45. સ્તેફેનુસ એને ફિલીફૂસ
પેલ્લા ખ્રિસ્તી આગેવાનહા વોચમાય સ્તેફેનુસ નાવા યોક માટડો આતો. બોદા લોક ચ્યા આદર કોઅતા આતા. પવિત્ર આત્માય ચ્યાલ બોજ સામર્થ્ય એને બુદ્ધિ દેનલી આતી. સ્તેફેનુસાય બોજ ચમત્કાર કોઅલા આતા. જોવે ચ્યાય ઈસુવોય બોરહો કોઅના બારામાય શિક્ષણ દેના તે બોજ લોકહાય ચ્યાવોય બોરહો કોઅયો.
યોક દિહી, સ્તેફેનુસ ઈસુ બારામાય શિક્ષણ દેય રીઅલો આતો, એને કોલહાક યહૂદી યેના જ્યાહાય ઈસુવોય બોરહો નાંય કોઅલો આતો એને ચ્યાઆરે વાદ-વિવાદ કોઅરા લાગ્યા. ચ્યા બોજ ખીજવાય ગિયા, યાહાટી ચ્યા ધાર્મિક આગેવાનહાપાય ગિયા, એને ચ્યા બારામાય જુઠા બોલ્યા. ચ્યાહાય આખ્યા, “આમહાય સ્તેફેનુસાલ મુસા એને પોરમેહેરા બારામાય ખારાબ વાતો બોલતાં વોનાયાહા!” યાહાટી ધાર્મિક આગેવાનહાય સ્તેફેનુસાલ દોઅય લેદો એને ચ્યાલ મહાયાજક એને યહૂદીયાહાં બીજા આગેવાનહા હુંબુર લેય ગિયા. આજુ બી જુઠા સાક્ષીદાર યેના એને ચ્યાહાય સ્તેફેનુસા બારામાય જુઠા બોલ્યાં.
મહાયાજકાય સ્તેફેનુસાલ પૂછ્યા, “કાય યા લોક તો બારામાય હાચાં આખી રીઅલા હેય?” સ્તેફેનુસાય મહાયાજાકાલ જવાબ દાંહાટી બોજ વાતો બોલના શુરુ કોઅય દેના. ચ્યાય આખ્યા કા અબ્રાહામાં સમયાહીને ઈસુ સમયા લોગું પોરમેહેરાય ઈસરાએલી લોકહાહાટી બોજ નોવાયને કામે કોઅલે હેય. બાકી લોકહાય સદા પોરમેહેરા આગના નાંય માન્યા. સ્તેફેનુસાય આખ્યા, “તુમા પોરમેહેરા વિરૂદ હટ્ટી એને બલવા કોઅનારા હેય. તુમહાય સદા પવિત્ર આત્માલ નાકાર કોઅયા, જેહેકેન કા આપહે આગલ્યા ડાયહાય સદા પવિત્ર આત્માલ નાકાર કોઅલાં આતાં અએને સદા ચ્યા ભવિષ્યવક્તાહાલ માઆય ટાકલાં આતા. બાકી જીં ચ્યાહાય કોઅયાં ચ્યા તુલનામાય તુમહાય આજુ વોદારી ખારાબ કોઅલાં હેય!” તુમહાય ખ્રિસ્તાલ માઆય ટાકયો!”
જોવે ચ્યા ધાર્મિક આગેવાન વોનાયા, તે ચ્યા ઓલા ખીજવાય ગિયા કા ચ્યાહાય ચ્યાહા કાન બંદ કોઅય લેદા એને મોઠેરે બોંબલ્યા. ચ્યા સ્તેફેનુસાલ ગોહલીન શેહેરા બાઆ લેય ગિયા એને ચ્યાલ માઆય ટાકાંહાટી ચ્યાલ દોગડાહાકોય ઠોક્યાં.
જોવે સ્તેફેનુસ મોઅય રીઅલો આતો, તો બોંબલી ઉઠ્યો, “ઓ ઈસુ, મા આત્માલ ગ્રહણ કોઅય લે!” તોવે તો ચ્યા ગુટણાવોય પોડ્યો એને પાછો બોંબલી ઉઠ્યો, “ઓ પ્રભુ, ઓ પાપ ચ્યાહાવોય માં લાવહે.સે તોવે તો મોઅય ગિયો.
ચ્યે દિહી, યારુસાલેમ શેહેરામાય રોનારા બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅનારા લોકહાન સોતાવ કોઅના શુરુ કોઅય દેના, યાહાટી વિશ્વાસી લોક બીજા જગ્યાવોય નાહી ગિયા. બાકી ચ્યા જા ગિયા તાં ચ્યાહાય ઈસુ બારામાય પ્રચાર કોઅયાં.
ફિલીફૂસ નાવા ઈસુ યોક વિશ્વાસી આતો. જેહેકેન બીજા બોજ વિશ્વાશ્યાહાય કોઅયાં તો બી યારુસાલેમ છોડીન નાહી ગિયો. તો સામરિયા વિસ્તારમાય જાતો રિયો. તાં ચ્યાય લોકહામાય ઈસુબારામાય પ્રચાર કોઅયો. બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો એને તારણ પામ્યા. યોક દિહી, ફીલીફૂસાપાય પોરમેહેરા એછેને યોક હોરગા દૂત યેનો એને ચ્યાલ જંગલમાય જાં, એને યોકે સોડકેવોય ચાલાં આખ્યા. ફીલીફૂસ તાં ગિયો. જોવે તો ચ્યે સોડકેવોય ચાલી રીઅલો આતો, તે ચ્યાય યોક માઅહાલ ચ્યા રથમાય જાતો દેખ્યો. ઓ માઅહું કુશ દેશા યોક મોહત્વા ઓદિકારી આતો. પવિત્ર આત્માય ફિલીફૂસાલ આખ્યા કા જાયન ચ્યા માઅહા આરે-આરે ચાલ.
યાહાટી ફિલીફૂસ રથાપાય ગિયો. તો વોનાયો કા તો કુશ દેશા ઓદિકારી પોરમેહેરા વચન વાચી રીઅલો આતો. તો યશાયા ભવિષ્યવક્તાય લોખલી ચોપડી વાચી રીઅલો આતો. તો વાચી રીઅલો આતો, “ચ્યા ચ્યાલ બલિ કોઅરાહાતી લેય જાનારા ગેટા હાર્કા લેય ગિયા, એને જેહેકેન યોક ગેટા શાંત રોહે, ચ્યાયે બી યોક શબ્દ બી નાંય બોલ્યો. ચ્યાહાય ચ્યાઆરે ખારાબ વર્તન કોઅયાં એને ચ્યાલ આદર નાંય કોઅયો. ચ્યાહાય ચ્યા જીવ લેય લેદો.”
ફિલીફૂસાય ચ્યા ઓદિકાર્યાલ પૂછ્યા, “જી તું વાચી રીઅલો હેય કાય તું ચ્યાલ હોમાજતોહો બી?” ચ્યા ઓદિકાર્યાય જવાબ દેનો, “નાંય. જાંવ લોગું કાદાં માન નાંય હોમજાડે, તાંવ લોગું આંય યાલ નાંય હોમજી હોકું. કૃપા કોઈન માયેપાય યેયન બોહો. યશાયા ઈ ચ્યા બારામાય લોખી રીઅલો હેય કા કાદા બીજા બારામાય?”
ફિલીફૂસ રથાવોય ચોડીન બોહી ગિયો. તોવે ચ્યાય ચ્યા ઓદિકાર્યાલ તીં આખ્યા જીં યશાયા ભવિષ્યવક્તાય ઈસુબારામાય લોખલાં આતાં. ફિલીફૂસાય પોરમેહેરા વચના બોજ બીજા ભાગહા બી વાતો કોઅયો. એહેકેન, ચ્યાય ચ્યા ઓદિકાર્યાલ ઈસુ બારામાય હારી ખોબાર આખી.
ફિલીફૂસ એને તો ઓદિકારી ચાલતાં ચાલતાં પાઆયાંપાય પોઅચ્યા. ચ્યા ઓદિકાર્યાય આખ્યા, “દેખ! ઈહી પાઆય હેય! કાય આંય બાપતિસ્મા લી હોકહું?” એને ચ્યાય રથ આકલુનારાલ રથ ઉબો કોઅરા આખ્યા.
છેલ્લે ચ્યા પાઆયાંમાય ચાલી ગિયા, એને ફિલીફૂસાય ચ્યા ઓદિકાર્યાલ બાપતિસ્મા દેના. જોવે ચ્યા પાઆયામાઅને બાઆ યેના, તે પવિત્ર આત્મા અચાનક ફિલીફૂસાલ ઉઠાવીન બીજા જગ્યાવોય લેય ગિયાં. તાં ફિલીફૂસાય લોકહાન ઈસુ બારામાય આખના શુરુ રાખ્યા.
તો ઓદિકારી ચ્યા ગોઆ મુસાફરીમાય આગલા નિંગી ગિયો. તો ખુશ આતો કા આમી ઈસુલ જાંઅતો આતો.
પ્રેષિત અધ્યાય 6:8-8:5; 8:26-40 માઅને યોક બાઈબલા વાર્તા.
Free to use, adapt, and share under an open license (CC BY-SA 4.0).