44. પિત્તર એને યોહાન યોકા લેંગડયા બિકાર્યાલ હારાં કોઅતાહા.
યોક દિહી, પિત્તર એને યોહાન દેવાળામાય ગિયા. યોક લેંગડયા માઅહું બિખ માગાંહાટી ગેટાપાય બોઠલાં આતાં.
પિત્તરાય ચ્યા લેંગડયા માઅહા એછે દેખ્યા એને આખ્યા, “માપાય તુલ દાંહાટી પોયહા તે નાંય હેય. બાકી જીં માયેપાય હેય તીં આંય તુલ દેતહાવ. ઈસુ નાવાકોય, ઉઠ એને ચાલતો મોંડ!”
તારાતુજ, પોરમેહેરાય ચ્યા લેંગડયા માઅહાલ હારાં કોઅય દેના. ચ્યાય એહે-તેહે ચાલના એને કુદના, એને પોરમેહેરા સ્તુતિ કોઅના શુરુ કોઅય દેના. દેવાળા બાઆંપુર ઉબલા લોક નોવાય પામી ગિયા.
તારાતુજ. જો હારો ઓઅય ગીઅલો આતો ચ્યા માઅહાલ એઅરાહાટી લોકહા યોક મોઠી ગિરદી યેની. પિત્તરાય ચ્યાહાન આખ્યા, “ઈ માઅહું હારાં ઓઅય ગીયહાં, બાકી યે ઘટના બારામાય નોવાય નાંય પામનાં. આમહાય યાલ આમહે શક્તિકોય હારાં નાંય કોઅલાં હેય, યા યાહાટી નાંય કા આમાં પોરમેહેરા આદર કોઅજેહે. બાકી, ઓ ઈસુ હેય જ્યાય યા માઅહાલ ચ્યા શક્તિકોય હારાં કોઅલાં હેય, કાહાકા આમાં ઈસુવોય બોરહો કોઅજેહેં.”
“ચ્યા તુમાજ હેય જ્યાહાય ચ્યા રોમી રાજ્યપાલાલ ઈસુલ માઆય ટાકાંહાટી આખ્યેલ. તુમહાય ચ્યાલ માઆય ટાકયો જો બોદહાન જીવન દેહે. બાકી પોરમેહેરાય ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો. તુમહાય નાંય હોમજ્યાં કા તુમા કાય કોઅય રીઅલે આતે, બાકી જોવે તુમા ચ્યા કામાલ કોઅય રીઅલે આતે, તે જીં ભવિષ્યવક્તાહાય આખલાં આતાં તીં પૂરાં ઓઅયા. ચ્યાહાય આખલાં આતાં કા ખ્રિસ્ત દુઃખ ઉઠાવી એને મોઅય જાય. પોરમેહેરાય ચ્યાલ એહેકેન ઓઅરાં દેના. યાહાટી આમી, પોસ્તાવો કોઆ એને પોરમેહેરા એછે ફિરા, જેથી તો તુમહે પાપ માફ કોઅય દેય.”
જોવે દેવાળા આગેવાન પિત્તર એને યોહાના વોનાયા, તે ચ્યા બોજ ગાબરાય ગિયા. યાહાટી ચ્યાહાય ચ્યાહાન દોઅય લેદા એને જેલેમાય કોંડી દેના. બાકી જીં પિત્તરાય આખલાં આતાં ચ્યાવોય બોજ લોકહાય બોરહો કોઅયો. ઈસુવોય બોરહો કોઅનારા લોકહા ગોણાત્રી વોદીન લગભગ 5,૦૦૦ ઓઅય ગિયી.
આગલે દિહી, ચ્યા યહૂદી આગેવાન પિત્તર એને યોહાનાલ મહાયાજકા એને બીજા ધાર્મિક આગેવાનહા હૂંબુર લેય યેના. ચ્યા ચ્યા માઅહાલ બી લેય યેના જો લેંગડયો આતો. ચ્યાહાય પિત્તર એને યોહાનાલ પૂછ્યા, “કોઅહા ઓદિકારાકોય તુમહાય ચ્યા લેંગડયા માઅહાલ હારાં કોઅયાં.”
પિત્તરાય જવાબ દેનો, “ઓ માઅહું જો તુમહે હુંબુર ઉબલો હેય ચ્યાલ ઈસુ ખ્રિસ્તા સામર્થ્યાકોય હારો કોઅલો ગીઅલો હેય. તુમહાય ઈસુલ હુળી ખાંબાવોય ચોડવી દેનો, બાકી ઈસુ પોરમેહેરાય ચ્યાલ પાછો જીવતો કોઅય દેનો! તુમહાય ચ્યાલ મોનાય કોઅય દેનો, બાકી ઈસુ સામર્થ્યા સિવાય તારણ પામનાં કોઅહોજ બીજો ઉપાય નાંય હેય!”
ચ્યા આગેવાન હેરાણ આતા કા પિત્તર એને યોહાનાય બોજ હિંમતકોય વાત કોઅલી. ચ્યાહાય દેખ્યા કા યા સાદારણ માટડા હેય જ્યાં અનાડી હેય. બાકી પાછે ચ્યાહાન યાદ યેના કા યા માટડા ઈસુ આરે રોતા આતા. યાહાટી ચ્યાહાય ચ્યાહાન આખ્યા, “આમાં તુમહાન બો બોદી શિક્ષા કોઅહું, જો તુમા ઈસુ બારામાય લોકહાન આજુ સંદેશ દાહા તો.” ઓહડ્યો બોજ વાતો આખનાં પાછે, ચ્યાહાય પિત્તર એને યોહાનાલ જાં દેના.
પ્રષિત અધ્યાય 3:1-4:22 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).