47. ફિલીપી શાહરામાં પાઉલ ને સિલાસ

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 1

જંય શાઉલ આખે રોમન રાજ્યમાં પરવાસ કરોં મંડીન તંય તો પોતાચે રોમન નાંવ “પાઉલ”ચો વાપર કરોં મંડીન. એક દિસે, પાઉલ ને તાચો દોસ્તાર સિલાસ ઇસુચી સુવાર્તા પ્રચાર કરોં સાઠીં ફિલીપી નગરમાં જાવ. તે શહરાચે બાહેર એક ખાડીશીં એક જગ્યાવર પહોંચીન. જ્થય લોક પરથનાં કરોં સાઠીં ભેગે હોને આશી. તથય તાંહે લુદિયા નાંવચી એક બાય્લ મીળીન જી એક વેપારી આશી. તી દેવાદય પ્રેમ કરય ને તાચી આરાધના કરત આશી.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 2

દેવાને લુદિયાચો મન ખોલું દિન કશા કાય તી ઇસુચે સુવાર્તાવર વિશ્વાસ કરત આશી ને તેહેં ને તાચે કુટુંબને બાપ્તિસમાં ધીદ. તેહેં પાઉલ ને સિલાસદય પોતાચે ઘરા રહોંચો આમંત્રણ ઓપી. તાંચેન તી ને તાચો કુટુંબ હારીં રહીન.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 3

પાઉલ ને સિલાસ મટે ભાગેં લોકાંદય પરાથનાચે જગ્યાવર મીળયાં કરત આશી. દિનાય જંય તે તથય જાત આશી, ભુતાશીં દુઃખી એક પોયરી તાંહચે મગલાઠીન ફિરત આશી. ભુતાખલ તી લોકાદય તાંહચો ભવિષ્ય દાખવત આશી. તાચેન તી એક ભવિષ્યવેતાચે રૂપમાં પોતાચે માલિક સાઠીં હજડ પૈસે કમાવત આશી.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 4

જંય તે જાત આશી તંય નોકરાની આરડત આશી, યે માણુસ ઉંચે દેવાચે સેવક આહાત. તે તુમદય તારણ મેળવોચી વાઠ દાખવત આશી.’’ યે પ્રમાણે તી કરત આશી તાચેન પાઉલ નારાજ હોહું જાવ.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 5

છેલ્લે એક દિસ નોકરાનીને આરડોંચો શરુ કરી,તે પાઉલ ને તાચેમાજ રહને ભુતાદય આખી, “ઇસુચે નાવમાં તાચેમાંશી બાહેર નીઘુ યે.’’ તેજ ટાઈમે ભુતાંહે તેદય છોઢું દીન.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 6

તે પોયરીચે માલિક હજડ ખિજવાન તે સમજું જાવ કાંય ભુતા વગર પોયરી લોકાંચો ભવિષ્ય દાખવું સકીથ નાંહાં તાચો મતલબ યો કાય તી લોકાંચો ભવિષ્ય દાખવય્દ નાહાં ને તાચેન લોક તાંહચે માલિકાદય પૈસે દેય્દ નાહાં.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 7

તાચેન નોકરાનીચે માલિક પાઉલ ને સિલાસદય રોમન અધિકારીહાંશીં ઘીહું જાવ, તાંહેં તાંહદય કુટીને જેલમાં પુરું દિન.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 8

તાંહે પાઉલ ને સિલાસદય જેલમાં હજડ ગુપ્ત સ્થાનમાં મેલી, તથય હુધી કાય તાંહચે પાંય સાંકળમાં ભરું દિન. તરી પણ અડધી રાતચે તે દેવાચી સ્તુતિચે ભજન ગાત આશી.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 9

અચાનક તથય એક જોરદાર ધરતીકંપ યાવ.જેલચે આખે દાર ખુલીન ને આખે બંદીવાનચી સાંકળ ટુકીન.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 10

જમાદાર જાગું જાવ. ને જંય તેહેં નાગી કાય જેલચે દાર ખુલે આહાત તંય તો હજડ બીહીન. તેહેં વિચારી કાય આખે કેદી બચુને પળું જાવ આહત.તાચેન તેહેં પોતાદય મારું મેલોંચો વિચાર કરી. (તો જાણત આશી કાય કેદિ પળુ જાહીથ તે રોમન અધિકારીહાં તાદય મારું મેલીત.) પણ પાઉલ ને તાદય નાગી ને આરડી, “ઊભો રય! પોતેદય કાય કરશ નાખે! હામી આખે અથય આહાવ.’’

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 11

જમાદાર કાંપત પાઉલ ને સિલાસશીં યાવ, ને સુદકરી “તારણ મેળવોં સાઠીંમંય કાય કરય?’’ પાઉલને જવાબ ઓપી, “જો તું પ્રભુઇસુ ખ્રિસ્તવર વિશ્વાસ કરીશ તંય તું ને તુઝે ઘરાચે તારણ મેળવિથ.’’ તંય જમાદાર પાઉલ ને સિલાસદય પોતાચે ઘરા ધીહું જાવ ને તાહચે પાંય ધોવી. પાઉલને જમાદારચે ઘરાચે આખે લોકાંદય ઇસુચી સુવાર્તા આયકવી.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 12

જમાદાર ને તાચે આખે કુટુંબને ઈસુવર વિશ્વાસ કરી ને બાપ્તિસમાં ધીદ . તંય જમાદારે પાઉલ ને સિલાસદય ખાંવચો દિન ને હારીં મીળુંને આનંદ કરી.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 13

દુસરે દીસેં શાહરાચે અધિકારીયાંહેં પાઉલ ને સિલાસદય છોઢું દિન ને તાંહદય આજ્ઞા ઓપી કાય તુમી ફિલિપદય છોઢું દીયા. પાઉલ ને સિલાસ લુદિયા ને કલેખાંડ દુસરે દોસ્તારચી ખબર ઘીદ મંગે તાંહેં શહેર છોઢું દીન. ઈસુચી સુવાર્તા ફેલાત જાવ ને ખ્રિસ્તી લોક વધત જાવ.

47. ફિલીપી શાહરામાં  પાઉલ ને સિલાસ — illustration 14

પાઉલ ને દુસરે ખ્રિસ્તી આગેવાનાહેં ઈસુચે બારામાં સુવાર્તા કરોં ને શિક્ષણ ઓપોં ઘણે શહેરોંચી યાત્રા કરી. તાહેં મંડળીચે વિશ્વાસીહાંદય ઉતેજન ઓપોં ને સુવાર્તા પ્રચાર કરોં સાઠીં ઘણે પત્ર લખી. તામાંશીં કલેખાંડ પત્રબાઈબલચે ચોપડે બનું જાવ.

બાઈબલચી એક કાહની : પ્રેરીતોનાં કૃત્યો :૧૬: ૧૧-૪૦

Read in the reader

Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).