31. ઈસુ પાઆયાંવોય ચાલહે.
પાંચ ઓજાર લોકહાન ખાઅનાં ખાવાડના પાછે, ઈસુય ચ્યા શિષ્યહાન ઉડીમાય જાંહાટી આખ્યા. ચ્યાયે ચ્યાહાન ફૂગારા બીજે મેરે જાંહાટી આખ્યા, બાકી તો થોડા સમયાહાટી તાંજ ઉબો રી ગિયો. છેલ્લે શિષ્ય જાતા રિયા, એને ઈસુય લોકહા ટોળાલ છુટા કોઅયા, કા ચ્યા ચ્યાહા ગોઓ જાય. ચ્યાપાછે, ઈસુ પ્રાર્થના કોઅરાહાટી યોકા ડોગાવોય ગિયો. તાં તો યોખલોજ આતો, એને ચ્યાયે મોડે લોગું પ્રાર્થના કોઅયી.
ચ્યે સમયે, શિષ્ય ચ્યાહા ઉડીલ ચાટલો દેતા જાય રિઅલા આતા, બાકી વારો ચ્યાહાં હુંબુરને બોજ જોરમે યેય રીઅલો આતો. બોજ રાત ઓઅય ગીયી તાંવ લોગું ચ્યા કેવળ ફૂગારા વોચ માયજ પોચલા આતા.
ચ્યે સમય ઈસુય પ્રાર્થના કોઅના પારવાડ્યા, એને ચ્યા શિષ્યહાપાય પાછાં જાં લાગ્યો. તો ઉડી એછે જાંહાટી પાઆયાંવોય ચાલીન જાં લાગ્યો.
તોવે શિષ્યહાય ચ્યાલ દેખ્યો, ચ્યા બોજ ગાબરાય ગિયા, કાહાકા ચ્યાહાન લાગ્યા કા તો બુટ હેય. ઈસુ જાંઅતો આતો કા ચ્યા ગાબરાય ગીઅલા હેય, યાહાટી ચ્યાહાન હાત કોઈન આખ્યા, “ગાબરાયાહા માં, ઓ આંય હેતાવ!”
તોવે પિત્તરે ઈસુલ આખ્યા, “ઓ પ્રભુ, જો ઓ તું હેય તે માન પાઆયાંવોય ચાલીન તોપાય યાહાટી આગના દે.” ઈસુય પિત્તરાલ આખ્યા, “યે!”
છેલ્લે પિત્તર ઉડીમાઅને ઉતી ગિયો, એને ઈસુપાય જાંહાટી પાઆયાંવોય ચાલાં લાગ્યો. બાકી વાયજ દૂઉ જાયન, તો ઈસુ એછેને નોજાર ઓટવીન લાફહાંલ એઅરાં એને વારાલ મેહેસુસ કોઅરા લાગ્યો.
તોવે પિત્તર ગાબરાય ગિયો, એને પાઅયાંમાય બુડાં લાગ્યો. તો બોંબલ્યો, “ઓ પ્રભુ, માન બોચાવ!” ઈસુય ચ્યેજ સમયે આથ લાંબો કોઈન ચ્યાલ દોંય લેદો. તોવે ચ્યાયે પિત્તરાલ આખ્યા, “તો બોરહો બોજ વોછો હેય! તુલ સાંબાળી રાખાંહાટી તુંયે માયેવોય બોરહો કાહા નાંય કોઅયો?”
તોવે ઈસુ એને પિત્તર ઉડીમાય ચોડી ગિયા, એને તારાત વારો યેયના બંદ ઓઅય ગિયા. પાઆય શાંત ઓઅય ગિયા. શિષ્ય નોવાય પામીન ઈસુ આગલા ગુતણે પોડ્યા, ચ્યાહાય ચ્યા ભક્તિ કોઅયી એને ચ્યાલ આખ્યા, “હાચ્ચાજ તું પોર્મેહેરા પોહો હેય.”
માથ્થી અધ્યાય 14:22-33; માર્ક 6:45-52; યોહાન 6:16-21 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).