખી. પણ તે તાચો માણીન નાહા.

3. જગબુડ — illustration 5

દેવાને નૂહ, ને તાચે કુટંબદય પોતાચે સાઠીં તસોચ જનાંવરાંચે સાઠીં પુરય તલો ખાનો ભેગો કરોંચી આજ્ઞા ઓપી.જંય આખો તૈયાર હોહુંજાવ દેવાને નૂહદય આખી કાય ટાઈમ હોહું જાવ આહાય તું તુઝી બાઈલ, તુઝે તીન પોસે ને તાંહચે તીન બાઈલોં વહાણમાં માંજ યીહું જાયા. આખે મીળુંને આઠ લોક.

3. જગબુડ — illustration 6

દેવાને આખે જનાવરાંમાશી ને ચીડામાશીં નર ને નારીદય ને ચીડાંદય નૂહચે પાસ દવડી કાય તે વહાણમાં માજ જાત ને જગબુડ હોય તંય તે બેસ રહત. દેવા ને બલિદાન સાઠીં જાચો ઉપયોગ હોહું શક્ય અશે આખે જનાવરાંમાશીં સાત નર નેસાત માદાદય દવડી,જંય તે આખે વહાણમાં ચઢીનતંય દેવાને દરવાજો બંધ કરી.

3. જગબુડ — illustration 7

તાચેમંગે પાણી, પાણી ને બસ પાણી જ શરુ હોન. ચાળીસ દિસને ચાળીસ રાત ઉભો રહ્યા વગર પાણી વરસીન,જમીનમાશીં પાણી નીઘોંદય મંડીન. આખો જગ ને તામાંચા આખાં પાણીયાખલ ઝાંપાહું જાવ,તંય હુધી કાય મટે ડોગર પણ.

3. જગબુડ — illustration 8

જે લોક ને જનાવર વહાણમાં આશી તાંહચે સિવા જાં કાંઈ કોરી જમીનવર આશી તો આખો નાશ હોન. વહાણ પાણીયાવર તરોં મંડીન ને જાંકાંય તામાં આશી તાદય બુડતાં બચાવી.

3. જગબુડ — illustration 9

પાણી વરસોંચો બંધ પડીન મંગે, વહાણ પાંચ મહિના હુધી તરીન, ને યે ટાઈમમાં પાણીયાચે બુડા ઉતરોંચી શરવાત હોન. એક દીસે વહાણ ડોગરાવર ઉબો રહીન, પણ જગ આઝુન પણ પાણીયાખલ ભરનો આશી. તીન મહીને મંગેડોગર નાંગાવદય મંડીન.

3. જગબુડ — illustration 10

ચાલીસ દિસ મંગે, નૂહ ને કાગડા નાંવચે ચીડાદય બાહેર દવડી, જેથી તો જાણું શક્ય કાય પાણી સુખીન કાય નાંહાં કાગડો કોરી જમીન સાઠી આટેતાટે ઉડીન, પણ તાદય જાગા મીળીન નાહા,

3. જગબુડ — illustration 11

તાચેમંગે નૂહને કબુતર નાંવચે ચીડાદય દવડી, પણ તાદય પણ કોરી જમીન મીળીન નાહાં તાચેન તો નૂહચેપાસ આઝુન યાવ, એક અઠવાડિયા મંગે તેહેં કબુતરદય આઝુન દવડી, ને તો જૈતુનચો પાન ધીહુંને આઝુન યાવ, પાણી ઓછો હોવંદય મંડીન ને વનસ્પતિ આઝુન ઉન્ગો મંડીન.

3. જગબુડ — illustration 12

નૂહ ને દુસરો એક અઠવાડીયો વાટ નાંગી ને કબુતરદય ત્રીજી વાર દવડી, યે વખત, તાદય આરામ કરોંચી જગ્યા મીળીન ને તો આઝુન યાવ નાંહા. પાણી સુખો મંડીન.

3. જગબુડ — illustration 13

દોન મહીને મંગે દેવને નૂહદય આખી,“તું ને તુઝો કુટુંબ ને આખે જનાવર વહાણ છોઢુંને જાયા, તુદય ઘણે પોસે અને પોસાંચે પોસે હોહીથ ને જગતદય ભર,’’ તાચેન નૂહને તાયો કુટુંબ વહાણમાશીં બાહેર યાવ.

3. જગબુડ — illustration 14

વહાણમાંશીં બાહેર યાવ મંગે,નૂહ ને વેદી બનાવી ને આખે અલગ અલગ જનાવર જાંચો ઉપયોગ બલિદાન માટે કરું સકત આશી તાંહાચો બલિદાન કરી દેવ બલિદાનશીં ખૂશ હોન ને નૂહદયને તાચે કુટુંબદય આશીર્વાદ ઓપી.

3. જગબુડ — illustration 15

દેવા ને આખી “આતાંમંય કંયપણ લોક જે ખરાબ કરત આહાત તાંહચે લીધે જગતદય શ્રાપ નાહાંઓપંય્દ અગર જગબુડખલ જગતચો નાશ નાહાં કરંય્દ, કશા કાય લોક તાંહચે જલમશીંજ પાપી આહાત.’’

3. જગબુડ — illustration 16

તાચેન દેવાને વચનચે નિશાની રૂપમાં પહલો દેવધનુષ બનાવી . જંય દેવધનુષડાંબરામાં નાંગાય,તંય દેવ પોતેં દીન્હો વચનદય યાદ કરત આહાય, ને યેજ રીતે તાચે લોક,

બાઈબલચી કાહની ઉત્પતિ ૬-૮

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).